ગુજરાતમાં આજે ફરી કોરોનાના કેસની સદી નોંધાઈ છે. આજે રાજ્યમાં વધુ 121 કેસ સામે આવ્યા છે. આ સાથે જ ધીમેધીમે કોરોનાનો ઉપાડો વધતો જઈ રહ્યો છે. પહેલા જેવી પરિસ્થિતિનું ફરી નિર્માણ થતું જઈ રહ્યું છે. આજે ફરી સૌથી વધુ અમદાવાદમાં 49 કેસ નોંધાયા છે તો સુરત અને રાજકોટ 12 – 12 કેસ સાથે લગોલગ ચાલી રહ્યું છે. હવે ફરી કોરોના કેસ વધવાના શરૂ થઈ ગયા છે ત્યારે સાવચેતી રાખવી ખૂબ જરૂરી છે.
ક્યાં શહેર – જિલ્લામાં કેટલા કેસ નોંધાયા ?
રાજ્ય સરકારના આરોગ્ય વિભાગની યાદી મુજબ રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં અમદાવાદ જિલ્લામાં સૌથી વધુ કેસ 49, ભાવનગરમાં 3, ગાંધીનગરમાં 2, મહેસાણામાં 11, નવસારીમાં 1, પોરબંદરમાં 1, રાજકોટ 12, રાજકોટ જિલ્લામાં 7, સાબરકાંઠામાં 6, સુરત 12, સુરત જિલ્લામાં 3 અને વડોદરા શહેરમાં 4 કેસ નોંધાયા છે.
એક્ટીવ કેસનો આંક 521 થયો, 3 દર્દી વેન્ટિલેટર ઉપર
ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 121 કેસ નોંધાયા છે. જેમાં સૌથી વધુ 49 કેસ અમદાવાદમાં નોંધાયા છે. રાજ્યમાં આજે 35 દર્દીઓ સાજા થયા છે. રાજ્યમાં એક્ટીવ કેસનો આંકડો 521 થઈ ગયો છે. હાલમાં રાજ્યમાં ચાર દર્દીઓ વેન્ટીલેટર પર સારવાર લઈ રહ્યાં છે.