ગુજરાત: વિવિધ શહેરોમાં આંખના કંઝક્ટિવાઈટિસના કેસોમાં વધારો થયો
- ડોક્ટરની સલાહ વિના જાતે મેડિકલ સ્ટોરમાંથી આંખના ટીપા લઈને નાખવા નહિ
- આંખોમાં દુખાવો, લાલાશ, ચેપડા વળે જેવી સમસ્યા વકરી રહી છે
- સરકારે હમણાં જ ગાઈડલાઈન બહાર પાડી સ્પષ્ટ કર્યું છે
ખાનગી આંખની હોસ્પિટલોમાં દર 10માંથી 7 દર્દીને કન્ઝેક્ટિવાઈટિસ છે. જેમાં ગુજરાતના વિવિધ શહેરોમાં આંખ આવવી-લાલાશની સમસ્યા વધુ ફેલાઈ છે. તેમાં ડોક્ટોરોએ જણાવ્યું છે કે જાહેર સ્થળે જવાનું ટાળવું જોઈએ, ગભરાટ નહીં સાવચેતી જરૂરી છે. દસેક દિવસ પહેલાં ઓપીડીમાં માંડ એકાદ કેસ જોવા મળતો હતો પણ તેમાં હવે વધારો થયો છે.
આ પણ વાંચો: ગુજરાતી ફિલ્મમાંથી રૂપિયા કમાવવાની લાલચ તબીબને ભારે પડી
આંખોમાં દુખાવો, લાલાશ, ચેપડા વળે જેવી સમસ્યા વકરી રહી છે
શહેરમાં આંખો આવવાના-કંઝક્ટિવાઈટિસના કેસોમાં વધારો જોવા મળ્યો છે, આંખોમાં દુખાવો, લાલાશ, ચેપડા વળે જેવી સમસ્યા વકરી રહી છે, શહેરમાં ખાનગી આંખની હોસ્પિટલોની ઓપીડીમાં દર દસ કેસમાંથી સરેરાશ સાત જેટલા કેસ આંખો આવવાના સામે આવી રહ્યા છે, તબીબોનું કહેવું છે કે, દસેક દિવસ પહેલાં ઓપીડીમાં માંડ એકાદ કેસ જોવા મળતો હતો. અમદાવાદ શહેરમાં આંખ આવવાના કેસમાં ધીમે ધીમે વધારો જોવા મળી રહ્યો છે, ખાનગી હોસ્પિટલોમાં મોટી સંખ્યામાં દર્દીઓનો ધસારો છે. ખાનગી આંખની હોસ્પિટલોમાં 70 ટકા જેટલા દર્દી કંઝક્ટિવાઈટિસના આવી રહ્યા છે. બીજી તરફ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત નગરી આંખની હોસ્પિટલ ખાતે સરેરાશ રોજના 12થી 15 જેટલા કંઝક્ટિવાઈટિસનાના કેસ નોંધાઈ રહ્યા છે.
આ પણ વાંચો: ગુજરાતમાં બાયોમેટ્રિક કૌભાંડ સામે આવ્યું, આરોપીઓએ કર્યા ચોંકાવનારા ખુલાસા
ડોક્ટરની સલાહ વિના જાતે મેડિકલ સ્ટોરમાંથી આંખના ટીપા લઈને નાખવા નહિ
અસારવા સિવિલની આંખની હોસ્પિટલમાં રોજના 12 જેટલા જ્યારે સોલા સિવિલના આંખના વિભાગમાં રોજના 15 જેટલા આંખો આવવાના કેસ આવી રહ્યા છે. આ સાથે જ આંખના ટીપાંના વેચાણમાં જંગી ઉછાળો નોંધાયો છે, બીજી તરફ સરકારે હમણાં જ ગાઈડલાઈન બહાર પાડી સ્પષ્ટ કર્યું હતું કે, આંખોમાં લાલાશ દેખાય, દુખાવો થાય કે ચેપડા વળે તો નજીકના નેત્રસર્જન પાસે જઈ સારવાર કરાવવી જોઈએ. ડોક્ટરની સલાહ વિના જાતે મેડિકલ સ્ટોરમાંથી આંખના ટીપા લઈને નાખવા નહિ.