ગુજરાતટ્રેન્ડિંગ

ગુજરાત: મંત્રીના પીએ હોવાનો દાવો કરી આરોપીએ લોકોને નોકરીની લાલચ આપી લાખોની ઠગાઇ કરી

  • હેતલબેન પરાગભાઈ ગોહિલએ બોટાદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી
  • એક મહિલા સહિત ત્રણ વિરુદ્ધ બોટાદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થઇ
  • 15 લોકોને નોકરીની લાલચ આપી રૂપિયા 43 લાખની ઠગાઈ કરી

મંત્રીના પીએ હોવાનો દાવો કરી આરોપીએ લોકોને નોકરીની લાલચ આપી લાખોની ઠગાઇ કરી છે. જેમાં આરોપીએ હું મંત્રીનો પીએ છું કહી 15ને નોકરીની લાલચ આપી રૂપિયા 43 લાખની ઠગાઈ કરી છે. મુખ્ય આરોપી પોતે મંત્રીનો પીએ હોવાનો દાવો કરતો હતો. જેમાં એક મહિલા સહિત ત્રણ વિરુદ્ધ બોટાદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.

આ પણ વાંચો: ગુજરાતમાં નશાની હાલતમાં વાહન ચલાવતા પકડાશો તો જપ્ત થયેલા વાહનોની હવે તત્કાળ હરાજી થશે

છ લાખ રૂપિયા આપી જાવ એટલે હું તમારો નોકરીનો ઓર્ડર મોકલી આપુ

છ લાખ રૂપિયા આપી જાવ એટલે હું તમારો નોકરીનો ઓર્ડર મોકલી આપુ તેમ કહી ઠગાઈ આચરી હતી. ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા સન 2022મા મલ્ટિ પર્પજ હેલ્થ વર્કરની ભરતી માટે પરીક્ષા યોજવામાં આવી હતી. જેમાં જગદીશ પંચાલ તથા અન્ય બે ઈસમો દ્વારા વિદ્યાર્થીઓને નોકરી અપાવી દેવાનું કહીને દરેક પાસેથી લાખો રૂપિયાના ઉઘરાણા કર્યાના ગંભીર આક્ષેપ સાથે મુખ્યમંત્રીને રજૂઆત કરાયેલ હતી. જેના અનુસંધાને બોટાદ સહિત રાજકોટ, ભાવનગર , સુરેન્દ્ર નગર જિલ્લાના 15 જેટલા વ્યક્તિઓને નોકરીની લાલચ આપી રૂપિયા 43,50,000 ની છેતરપિંડી કરનાર એક મહિલા સહિત ત્રણ વિરુદ્ધ બોટાદની મહિલા દ્વારા બોટાદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.

હેતલબેન પરાગભાઈ ગોહિલએ બોટાદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી

બોટાદ શહેરમાં રહેતા હેતલબેન ગોહિલ તથા તેના પતિ બે વર્ષ પહેલા સાળંગપુર મંદિર ખાતે દર્શન કરવા માટે ગયેલ ત્યારે આરોપી ભરત સોલંકી એ આરોપી શિલ્પાબેન અજયકુમાર દવે સાથે મુલાકાત કરાવી શિલ્પાબેને ફરિયાદી હેતલ બેનને ગાંધીનગર બોલાવી મુલાકાત કરાવી ત્રણેયે હેતલબેનને ફીમેલ હેલ્થ વર્કરની નોકરીનો ઓર્ડર અપાવવાની લાલચ આપી તમે મને છ લાખ રૂપિયા આપી જાવ એટલે હું તમારો નોકરીનો ઓર્ડર મોકલી આપુ તેમ કહ્યુ હતું. છેલ્લા એક વર્ષથી ખોટા વાયદા કરેલ ત્યારબાદ એક વર્ષ બાદ તેઓનું નામ ન હોય જેથી હેતલ બેનને તેમની સાથે છેતરપિંડી થયાનું જણાયું હતું. 15 જેટલા વ્યક્તિઓને નોકરીની લાલચ આપી પાત્રીસ લાખ પચાસ હજાર મળી 43.50 લાખની છેતરપિંડી કર્યાની હેતલબેન પરાગભાઈ ગોહિલએ બોટાદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવેલ છે.

Back to top button