- સોમવારે દેવ દિવાળીની રજા બાદ આગામી સપ્તાહે કેબિનેટની બેઠક પણ નથી
- રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ આજથી ત્રણ દિવસ માટે દુબઈના પ્રવાસે
- મુખ્યમંત્રીનો ચાર્જ મંત્રી મંડળના સાથી મંત્રીને સોંપ્યો નથી
ગુજરાતના મુખ્યમંત્રી જાપાન ગયા છેય તેમજ ગૃહમંત્રી આજથી દુબઈમાં છે અને ઉદ્યોગ મંત્રી પણ મલેશિયા જશે. ત્યારે પૂરોગામીઓની જેમ CMનો ચાર્જ કોઈને સોંપ્યો નહીં. તથા ચીફ સેક્રેટરી સહિત અડધો ડઝન સિનિયર IAS પણ વાઈબ્રન્ટ સમિટ માટે ફોરેન ટૂરમાં છે.
રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ આજથી ત્રણ દિવસ માટે દુબઈના પ્રવાસે
ભારત અને UAE વચ્ચે 85 બિલિયન યુએસ ડોલરનો ટ્રેડ છે. સીએમ ભૂપેન્દ્ર પટેલ શનિવારે સાંજે મુંબઈ થઈને જાપાનના ટોક્યો જવા રવાના થયા હતા. સિંગાપોર સહિત એક સપ્તાહ માટે વાઈબ્રન્ટ ગુજરાત સમિટ-2024ના ઉપલક્ષ્યમાં વિદેશ પ્રવાસે જઈ રહેલા આ હાઈલેવલ ડેલિગેશનમાં મુખ્યમંત્રીની સાથે 6 IAS સહિત કુલ સાત સભ્યો જોડાયા છે. વાઈબ્રન્ટ સમિટની પૂર્વ તૈયારીનો ભાગરૂપે ગૃહ અને ઉદ્યોગ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ આજથી ત્રણ દિવસ માટે દુબઈના પ્રવાસે રહેશે. જ્યારે કેબિનેટ ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂત 1લી ડિસેમ્બરથી મલેશિયાના પ્રવાસે જશે.
મુખ્યમંત્રીનો ચાર્જ મંત્રી મંડળના સાથી મંત્રીને સોંપ્યો નથી
શનિવારે જાપાન, સિંગાપોરના એક સપ્તાહ માટે વિદેશ પ્રવાસે જતા પહેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ પોતાના પુરોગામીઓની જેમ મુખ્યમંત્રીનો ચાર્જ મંત્રી મંડળના સાથી મંત્રીને સોંપ્યો નથી. સોમવારે દેવ દિવાળીની રજા બાદ આગામી સપ્તાહે કેબિનેટની બેઠક પણ નથી. કારણ કે, મુખ્યમંત્રીની સાથે રાજ્યના મુખ્યસચિવ રાજકુમાર, મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ- ACS પંકજ જોષી, ઉદ્યોગ વિભાગના ACS એસ.જે.હૈદર, ગિફ્ટ સિટીના વરિષ્ટ પ્રતિનિધી, દિલ્હી સ્થિત ગુજરાતના રેસિડેન્ટ કમિશનર આરતી કંવર, ઈન્ડેક્ષ્ટ-બીના મેનેજિંગ ડિરેક્ટર ગૌરાંગ મકવાણા અને મુખ્યમંત્રીના અંગત મદદનીશ નીલ પટેલ વિદેશ પ્રવાસમાં જોડાયેલા છે.
ભારત અને UAE વચ્ચે 85 બિલિયન યુએસ ડોલરનો ટ્રેડ
ઉપરાંત આજથી ત્રણ દિવસ માટે ગૃહ- ઉદ્યોગ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી અને ઉર્જા પ્રેટ્રોકેમિકલ્સ વિભાગના અગ્રસચિવ મમતા વર્મા પણ દુબઈના પ્રવાસે જઈ રહ્યા છે. દુબઈમાં ત્રણ દિવસના પ્રવાસ દરમિયાન તેઓ ત્યા એકત્રિત થનારા વૈશ્વિક રોકાણકર્તાની બેઠકમાં રાજ્યમાં રોકાણ કરવા માટે વાઈબ્રન્ટ ગુજરાત સમિટ-2024ના આકર્ષણો રજૂ કરશે. દુબઈમાં ભારત સરકારના નાણામંત્રી નિર્માલા સિતારમણ અને કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવ પણ ઉપસ્થિત રહેશે. ભારત અને UAE વચ્ચે 85 બિલિયન યુએસ ડોલરનો ટ્રેડ છે અને અમેરિકા પછી ભારતીય ઉત્પાદનોની નિકાસ ધરાવે છે. મુખ્યમંત્રીની આગેવાનીમાં હાઈ લેવલ ડેલિગેશન 3જી ડિસેમ્બરે પરત આવશે. તે પહેલા 1લી ડિસેમ્બરથી ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂત, GIDCના મેનેજિંગ ડિરેક્ટર રાહુલ ગુપ્તાની આગેવાનીમાં ડેલિગેશન ત્રણ દિવસ માટે મલેશિયાના પ્રવાસે રહેશે.