ગુજરાત : ડાકોરના રણછોડરાય મંદિરના દર્શન-આરતીના સમયમાં ફેરફાર


- દર વર્ષે ફાગણ પૂર્ણિમાના દિવસે મેળાનું આયોજન કરવામાં આવે છે
- ત્રણ દિવસ રણછોડરાયજીના દર્શન માટે સમયમાં વધારો કરવામાં આવ્યો
- આ દિવસે લાખો શ્રદ્ધાળુઓ રણછોડજીના મંદિરે દર્શનાર્થે પહોંચે છે
ગુજરાતના ડાકોરમાં દર વર્ષે ફાગણ પૂર્ણિમાના દિવસે મેળાનું આયોજન કરવામાં આવે છે. આ દિવસે લાખો શ્રદ્ધાળુઓ રણછોડજીના મંદિરે દર્શનાર્થે પહોંચે છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ ફાગણ પૂર્ણિમાના મેળાને લઈને તૈયારીઓ શરૂ થઈ ચુકી છે. જેના ભાગ રૂપે ડાકોર ટેમ્પલ કમિટી દ્વારા ત્રણ દિવસ રણછોડરાયજીના દર્શન માટે સમયમાં વધારો કરવામાં આવ્યો છે.
ફાગણ સુદ તેરસ બુધવારનો સમય
સવારના 5.45 વાગ્યે નિજમંદિર ખુલશે. 6.00 વાગ્યે મંગળા આરતી તથા 6.00થી 8.30 સુધી દર્શન કરી શકાશે, 8.30થી 9.00 સુધી દર્શન બંધ રહેશે, 9.00 વાગ્યે શણગાર આરતી તથા 9.00થી 12.00 સુધી દર્શન કરી શકાશે, 12.00થી 12.30 સુધી દર્શન બંધ રહેશે, 02 વાગ્યે ઠાકોરજી પોઢી જશે, 03.30 વાગ્યે નિજમંદિર ખુલશે તથા 03.45 વાગ્યે શયનભોગ આરતી, 03.45 ઠાકોરજી પોઢી જશે.
ફાગણસુદ ચૌદસને ગુરૂવાર (હોળી પૂજન)
સવારના 4.45 વાગ્યે નિજમંદિર ખુલશે તથા 5.00 વાગ્યે મંગળા આરતી અને 5.00થી 7.30 સુધી દર્શન કરી શકાશે. 7.30 થી 8.00 સુધી દર્શન બંધ રહેશે, 8.00 વાગ્યે શણગાર આરતી, 8.00થી 01.30 સુધી દર્શન કરી શકાશે, 01.30થી 2.00 સુધી દર્શન બંધ રહેશે, 2.00 વાગ્યે રાજભોગ આરતી, 02.00થી 05.30 સુધી દર્શન કરી શકાશે તથા 05.30થી 06.00 સુધી દર્શન બંધ રહેશે. 6:00 થી 8:00 દર્શન કરી શકાશે. 08.00થી 08.15 દર્શન બંધ રહેશે. 08.15 વાગ્યે શયનભોગ આરતી તથા 08.15થી ઠાકોરજી પોઢી જશે. તેમજ 12 માર્ચથી 15 માર્ચ સુધી મંદિરની પરિક્રમા બંધ રહેશે. આ સિવાય સુધી બહારના રાજભોગ, ગૌપૂજા અને તુલા પણ બંધ રાખવામાં આવ્યા છે.