ગુજરાતટોપ ન્યૂઝ

ગુજરાત: ક્રિકેટ સટ્ટા અને ઓનલાઇન ગેમની બ્લેકમની રેકેટનો સીઆઈડી ક્રાઇમે પર્દાફાશ કર્યો

Text To Speech
  • 35 બોગસ ખાતામાં 1,200 કરોડનું ટ્રાન્ઝેક્શન કર્યું
  • જરૂરિયાતમંદ લોકોના ડોક્યુમેન્ટ મેળવી લેવામાં આવતા હતા
  • કંપનીના નામે બોગસ ખાતા ખોલાવી તેમાં કરોડોના વ્યવહારો કરતા

ગુજરાતમાં ક્રિકેટ સટ્ટા અને ઓનલાઇન ગેમની બ્લેકમની રેકેટનો સીઆઈડી ક્રાઇમે પર્દાફાશ કર્યો છે. જેમાં સટ્ટાકિંગ અમિત મજેઠિયા આણી મંડળીના 35 બોગસ ખાતામાં 1,200 કરોડનું ટ્રાન્ઝેક્શન કર્યું છે. લોન લેવા માગતા લોકોના નામે ફોરેન ટ્રેડના એકસ્પોર્ટ અને ઇમ્પોર્ટના લાઇસન્સથી બોગસ કંપનીઓ બનાવી છે.

આ પણ વાંચો: ઇસ્કોન બ્રિજ પર 9 લોકોનો ભોગ લેનારા તથ્ય પટેલના હૃદયના ધબકારા વધ્યા અને જામીન માટે પ્લાન બનાવ્યો 

જરૂરિયાતમંદ લોકોના ડોક્યુમેન્ટ મેળવી લેવામાં આવતા હતા

કમિશન અને લોનની લાલચ આપી જરૂરિયાતમંદ લોકોના ડોક્યુમેન્ટ મેળવી લેવામાં આવતા હતા. CID ક્રાઈમે ક્રિકેટ સટ્ટા કિંગ અમિત મજેઠિયા આણી મંડળીએ 1,200 કરોડનું કાળું નાણાંની બોગસ એકાઉન્ટોમાં હેરાફેરી કર્યાનો ઘટસ્ફોટ કરી અમિત મજેઠિયા સહિત સાત આરોપી વિરુદ્ધ સોમવારે સાંજે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. તપાસમાં ખુલેલી વિગતો મુજબ આરોપીઓ લોન કે પૈસાની જરૂરિયાતવાળા લોકોને લોન અપાવવાની કે ખાતામાં સહાયની રકમ જમા થશે તેવી લાલચ આપીને બેંક એકાઉન્ટ ખોલાવવા માટે ડોક્યુમેન્ટ લેતા હતા. જે તે વ્યક્તિના નામનું બેંક એકાઉન્ટ ખોલાવી આરોપીઓ તેને અમુક રકમ આપ્યા બાદ તેની જાણ બહાર આ બેંક એકાઉન્ટ પર કંપનીનું લાઈસન્સ જેમાં ટ્રેડિંગ કંપની, એક્સપોર્ટ-ઈમ્પોર્ટ કંપની વગેરેના લાઇસન્સ મેળવી બોગસ કંપનીઓ બનાવતા હતા.

આ પણ વાંચો: અમદાવાદમાં મણિનગર રેલવે ક્રોસિંગ 13 દિવસ માટે બંધ, જાણો વૈકલ્પિક રૂટ 

કંપનીના નામે બોગસ ખાતા ખોલાવી તેમાં કરોડોના વ્યવહારો કરતા

કંપનીના નામે બોગસ ખાતા ખોલાવી તેમાં કરોડોના વ્યવહારો કરતા હતા. આમ ટૂંકા ગાળામાં આ ખાતાઓમાં 1,200 કરોડથી વધુની હેરાફેરી કરી નાંખી હતી. સીઆઇડી ક્રાઇમને મળેલી ગુપ્ત અરજીમાં ત્રણ બેંક એકાઉન્ટની વિગતો આપી રજૂઆત કરવામાં આવી હતી કે, આ ખાતાઓમાં કાળા નાણાંની હેરાફેરી થઈ રહી છે. જેના આધારે તપાસ કરી પોલીસે આવા 35 જેટલા બેંક એકાઉન્ટ શોધી કાઢયા બાદ સ્પષ્ટ થયું કે, આ રેકેટમાં ક્રિકેટ સટ્ટા રેકેટના સૂત્રધાર અમિત મજેઠીયા આણી મંડળીનો હાથ છે.

Back to top button