- આ પ્રવાસ 27 નવેમ્બરે 7 અધિકારીઓ સાથે શરૂ થશે
- 27 નવેમ્બરથી-2 ડિસેમ્બર સુધી 7 અધિકારીઓનું ડેલિગેશન યોજાશે
- પ્રવાસ દરમિયાન તેઓ ગુજરાતમાં મૂડી રોકાણ માટે પ્રોત્સાહિત કરશે
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વિદેશ પ્રવાસે જશે. 27 નવેમ્બરથી એક સપ્તાહના વિદેશ પ્રવાસે જશે. તેમાં અધિકારીઓ સાથે જાપાન અને સિંગાપુરના પ્રવાસે જશે. તથા વાયબ્રન્ટ સમિટના ભાગરૂપે વિદેશ પ્રવાસ કરશે.
આ પણ વાંચો: ગુજરાતના 9 શહેરમાં 20 ડિગ્રીથી નીચું તાપમાન, જાણો સૌથી વધુ ઠંડી ક્યા પડી
આ પ્રવાસ 27 નવેમ્બરે 7 અધિકારીઓ સાથે શરૂ થશે
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વિદેશ પ્રવાસે જશે. વાયબ્રન્ટ ગુજરાત સમિટના ભાગરૂપે સીએમ ભૂપેન્દ્ર પટેલ બે દેશોના પ્રવાસે જશે. બે દેશમાં એક જાપાન અને બીજો સિંગાપોર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે અનેક સિનિયર અધિકારીઓ પણ જશે. મળી રહેલી માહિતી અનુસાર આ પ્રવાસ 27 નવેમ્બરે 7 અધિકારીઓ સાથે શરૂ થશે. આ પ્રવાસ દરમિયાન તેઓ ગુજરાતમાં મૂડી રોકાણ માટે પ્રોત્સાહિત કરશે.
આ પણ વાંચો: ગુજરાતમાં શિક્ષણ બોર્ડ દ્વારા બોર્ડની પરીક્ષા ફીમાં કરાયો વધારો
27 નવેમ્બરથી-2 ડિસેમ્બર સુધી 7 અધિકારીઓનું ડેલિગેશન યોજાશે
વાયબ્રન્ટ ગુજરાત સમિટ 2024 અંતર્ગત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આગેવાનીમાં તારીખ 27 નવેમ્બરથી 7 અધિકારીઓનું ડેલિગેશન જાપાન અને સિંગાપોર જશે. 2 ડિસેમ્બર સુધી આ વિદેશ પ્રવાસ ચાલુ રહેશે. આ દરમિયાન હાઈલેવલ ડેલિગેશનમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે દિલ્હી સ્થિત ગુજરાતના રેસિડેન્ટ કમિશનર આરતી કંવર, ઈન્ડેક્ષ્ટ-બીના મેનેજિંગ ડિરેક્ટર ગૌરાંગ મકવાણા, રાજ્યના મુખ્ય સચિવ રાજકુમાર, CMના અધિક મુખ્ય સચિવ- ACS પંકજ જોષી, ઉદ્યોગ- ખાણ વિભાગના ACS એસ.જે.હૈદર, ગિફ્ટ સિટીના વરિષ્ઠ પ્રતિનિધિ સહિત CMના અંગત મદદનીશ નીલ પટેલ પણ હાજર રહેશે.
આ પણ વાંચો: વર્લ્ડ કપની ફાઈનલ મેચમાં વિરાટ કોહલી પાસે આવેલા યુવક મામલે થયો મોટો ખુલાસો
ગુજરાતમાં મૂડી રોકાણ માટે કરશે પ્રોત્સાહિત
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આગેવાનીમાં વિદેશ પ્રવાસે જઈ રહેલું હાઈ લેવલ ડેલિગેશન પહેલા જાપાન જશે. તારીખ 27થી 30 નવેમ્બર દરમ્યાન જાપાનની મુલાકાત લેશે. આ પછી તેઓ સિંગાપોર જશે અને 2 ડિસેમ્બર સુધી અહીં રોકાશે. ગુજરાતનું ડેલિગેશન બંને દેશોના વડાપ્રધાન, ઉદ્યોગ, ટેક્નોલોજી, શિક્ષણ સહિતના ક્ષેત્રોના પદાધિકારીઓ, ટેક્નોક્રેટ અને મુડીરોકાણકર્તાઓને જાન્યુઆરીમાં યોજનારા વાઈબ્રન્ટ સમિટમાં પધારવા તેમજ ગુજરાતમાં મૂડી રોકાણ માટે પ્રોત્સાહિત કરશે.