રાજ્યભરમાં આગામી 14 માર્ચથી ગુજરાત શિક્ષણ બોર્ડની ધોરણ-10 અને 12 બોર્ડની પરીક્ષાના શ્રીગણેશ થશે. બોર્ડ પરીક્ષાને લઇને વિદ્યાર્થીઓ રિવિઝન સહિતની તૈયારીઓમાં વ્યસ્ત છે. બીજીબાજુએ સ્થાનિક શિક્ષણ તંત્ર બેઠક વ્યવસ્થાની તડામાર તૈયારી કરી રહ્યું છે.
આ પણ વાંચો: સુરત: અમરનાથ યાત્રાળુઓને આ જગ્યાથી ફિટનેસ સર્ટિ. મળશે
‘નિર્ભિક અને સ્વસ્થ મને પરીક્ષા આપજો’
દરમિયાન બોર્ડ પરીક્ષાને લઇને વિદ્યાર્થીઓ તણાવમુક્ત રહે અને વાલીઓ પણ વિદ્યાર્થીઓના પરીક્ષાયજ્ઞમાં પૂરતો સહકાર આપે એ હેતુથી હજારો વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપતો પત્ર મોક્લવામાં આવશે. ‘નિર્ભિક અને સ્વસ્થ મને પરીક્ષા આપજો’ એવો સંદેશ આપતો રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પ્રાથમિક-માધ્યમિક અને પૌઢ શિક્ષણના મંત્રી ડો. કુબેર ડીંડોર, રાજ્યકક્ષાના શિક્ષણ મંત્રી પ્રફુલ પાનશેરીયાનો પત્ર વિદ્યાર્થી, વાલીઓને મોકલાશે.
આ પણ વાંચો: રાજકોટમાં ફરસાણ અને ઠંડા પીણાના વેપારીઓમાં ફફડાટ, ફૂડ શાખાએ દરોડા પાડ્યા
વિદ્યાર્થીઓ તણાવમુક્ત વાતાવરણમાં રહીને પરીક્ષા આપે
નોંધનીય છે કે, વિદ્યાર્થીઓની ઉજ્જવળ કારકિર્દી માટે ધોરણ-10 અને 12 બોર્ડની પરીક્ષા, તેનું પરિણામ મહત્વનું સાબિત થાય છે. જોકે, તે સાથે જ વિદ્યાર્થીઓ તણાવમુક્ત વાતાવરણમાં રહીને પરીક્ષા આપે એ પણ એટલું જ જરૂરી છે. વિદ્યાર્થીઓને આ સંદર્ભે યોગ્ય માર્ગદર્શન આપતો રાજ્યના મુખ્યમંત્રી, શિક્ષણમંત્રીનો પત્ર મોકલવામાં આવશે.
આ પણ વાંચો: જુનાગઢની સિવિલ હોસ્પિટલમાં આ દર્દિઓ માટે આધુનિક વેલનેશ સેન્ટર નિર્માણ થશે
પરીક્ષાની હોલટીકીટ સાથે આ પત્ર અપાશે
સુરત શિક્ષણાધિકારી કચેરીના સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ, હાલની ઘડીએ સુરતના બોર્ડના તમામ પરિક્ષાર્થીદીઠ બે-બે માર્ગદર્શન પત્રો આવી ચૂક્યા છે. સુરતના વિવિધ સર્વ શિક્ષા સંકુલદીઠ તેનું વિતરણ કરી દેવાયું છે. શાળાઓને પોતાના સંકુલમાંથી પત્રો લઇ લેવાની સૂચના આપી છે. શાળાઓ આગામી દિવસોમાં બોર્ડ પરીક્ષાની હોલટીકીટ સાથે જ આ પત્રો પણ વિદ્યાર્થી, વાલીઓને મોકલી આપવામાં આવશે.