ગુજરાતટોપ ન્યૂઝ

ગુજરાત કેડરના અધિકારીઓની લોટરી: 3 IAS બન્યા એડિશનલ સેક્રેટરી

IAS Officers: કેન્દ્ર સરકારે વરિષ્ઠ બ્યુરોક્રેટિક સ્તરે મહત્વપૂર્ણ ફેરફારો કર્યા છે. કેબિનેટ નિમણૂક સમિતિ (ACC) દ્વારા લેવાયેલા નિર્ણય મુજબ દેશભરના અનેક IAS અધિકારીઓને પ્રમોશન આપવામાં આવ્યા છે. આમાં ગુજરાત કેડરના ત્રણ અનુભવી અધિકારીઓને ભારત સરકારના વિવિધ મંત્રાલયોમાં એડિશનલ સેક્રેટરી તરીકે મહત્વપૂર્ણ જવાબદારીઓ સોંપવામાં આવી છે.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

મળતી માહિતી અનુસાર, ગુજરાત કેડરના અધિકારીઓમાં એમ.કે. ખંધાર (1996 બેચ)ને સામાજિક ન્યાય અને સશક્તિકરણ વિભાગમાં એડિશનલ સેક્રેટરી તરીકે નિમણૂક કરવામાં આવી છે. જ્યારે આરતી કંવર (2001 બેચ)ને ટેક્સટાઇલ મંત્રાલયમાં અને વિજય નેહરા (2001 બેચ)ને આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગમાં એડિશનલ સેક્રેટરી તરીકે પ્રમોશન આપવામાં આવ્યું છે.

કેન્દ્રનો મોટો નિર્ણય: ગુજરાતના 3 IAS અધિકારીઓને એડિશનલ સેક્રેટરી તરીકે પ્રમોશન આપ્યું, જુઓ યાદી 2 - image

કેન્દ્રનો મોટો નિર્ણય: ગુજરાતના 3 IAS અધિકારીઓને એડિશનલ સેક્રેટરી તરીકે પ્રમોશન આપ્યું, જુઓ યાદી 3 - image

કેન્દ્રનો મોટો નિર્ણય: ગુજરાતના 3 IAS અધિકારીઓને એડિશનલ સેક્રેટરી તરીકે પ્રમોશન આપ્યું, જુઓ યાદી 4 - image

આ નિર્ણય દ્વારા કેન્દ્ર સરકારે અનુભવી અધિકારીઓને ઉચ્ચ સ્તરે કામ કરવાની તક આપી છે, જેનાથી સંબંધિત વિભાગોમાં નીતિગત નિર્ણયો વધુ અસરકારક રીતે લેવામાં સહાય મળશે.

આ સિવાય, પ્રધાનમંત્રી કાર્યાલય (PMO)માં પણ મહત્વપૂર્ણ ફેરફારો કરવામાં આવ્યા છે. અહીં કાર્યરત શ્રીધર ચિરુવોલુને પણ એડિશનલ સેક્રેટરી તરીકે પ્રમોશન આપવામાં આવ્યું છે. સાથે જ કેટલાક અધિકારીઓને તેમના વર્તમાન હોદ્દા પર જ ‘ઇન-સિટુ’ અપગ્રેડેશન આપીને એડિશનલ સેક્રેટરીનો દરજ્જો અપાયો છે. કેન્દ્ર સરકારના આ પગલાને બ્યુરોક્રેટિક માળખામાં કાર્યક્ષમતા વધારવાના પ્રયાસ તરીકે જોવામાં આવી રહ્યો છે.

આ પણ વાંચો: ઇન્ડિગોમાં મોટો ફેરફાર: બ્રિટિશ એરવેઝના પૂર્વ CEO વિલિયમ વોલ્શને સોંપાઈ મોટી જવાબદારી

 

 

 

 

 

 

Back to top button