અમદાવાદગુજરાતટોપ ન્યૂઝ

અમદાવાદમાં IPS અધિકારી રાજન સુસરાના પત્નીએ ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો

Text To Speech

અમદાવાદઃ શહેરમાં IPS અધિકારીના પત્નીએ આપઘાત કરતાં ચકચાર મચી જવા પામી છે. શહેરના થલતેજ વિસ્તારમાં રહેતા IPS રાજન સુસરાના પત્નીએ આપઘાત કર્યો હોવાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ અને ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા છે અને વધુ તપાસ હાથ ધરી છે. આ આપઘાતને લઈને સમગ્ર પોલીસ બેડામાં હડકંપ મચી ગયો છે.

પોલીસ તમામ બાબતે તપાસ કરી રહી છે
પ્રાપ્ત વિગતો પ્રમાણે અમદાવાદના થલતેજ વિસ્તારમાં સાંગરીલા બંગ્લોઝમાં IPS અધિકારી રાજન સુસરા પરિવાર સાથે રહે છે. તેમની પત્નીએ આજે અગમ્ય કારણોસર આપઘાત કરી લેતાં સમગ્ર પોલીસ બેડામાં હડકંપ મચી ગયો છે. તેમણે કયા કારણે આપઘાત કર્યો તે અંગે હાલ કોઈ વિગતો પ્રકાશમાં આવી નથી. આ અંગે ઝોન-7 DCP તરૂણ દુગ્ગલે મીડિયાને જણાવ્યું હતું કે, અમને માહિતી મળ્યા બાદ અમારી પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી છે. હાલ આપઘાત પાછળનું કારણ અમને જાણવા મળ્યું નથી. પોલીસ તમામ બાબતે તપાસ કરી રહી છે.

ગઈકાલે જ સુરતથી અમદાવાદ પરત આવ્યા હતાં
ઉલ્લેખનીય છે કે, તેઓ ગઈકાલે જ સુરતથી અમદાવાદ પરત આવ્યાં હતાં. વલસાડમાં મરિન સિક્યોરિટી SP રાજન સુસરાએ પાટીદાર અનામત આંદોલન વખતે અભૂતપૂર્વ ભૂમિકા ભજવી હતી. એ વખતે આનંદીબહેન પટેલ સરકારમાં તેઓ મોરબી કે સુરેન્દ્રનગર જિલ્લામા SP હતા. તેમણે હાર્દિક પટેલને જેલ ભેગા કર્યા હતા.

આ પણ વાંચોઃ  BSFનો આજે 59મો સ્થાપના દિવસ, મેરૂ ટ્રેનિંગ સેન્ટરમાં કરાઈ ઉજવણી

Back to top button