ગુજરાત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કચ્છમાં આશાપુરા માતાના દર્શને જશે, રાજ્યની શાંતિ અને સલામતી માટે પ્રાર્થના કરશે
- ચૂંટણી પહેલા સીએમ ભૂપેન્દ્ર પટેલ માતાજીના શરણે
- માતાના મઢે દર્શન કરીને કચ્છમાં કરશે પ્રચંડ પ્રચાર
- સ્વખર્ચે માતાજીની સાડી, ફૂલહાર, તલવાર અને પ્રસાદ ભોગ ધરાવશે
આજે રાજ્યના મક્કમ અને યશસ્વી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કચ્છ ખાતે દેશદેવી માતાજી આશાપુરાના દર્શને જશે. ત્યારે સ્વખર્ચે માતાજીની સાડી, ફૂલહાર,તલવાર અને પ્રસાદ ભોગ સાથે લઇ જશે. ગાંધીનગરથી આ વસ્તુઓ સાથે લઈ જઈ પૂજન અર્ચન કરી રાજ્યની શાંતિ અને સલામતી માટે પ્રાર્થના કરશે.
આ પણ વાંચો: ગુજરાત: સલમાન ખાનના ઘરે ફાયરિંગની ઘટનાનો રેલો સુરત પહોંચ્યો
ક્ષત્રિય આંદોલનને લઈને ભાજપે રણનીતિ બદલી
મુખ્યમંત્રી પોતાના કાર્યકાળમાં સૌપ્રથમ વખત માતાના મઢે જશે. જેમાં ક્ષત્રિય આંદોલનને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. તેમાં ક્ષત્રિય આંદોલનને લઈને ભાજપે રણનીતિ બદલી છે. તેમાં આજે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આશાપુરા મઢમાં દર્શને જઇ રહ્યાં છે. જેમાં ક્ષત્રિય પ્રભાવિત બેઠક પર ભાજપે સંમેલન યોજી ક્ષત્રિયોને સમજાવવાના પ્રયાસો શરૂ કર્યા છે. BJPના ક્ષત્રિય આગેવાનોને સામાજિક સંવાદ સાધવા સૂચના છે. તેમાં અલગ અલગ બેઠક પર ભાજપ સંમેલન યોજી રહ્યું છે.
આ પણ વાંચો: ગુજરાત: યુવતીનો વીડિયો એડિટ કરી સોશિયલ મીડિયામાં વાઈરલ કરવો યુવાનને ભારે પડ્યો
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ચૂંટણીલક્ષી કાર્યક્રમને લઇને કચ્છ પહોંચશે
આજે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ચૂંટણીલક્ષી કાર્યક્રમને લઇને કચ્છ પહોંચશે, અહીંથી સીએમ ભૂપેન્દ્ર પટેલનો પ્રચંડ પ્રચાર શરૂ થશે. આજે ભાજપ ઉમેદવાર વિનોદ ચાવડાના સમર્થનમાં સીએમ મેગા રેલી કરશે, આ ઉપરાંત માતાના મઢના દર્શન પણ કરશે. કચ્છના નખત્રાણામાં તેઓ એક મોટી જનસભાને સંબોધિત કરશે. ભૂપેન્દ્ર પટેલ ભાજપ ઉમેદવાર વિનોદ ચાવડાના સમર્થનમાં પ્રચંડ પ્રચાર કરવા મેદાનમાં ઉતરશે. ખાસ વાત છે કે, આજે ભૂપેન્દ્ર પટેલ પોતાની જનસભા અગાઉ કચ્છમાં માતાના મઢે દર્શન કરશે, આશાપુરા માતાના ચરણોમાં શીશ ઝૂકાવશે, આ પ્રસંગે ભૂપેન્દ્ર પટેલ માતાજીને સાડી અને ફૂલહાર ચઢાવીને તલવાર અને પ્રસાદનો ભોગ પણ લગાવશે. માતાજીના દર્શન કરીને મુખ્યમંત્રી પ્રચારની સાથે સાથે રાજ્યની શાંતિ અને સલામતી માટે પણ પ્રાર્થના કરશે.