ગુજરાતટોપ ન્યૂઝ

ગુજરાત: સચિવાલયની ગલીઓમાંથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અંદરની વાત બહાર આવી

Text To Speech

તમને એમ લાગતું હોય કે તમે કોઈ કંપની કે સંસ્થામાં નોકરી કરો છો ને તમારા ઉપરી કર્મચારીઓથી કંટાળી જાઓ છો અથવા તો તેમને કંઈ કહી નથી શકતા એટલે જો તમે કંપનીના માલિક હોત તો કેવું સારું? તો સાંભળી લો ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીને પણ કંટાળો આવે તેવું બને અને તે પણ પોતાની ઉપર નહીં નીચે કામ કરતા બાબુઓથી.

આ પણ વાંચો: લો બોલો, ગુજરાતની આ નગરપાલિકા પોતાનું વીજબિલ ભરવા માટે સક્ષમ નથી

મારી કેબિનમાં આવવાનું નહીં કે મને વારંવાર કહેવાનું નહીં

સચિવાલયની ગલીઓમાંથી એક આવી જ ખબર બહાર નીકળી છે. વાત છે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની. તેમને સ્વભાવે સરળ અને સૌમ્ય માનવામાં આવે છે. તેમની કાર્યશૈલી પણ શાંતિપૂર્વક કામ કરવાની છે, પણ ઘણી બાબતો તેમને નારાજ કરે છે કે ગુસ્સો પણ અપાવે છે. તાજેતરમાં જ તેમણે સચિવાલયના સરકારી બાબુઓને કહી દીધું કે અમુક ખાતામાં ખાસ પ્રકારની પોસ્ટિંગ માટે મારી કેબિનમાં આવવાનું નહીં કે મને વારંવાર કહેવાનું નહીં.

આ પણ વાંચો: ગુજરાત: હ્યુમન પેપિલોમા વાયરસથી મહિલાઓમાં આ કેન્સરનું પ્રમાણ વધતા ચકચાર

અમુક વિશેષ ખાતામાં પોસ્ટિંગની અપીલ કરવા મને મળવું નહીં

દરેક સરકારી અધિકારી અને ખાસ કરીને ઉચ્ચ અધિકારીને નાણા, ગૃહ, ઉદ્યોગ, ઘરનિર્માણ જેવા મલાઈદાર ખાતામાં જ પદ જોઈતું હોય છે. જે વાત ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીને પરેશાન કરી રહી હતી. આથી તાજેતરમાં મળેલી પ્રધાનમંડળની બેઠકમાં તેમણે કહી દીધું કે તમને અધિકારીઓને ખાસ ખાતામાં જ કામ કરવું છે. પણ દરેક ખાતા અને ક્ષેત્રમાં કામ કરવું જરૂરી હોય છે. આમ કહી તેમણે આડકતરી રીતે બાબુઓને કહી દીધું કે અમુક વિશેષ ખાતામાં પોસ્ટિંગની અપીલ કરવા મને મળવું નહીં.

આ પણ વાંચો: ગુજરાતના આ મંદિરમાં ઉધરસ મટાડવા શ્રદ્ધાળુઓ રાખે છે ગાંઠિયાના પ્રસાદની બાધા

રાજકારણીઓ પણ જે તે ખાતાનું પ્રધાન પદ મેળવવા દોડભાગ કરતા હોય છે

મુખ્યમંત્રીની વાત પણ સાચી છે. દરેક ખાતા મહત્વના છે. તાજેતરમાં જ વેબર એન્ડ એમ્પ્લોયમેન્ટ ડિપાર્ટમેન્ટના સેક્રેટરીએ તેમના ડિપાર્ટમેન્ટને અન્ય ડિપાર્ટમેન્ટના અધિકારીઓ દ્વારા અન્યાય થતો હોવાની ઉગ્ર રજૂઆત કરી હતી. જોકે એ હકીકત પણ નકારી શકાય નહીં કે અમુક ખાતાને પ્રધાનો દ્વારા પણ વધારે મહત્વ આપવામાં આવતું હોય છે. આથી તો પ્રધાનમંડળની રચના સમયે રાજકારણીઓ પણ જે તે ખાતાનું પ્રધાન પદ મેળવવા દોડભાગ કરતા હોય છે.

Back to top button