ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

ગુજરાત: સિરામિક ટાઇલ્સની ફેક્ટરીમાં દરોડા, GST કૌભાંડનો આંકડો 100 કરોડ જેટલો

  • રાજકોટ, મોરબી, ધાંગ્રધ્રા, અજમેર, રાજસ્થાન અને અમદાવાદમાં દરોડા
  • તપાસમાં સિરામિક ટાઇલ્સ બનાવતી ફેકટરીની 5.20 કરોડની જીએસટીની ચોરી પકડાઇ
  • દસ સ્થળોએ દરોડા પાડી કરચોરીના દસ્તાવેજો જપ્ત કરાયા છે

ગુજરાતમાં સિરામિક ટાઇલ્સની ફેક્ટરીમાં દરોડા પડ્યા છે. જેમાં GST કૌભાંડનો આંકડો 100 કરોડ જેટલો થયો છે. તથા એકની ધરપકડ કરાઈ છે. રાજકોટ, મોરબી, ધાંગ્રધ્રા, અજમેર, રાજસ્થાન અને અમદાવાદમાં દરોડા પાડ્યા છે. જેમાં મોરબીની સિરામિક ફેકટરીમાં દરોડા પાડીને મોટીમાત્રામાં વાધાજનક દસ્તાવેજો જપ્ત કર્યા છે.

આ પણ વાંચો: હોળી બાદ કેટલાક ભાગોમાં કમોસમી વરસાદની અંબાલાલ પટેલે કરી આગાહી 

તપાસમાં સિરામિક ટાઇલ્સ બનાવતી ફેકટરીની 5.20 કરોડની જીએસટીની ચોરી પકડાઇ

બોગસ બિલ આપનાર માસ્ટર માઇન્ડની રાજસ્થાનના અજમેરથી ધરપકડ કરી છે. ડાયરેક્ટર જનરલ ઓફ ગુડ્સ એન્ડ સર્વિસટેકસ ઇન્ટેલીજન્સ (ડીજીજીઆઇ) અમદાવાદ ઝોન યુનિટને બાતમી મળતા મોરબીની સિરામિક ફેકટરીમાં દરોડા પાડીને મોટીમાત્રામાં વાધાજનક દસ્તાવેજો જપ્ત કર્યા છે. સિરામિક ટાઇલ્સ બનાવતી ફેકટરીઓને બોગસ બિલ આપનાર માસ્ટર માઇન્ડની રાજસ્થાનના અજમેરથી ધરપકડ કરી છે. બોગસ બિલો બનાવી આપનાર નિતીન રમેશચન્દ્ર ભીમાણીને રાજકોટ ઝોનલ યુનિટમાં લઇ જઇને સ્ટેટમેન્ટ લઇને ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કરાયો છે. પ્રાથમિક તપાસમાં સિરામિક ટાઇલ્સ બનાવતી ફેકટરીની 5.20 કરોડની જીએસટીની ચોરી પકડાઇ છે.

આ પણ વાંચો: ગુજરાત: હોળી આગમન પૂર્વે બજારમાં મકાઇ ધાણીના ભાવમાં રૂ.100નો ધરખમ વધારો 

દસ સ્થળોએ દરોડા પાડી કરચોરીના દસ્તાવેજો જપ્ત કરાયા છે

માસ્ટર માઇન્ડ નિતીન ભીમાણી મોરબીની દસ ફેક્ટરીઓને બોગસ ટ્રાન્સપોર્ટના બિલો, બોગસ ઇ-વે બિલ અને બોગસ ખરીદ વેચાણના બિલો બનાવી આપતો હતો. ફેકટરી માલિકોની પણ સંડોવણી બહાર આવી છે અને એક્સાઇઝ ઇન્ટેલીજન્સના અધિકારીઓ ટૂક સમયમાં સિરામિક ટાઇલ્સના માલિકોની ધરપકડ કરશે. નિતીન ભીમાણી જે ફેકટેરી માલિકો માટે બોગસ બિલિંગ કરતો તેના નામો તપાસનીસ અધિકારીઓને મળી ગયા છે જેના આધારે આગળની તપાસ ચાલશે. જીએસટી કૌભાડનો આંકડો 100 કરોડ જેટલો છે. દસ સ્થળોએ દરોડા પાડી કરચોરીના દસ્તાવેજો જપ્ત કરાયા છે. સિરામિક ટાઇલ્સ ભરેલી ટ્રકો રાજસ્થાન મોકલાઇ રહી છે તેવા બોગસ ટ્રાન્સપોર્ટના બિલો બનાવી મોટાપાયે જીએસટીની ચોરી કરાતી હતી. ટ્રાન્સપોર્ટમાં ડિલિવરી કરાઇ છે તે માટે ઇ-વે બિલ જનરેટ કરાતી હતી. પાછળથી ડિલીટ કરી દેવાતા હતા.

Back to top button