ગુજરાત સાવધાન: હોર્મોન્સ કન્ટેન્ટને લગતી દવાઓ પણ બ્રેસ્ટ કેન્સરનું કારણ બની શકે
- 20થી 30 વર્ષની વયે પણ બ્રેસ્ટ કેન્સરના દર્દી જોવા મળી રહ્યા છે
- સામાન્ય રીતે કેન્સરની ગાંઠમાં દુખાવા જેવું હોતું નથી
- દર મહિને એક વાર જાત તપાસ કરવી જોઈએ
ગુજરાત સાવધાન થઇ જાય. હોર્મોન્સ કન્ટેન્ટને લગતી દવાઓ પણ બ્રેસ્ટ કેન્સરનું કારણ બની શકે છે. તેમાં બાળક ન થાય તે માટે લેવાતી દવાઓ બ્રેસ્ટ કેન્સરનું કારણ બની શકે છે. હવે ઉંમરનો બાધ રહ્યો નથી. 20-30 વર્ષની વયે બ્રેસ્ટ કેન્સરના દર્દી જોવા મળી રહ્યા છે. શહેરી વિસ્તારોમાં મોટા ભાગે બ્રેસ્ટ કેન્સર અને ગ્રામ્ય વિસ્તારોમાં ગર્ભાશય કેન્સરના દર્દી વધુ છે.
આ પણ વાંચો: ગુજરાતમાં સતત બીજા સપ્તાહે પણ કમોસમી વરસાદ, જાણો આજે કયા ખાબકશે મેઘો
20થી 30 વર્ષની વયે પણ બ્રેસ્ટ કેન્સરના દર્દી જોવા મળી રહ્યા છે
એક સમયે 60થી 70 વર્ષની વયે મહિલાઓમાં બ્રેસ્ટ કેન્સર જોવા મળતું હતું. આજે 30થી 40 વર્ષની વયે જાણે કોમન થઈ ગયું છે, ચોંકાવનારી બાબત એ છે કે, હવે 20થી 30 વર્ષની વયે પણ બ્રેસ્ટ કેન્સરના દર્દી જોવા મળી રહ્યા છે. બાળક ન થાય તે માટે લેવાતી હોર્મોન્સ કન્ટેન્ટને લગતી દવાઓ પણ બ્રેસ્ટ કેન્સરનું કારણ બની શકે છે, તેમ અમદાવાદના સર્જન ડોક્ટરનું કહેવું છે. સામાન્ય રીતે કેન્સરની ગાંઠમાં દુખાવા જેવું હોતું નથી, બ્રેસ્ટ કે બગલના ભાગે ગાંઠ જેવું દેખાય તો તૂર્ત જ તપાસ થાય તે હિતાવહ છે, વિદેશમાં જે રીતે જાગૃતિ છે તે કમનસીબે આપણે ત્યાં હજુ નથી. બ્રેસ્ટ કેન્સરની જાત તપાસ માટે આપણે ત્યાં મહિલાઓને તાલીમ અપાતી હોય છે.
આ પણ વાંચો: ગુજરાતના આ શહેરમાં સ્વાઈન ફ્લૂના 11 શંકાસ્પદ દર્દી નોંધાયા, નાગરિકોમાં ફફડાટ
દર મહિને એક વાર જાત તપાસ કરવી જોઈએ
દર મહિને એક વાર જાત તપાસ કરવી જોઈએ. જરૂર લાગે તેવી સ્થિતિમાં સોનોગ્રાફી અને મેમોગ્રાફી કરાવવી જોઈએ. રોગનું ઝડપી નિદાન થાય તો સારવાર ચોક્કસ શક્ય બનતી હોય છે, પહેલાંના સમયમાં બ્રેસ્ટનો ભાગ દૂર કરવો પડતો હતો. જોકે હવે અર્લી સ્ટેજમાં ગાંઠ દૂર કરાય છે, આમ અર્લી સ્ટેજમાં જિંદગીની સાથે બ્રેસ્ટ પણ બચાવી શકાય છે. મહિલાઓમાં કેન્સર થવા પાછળના કારણોમાં બેઠાડું જીવન, મેદસ્વીતા, કસરતનો અભાવ, મોડા લગ્ન, સ્તનપાન ન કરાવવા જેવી બાબતો પણ સામેલ છે. એટલું જ નહિ પરંતુ છેલ્લા કેટલાક સમયથી મહિલાઓમાં સ્મોકિંગ અને દારૂના સેવનનું પ્રમાણ વધ્યું છે, આ ઉપરાંત મહિલાઓમાં શહેરી વિસ્તારોમાં મોટા ભાગે બ્રેસ્ટ કેન્સર અને ગ્રામ્ય વિસ્તારોમાં ગર્ભાશય કેન્સરના કેસ વધુ જોવા મળ્યા છે, તેમ નિષ્ણાત તબીબોનું કહેવું છે.