ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ કોરોના સંક્રમિત થયા છે. રથયાત્રાના ગણત્રીના દિવસો અગાઉ જ તેઓ કોરોના સંક્રમિત થતા હવે તેઓ હોમ ક્વોરન્ટાઇન થયા છે. સામાન્ય લક્ષણો જણાતા તેમણે કોરોના ટેસ્ટ કરાવ્યો હતો. જેમાં રિપોર્ટ પોઝિટિવ આવતા આખરે તેઓએ હોમ ક્વોરન્ટાઇન થવાનો નિર્ણય લીધો છે. આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
રાજસ્થાનના ઉદયપુરમાં થયેલી કરપીણ હત્યાને પગલે ઊભી થયેલી ભારેલા અગ્નિ જેવી સ્થિતિને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકાર પણ એલર્ટ બની ગઈ છે. આજે સાંજે રાજ્યના મુખ્યમંત્રી, ગૃહા રાજ્યમંત્રી અને પોલીસ વડાએ તમામ જિલ્લાના પોલીસ વડા અને પોલીસ કમિશનર સાથેની એક બેઠક યોજવામાં આવી છે. જેમાં રાજસ્થાનની ઘટના અને રથયાત્રા અંગેની પોલીસ વ્યવસ્થાની સંપૂર્ણ સમીક્ષા કરવામાં આવશે.