- 27મી નવેમ્બરથી 7 અધિકારીઓનું ડેલિગેશન જાપાન અને સિંગાપોરના પ્રવાસે
- પૂર્વ એશિયાના જાપાન જેવા મિત્ર દેશ પર મુખ્યમંત્રીએ પસંદગી ઉતારી
- પહેલી અને બીજી ડિસેમ્બરે તેઓ સિંગાપોરના પ્રવાસે રહેશે
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જાપાન, સિંગાપોરની મુલાકાતે જશે. વાઈબ્રન્ટ ગુજરાત સમિટ- VGS 2024ના ઉપલક્ષ્યમાં 27મીથી જાપાન, સિંગાપોરની મુલાકાતે છે. જેમાં US, યુરોપને બદલે પૂર્વ એશિયાના દેશો પર પસંદગી ઉતરી છે. તેમાં ગુજરાતમાં મુડીરોકાણ માટે પ્રોત્સાહિત કરશે. તથા ઉદ્યોગ વિભાગના ACS સહિત 7 અધિકારીઓ જોડાશે.
આ પણ વાંચો: નવુ વર્ષ આનંદમય અને કલ્યાણમય રહે: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ
27મી નવેમ્બરથી 7 અધિકારીઓનું ડેલિગેશન જાપાન અને સિંગાપોરના પ્રવાસે
વાઈબ્રન્ટ ગુજરાત સમિટ- VGS 2024ના ઉપલક્ષ્યમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આગેવાનીમાં 27મી નવેમ્બરથી 7 અધિકારીઓનું ડેલિગેશન જાપાન અને સિંગાપોરના પ્રવાસે જઈ રહ્યુ છે. ઉલ્લેખનીય છે કે, 10મી વાઈબ્રન્ટ સમિટની પૂર્વ તૈયારીઓના ભાગરૂપે બિઝનેસ નેટવર્કિંગ, નોલેજ શેરિંગ અને વ્યુહાત્મક ભાગીદારી અને સમિટના પ્રમોશન માટે અગાઉ ગુજરાતમાંથી મુખ્યમંત્રીના નેતૃત્વમાં ડેલિગેશન અમેરિકા કે યુરોપિયન દેશોની મુલાકત લેશે તેમ મનાતુ હતુ. પરંતુ, પશ્ચિમના દેશોને બદલે પરંપરાગતપણે ગુજરાત સાથે દાયકાઓ જૂના સંબંધો અને મોટાપાયે મૂડીરોકાણ, ટેકનોલોજીમાં ભાગીદારી ધરાવતા પૂર્વ એશિયાના જાપાન જેવા મિત્ર દેશ પર મુખ્યમંત્રીએ પસંદગી ઉતારી છે.
પહેલી અને બીજી ડિસેમ્બરે તેઓ સિંગાપોરના પ્રવાસે રહેશે
બીજી ડિસેમ્બર સુધી વિદેશ પ્રવાસે રહેનારા હાઈલેવલ ડેલિગેશનમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે રાજ્યના મુખ્યસચિવ રાજકુમાર, મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ- ACS પંકજ જોષી, ઉદ્યોગ- ખાણ વિભાગના ACS એસ.જે.હૈદર, ગિફ્ટ સિટીના વરિષ્ટ પ્રતિનિધી, દિલ્હી સ્થિત ગુજરાતના રેસિડેન્ટ કમિશનર આરતી કંવર, ઈન્ડેક્ષ્ટ- બીના મેનેજિંગ ડિરેક્ટર ગૌરાંગ મકવાણા અને મુખ્યમંત્રીના અંગત મદદનીશ નીલ પટેલનો સમાવેશ થાય છે. ઉદ્યોગ વિભાગના જોઈન્ટ સેક્રેટરી બી.એસ.મહેતાની સહીથી જાહેર રજાઓ પૂર્વે પ્રસિદ્ધ એક ઠરાવમાં કહેવાયુ છે કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આગેવાનીમાં વિદેશ પ્રવાસે જઈ રહેલુ હાઈ લેવલ ડેલિગેશન 27થી 30મી નવેમ્બર દરમિયાન જાપાનની મુલાકાત લેશે. બાદમાં પહેલી અને બીજી ડિસેમ્બરે તેઓ સિંગાપોરના પ્રવાસે રહેશે.
પાંચેય રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીના પરિણામો ત્રીજી ડિસેમ્બરે જાહેર થશે
ગુજરાતનું ડેલિગેશન બંને દેશોના વડાપ્રધાન, ઉદ્યોગ, ટેકનોલોજી, શિક્ષણ સહિતના ક્ષેત્રોના પદાધિકારીઓ, ટેકનોક્રેટ અને મુડીરોકાણકર્તાઓને જાન્યુઆરીમાં યોજનાર વાઈબ્રન્ટ સમિટમાં પધારવા અને ગુજરાતમાં મુડીરોકાણ માટે પ્રોત્સાહિત કરશે, આમંત્રણ આપશે. છત્તીસગઢ, મિઝોરમ, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને તેલંગાણા એમ પાંચેય રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીના પરિણામો ત્રીજી ડિસેમ્બરે જાહેર થશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આ દિવસે વિદેશ પ્રવાસ પૂર્ણ કરીને પરત આવે તે રીતે ડેલિગેશનનો કાર્યક્રમ તૈયાર થયો છે.