ગુજરાતટોપ ન્યૂઝ

ગુજરાત: મુખ્યમંત્રીએ ‘ગાવ ચલો’ અભિયાનનો પ્રારંભ કરાવ્યો, વડગામના જલોત્રા ગામે રાત્રિ રોકાણ કર્યું

Text To Speech
  • મુખ્યમંત્રી વહેલી સવારે 7 વાગે ઊઠ્યા હતા
  • લક્ષ્મણ ભટોળના ઘરે ખેડૂતો સાથે CMની ખાટલા બેઠક
  • કરમાવત તળાવની પણ મુખ્યમંત્રી મુલાકાત લેશે

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ‘ગાવ ચલો’ અભિયાનનો પ્રારંભ કરાવ્યો છે. જેમાં વડગામના જલોત્રા ગામે રાત્રિ રોકાણ કર્યું છે. તેમજ જલોત્રા ગામે CM ભૂપેન્દ્ર પટેલે ખાટલા બેઠક યોજી છે. લક્ષ્મણ ભટોળના ઘરે ખેડૂતો સાથે CMની ખાટલા બેઠક યોજાઇ છે. તેમજ ખાટલા બેઠક બાદ મહિલાઓ સાથે બેઠક યોજાશે.

આ પણ વાંચો: ગુજરાતમાં ઠંડીનું જોર યથાવત, નલિયામાં સૌથી ઓછું 9 ડિગ્રી તાપમાન 

મુખ્યમંત્રી વહેલી સવારે 7 વાગે ઊઠ્યા હતા

CMએ વડગામના જલોત્રા ગામે રાત્રિ રોકાણ કર્યું છે. CMએ બાજરીનો રોટલો, શાક, ભાખરી, ખીચડી, દેશી ગાયનું દૂધ, શીરો સહિતનું ભોજન લીધું છે. તથા કરમાવત તળાવની પણ મુખ્યમંત્રી મુલાકાત લેશે. લક્ષ્મણ ભટોળના ઘરે બેઠક પૂર્ણ થયા બાદ ગામમાં અનેક બેઠકોનું આયોજન છે. વડગામના જલોત્રા ગામથી ગાવ ચલો અભિયાનનો પ્રારંભ કરાવતા મુખ્યમંત્રીએ જણાવ્યું છે કે
BJP મજબૂત બને તે રીતના કામ કરીએ.

વડગામના જલોત્રા ગામે રાત્રિ રોકાણ કર્યું

મુખ્યમંત્રી વહેલી સવારે 7 વાગે ઊઠ્યા હતા. ત્યારબાદ મુખ્યમંત્રીની ખાટલા બેઠક યોજાઇ હતી. ખાટલા બેઠક બાદ મહિલાઓ સાથે બેઠક યોજાશે. વડગામ પાલનપુર તાલુકાના જીવાદોરી સમાન કરમાવત તળાવની પણ મુખ્યમંત્રી મુલાકાત લેશે.

Back to top button