ગૃહમંત્રીની હાજરીમાં 3 કિમીનો ભવ્ય રોડ શો યોજી CM ભૂપેન્દ્ર પટેલે ઉમેદવારી ફોર્મ ભર્યુ


ગુજરાત સીએમ ભૂપેન્દ્ર પટેલે આજે અમિત શાહની હાજરીમાં ભવ્ય રોડ શો યોજ્યા બાદ વિધાનસભાની ચૂંટણી માટે પોતાની ઉમેદવારી નોંધાવી છે. અમદાવાદ સહિત 93 બેઠક પર 5મી ડિસેમ્બરે મતદાન યોજાવવાનું છે, ત્યારે 17 નવેમ્બર ઉમેદવારી ભરવાનો છેલ્લો દિવસ છે ત્યારે ભારતીય જનતા પાર્ટીના મોટા નેતા અને ગુજરાતના સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલે ગૃહમંત્રી અમિત શાહની ઉપસ્થિતીમાં ઉમેદવારી ફોર્મ ભર્યુ છે.
શાહની ઉપસ્થિતીમાં આજે ભવ્ય રોડ શો
માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી @AmitShah જીની વિશેષ ઉપસ્થિતિમાં ઘાટલોડિયા વિધાનસભાના ઉમેદવાર શ્રી @Bhupendrapbjp જીના પ્રચંડ જનસમર્થનમાં ભવ્ય કેસરિયા રેલી યોજાઈ તેમજ મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનું લોકાર્પણ કરવામાં આવ્યું. #VijayibhavBhupendrabhai pic.twitter.com/lEvZjHT7Gx
— BJP Gujarat (@BJP4Gujarat) November 16, 2022
બીજા તબક્કામાં યોજાવા જઈ રહેલ ચૂંટણીને લઈને ગુજરાત સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ ઉમેદવારી નોંધાવી છે ત્યારે આ પહેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના ચૂંટણી પ્રચાર માટે આવેલ ગૃહમંત્રી અમિત શાહની ઉપસ્થિતીમાં આજે ભવ્ય રોડ શો યોજાયો હતો. અમદાવાદના પ્રભાતચોકથી લઈને સોલા સુધી 3 કિલોમીટરનો ભવ્ય રોડ શો કર્યો હતો. તેમજ ઉમેદવારી ફોર્મ ભરતા પહેલા ઘાટલોડિયામાં અમિત શાહ અને ભુપેન્દ્ર પટેલે એક સભાને સંબોધી હતી.
આ પણ વાંચો:સુરત AAPના ઉમેદવાર કંચન જરીવાલાએ ઉમેદવારી પાછી ખેંચી
શાહે કહ્યું, ચૂંટણી બાદ પણ ભૂપેન્દ્ર પટેલ ગુજરાતના CM
સભા દરમિયાન અહીં અમિત શાહે આગામી મુખ્યમંત્રી તરીકે ભુપેન્દ્ર પટેલના નામની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે, ચૂંટણી બાદ પણ ભૂપેન્દ્ર પટેલ જ ગુજરાતના મુખ્યમંત્રી હશે. અમિત શાહે આગળ કહ્યું કે, બધા રેકોર્ડ તોડીને ભાજપ ફરી એક વખત સરકાર બનાવશે. આ સાથે અમિત શાહે કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા. જે બાદ ભૂપેન્દ્રભાઈ પટેલે ઘાટલોડિયા બેઠક પરથી કેન્દ્રીય ગૃહમંત્રીની હાજરીમાં ઉમેદવારી ફોર્મ ભર્યુ હતુ.