ગુજરાતટોપ ન્યૂઝ

ગુજરાત સાવધાન: કેરી કરતા સસ્તો રસ કેવી રીતે બનતો હશે!

Text To Speech
  • કેરીનો રસ 80થી 180 રૂપિયે કિલો મળી જાય
  • કેરીના રસના ભાવ કેરીના ભાવ કરતા પણ નીચા
  • રસમાં આતરડાના અનેક રોગ વકરાવે તેવી ભેળસેળ

કેરી કરતા પણ સસ્તા ભાવે મળતો રસ ‘મોંઘો’ ના પડી જાય. જેમાં મહાપાલિકાની ઉંઘતી આરોગ્યશાખાના પાપે જનઆરોગ્ય પર જોખમ છે. તેમાં સસ્તી કેરી, એસેન્સ, પપૈયાના પલ્પને ભેળવી કેરીના રસના નામે વેચાણ થઇ રહ્યું છે. તથા સસ્તા ભાવથી કેરીનો રસ વેચાઈ રહ્યો છે.

આ પણ વાંચો:  ભાવનગરમાં ગુરૂએ ચેલાને અવળે રસ્તે ચઢાવી કર્યું મોટુ કૌભાંડ 

ખરેખર આ કેરીનો રસ નથી પણ જાત જાતની ચીજોની ભેળસેળથી બનતો રસ

કેરીની સિઝનનો પ્રારંભ થયો છે અને કેરીના ભાવ હજુ ઉંચા છે. ત્યારે કેરીના રસના ભાવ કેરીના ભાવ કરતા પણ નીચા જોવા મળી રહ્યા છે. સારી કેરી 200ની કિલો છે ત્યારે ડેરીફાર્મમાં કેરીનો રસ 80થી 180 રૂપિયે કિલો મળી જાય છે. કેરી કરતા સસ્તો રસ કેવી રીતે બનતો હશે?. ખરેખર આ કેરીનો રસ નથી પણ જાત જાતની ચીજોની ભેળસેળથી બનતું રસ જેવું પ્રવાહી છે.

બળબળતા ઉનાળામાં કેરીને ઠંડો ઠંડો રસ જલસા કરાવી જાય

બળબળતા ઉનાળામાં કેરીને ઠંડો ઠંડો રસ જલસા કરાવી જાય છે પણ જો તમે આ રસ ઘરે કેરી લાવીને કાઢવાના બદલે બારોબારથી તૈયાર લાવ્યા છો તો તમારા પાચનતંત્રને આ રસનો ચટકો ભારે પડી જાય છે. કારણ કે આ રસમાં આતરડાના અનેક રોગ વકરાવે તેવી ભેળસેળ કરવામાં આવતી હોય છે. રાજકોટના ડેરીફાર્મ તેમજ કેરટર્સને આવો તૈયાર રસ કેરી કરતા પણ સસ્તા ભાવે પૂરો પાડતા પાંચેક કારખાના ધમધમી રહ્યાની ચર્ચા છે. સ્વામીનારાયણ ચોક પાસે બે દુકાનોમાં ભેળસેળીયો સસ્તો રસ ખૂલ્લેઆમ વેચાય છે. મોરબી રોડ ઉપર હોલસેલનો કારોબાર ધમધમે છે.

આ પણ વાંચો: ભાવનગરમાં ગેરકાયદે બાંધકામોનો રાફડો ફાટતા તંત્ર આકરા પાણીએ

ખૂલ્લેઆમ કેરી કરતા પણ સસ્તા ભાવથી કેરીનો રસ વેચાઈ રહ્યો છે

મિલ્ક શેક એટલે કે કેરીનો પલ્પ દૂધ સાથે કરીને વેચાણ કરવાનું માન્ય છે પણ જાત જાતના પ્રિઝર્વેટર અને સિન્થેટીક રંગ તેમજ પપૈયાના પલ્પને ભેળવીને રસ બનાવીને કેરીના રસ નામે વેચી શકાતો નથી. ભૂતકાળમાં આવા કિસ્સાઓ પકડયા છે અને જરૂરી કાર્યવાહી પણ કરવામાં આવી છે. કેરીના રસના નામે ભેળસેળીયા પદાર્થ પકડાવીને જન આરોગ્ય સાથે ચેડા કરનારાઓ મેદાનમાં આવી ગયા છે. ખૂલ્લેઆમ કેરી કરતા પણ સસ્તા ભાવથી કેરીનો રસ વેચાઈ રહ્યો છે જેની સામે હજુ સુધી કોઈ જ કાર્યવાહી થઈ નથી.

Back to top button