ફરી જોવા મળી ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સાદગી


- CMએ કાફલો રોકાવીને ચાની કિટલી પર ચાની ચુસ્કીનો આનંદ માણ્યો
- સામાન્ય જનતાને પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મળ્યા છે
- મંત્રી કુબેર ડિંડોર, ભીખુસિંહ પરમાર પણ જોડાયા
CM ભૂપેન્દ્ર પટેલ સાદગી ફરી જોવા મળી છે. જેમાં હોટલ પર કાંસાના વાટકામાં ચા પીધી છે. અરવલ્લીના ધનસુરા નજીક મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પેટેલે ચાની ચુસ્કી માણી છે. જેમાં શીકા ચોકડી પાસે મુખ્યમંત્રીનો કાફલો ઉભો રહ્યો હતો. તેમાં સામાન્ય જનતાને પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મળ્યા છે.
આ પણ વાંચો: ગુજરાતમાં અંગ દઝાડતી ગરમીનો અહેસાસ, જાણો કયા કેટલુ રહ્યું તાપમાન
મંત્રી કુબેર ડિંડોર, ભીખુસિંહ પરમાર પણ જોડાયા
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સાદગી ફરી જોવા મળી છે. જેમાં અરવલ્લીના ધનસુરા નજીક ચાની ચુસ્કી માણી છે. શીકા ચોકડી પાસે CMએ ચાની ચુસ્કી લીધી હતી. જેમાં કાંસાના વાટકામાં CM ભૂપેન્દ્ર પટેલે ચા પીધી હતી. મંત્રી કુબેર ડિંડોર, ભીખુસિંહ પરમાર પણ જોડાયા હતા. અરવલ્લીના ધનસુરાના શીકા ચોકડી પાસે બાબા રામદેવ હોટલ પર ભૂપેન્દ્ર પટેલે ચાની ચુસ્કી લીધી હતી.
CMએ કાફલો રોકાવીને ચાની કિટલી પર ચાની ચુસ્કીનો આનંદ માણ્યો
CM ભૂપેન્દ્ર પટેલ તેના સૌમ્ય સ્વભાવ અને તેની સાદગી માટે જાણીતા છે. અગાઉ પણ CM ભૂપેન્દ્ર પટેલ કચ્છમાં ચાની કિટલી પર ચાની ચુસ્કી લેતા જોવા મળ્યા હતા. CMની ચાની ચુસ્કીનો વીડિયો પણ સામે આવ્યો હતો. ખાવડા જંક્શન ખાતે CMએ કાફલો રોકાવીને ચાની કિટલી પર ચાની ચુસ્કીનો આનંદ માણ્યો હતો. CMને એક સામાન્ય માણસની જેમ રસ્તા પર ચાની કિટલીએ ચા પીતા જોઈ લોકો તેમની આ સાદગીથી અભિભૂત થયા હતા.