ગુજરાતટોપ ન્યૂઝ

ગુજરાત: બસ ભાડામાં વધારો થયો, પરંતુ આ વિસ્તારના કિલોમીટર પણ અચાનક વધી ગયા

Text To Speech
  • ખોખરા બારીયાના કિલોમીટરમા બે કિલોમીટરનો વધારો જોવા મળ્યો
  • બારીયાથી ખોખરાનું અંતર 16ના બદલે 18 કિમી અચાનક વધી ગયુ
  • મશીનમાં છપાય છે મને ખબર નથી – કંડકટર

ગુજરાત રાજ્યમાં બસ ભાડામાં વધારો થયો છે. પરંતુ બારીયાથી ખોખરાનું અંતર 16ના બદલે 18 કિમી અચાનક વધી ગયુ છે. તેમાં બે કિમીનું અંતર વધતા ભાડામાં પણ તે પ્રમાણે વધારો કરાયો છે. જેમાં દિવસે ને દિવસે ભાડાનો વધારો કરવામાં આવી રહ્યો છે.

આ પણ વાંચો: ગુજરાતમાં પાંચ વર્ષમાં મહિલાઓના ગર્ભપાતનો આંકડો જાણી રહેશો દંગ 

સરકાર દ્વારા બસ ભાડામાં પચીસ ટકા જેટલો વધારો કર્યો

દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના ખોખરા ગામમાં એક પેસેન્જરે બારીયાથી ખોખરા સુધીની મુસાફરી કરી હતી. ત્યારે હાલમાં સરકાર દ્વારા બસ ભાડામાં પચીસ ટકા જેટલો વધારો કરવામાં આવ્યો છે. ત્યારે પહેલાં ખોખરા બારીયાનુ ભાડુ સોળ રૂપિયા ચાલતુ હતુ. ત્યારે હાલ વધીને વીસ રુપિયા થયુ છે ત્યારે પહેલાં કિલોમીટર સોળ ટિકિટમાં છપાતા હતા. હાલમાં ભાડા વધારા થયા પછી ટિકિટમા કિલોમીટર અઢાર થઈ ગયા છે. ત્યારે ખોખરા બારીયાના કિલોમીટરમા બે કિલોમીટરનો વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે બારીયા ધાનપુર મુખ્ય માર્ગ પર ખોખરાથી બારીયા પંદર કિલોમીટરના બોડૅ લખવામાં આવેલા છે. ત્યારે એક અજબ ગજબની વાત જોવા મળી રહી છે દિવસે ને દિવસે ભાડાનો વધારો કરવામાં આવી રહ્યો છે. ત્યારે કિલોમીટરમા પણ વધારો જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચો: ગુજરાતમાં આંખો આવવાના એટલે કે વાયરલ રોગનું કારણ આવ્યું સામે 

મશીનમાં છપાય છે મને ખબર નથી – કંડકટર

પરંતુ એટલું જ નહીં ગામ ખસેડવામાં નથી આવ્યું કે પછી ખોખરા ગામનુ બસ સ્ટેન્ડ પણ નથી ખસેડવામાં આવ્યુ કે પછી રસ્તો પણ હતો તેમનો તેમ છે. છતાં કિલોમીટર કેમ દિવસે ને દિવસે વધારો કરાય છે તેની પેસેન્જરોમા ચર્ચાઓ જોવા મળી રહી છે. ત્યારે બસમાં સવાર થયેલા મુસાફરે કંડકટરને પુછપરછ કરી કે બસ ભાડામાં વધારો થયો છે પરંતુ કિલોમીટરમા કેમ ત્યારે કંડકટરરે જણાવ્યું હતું કે એતો મશીનમાં છપાય છે મને ખબર નથી તેમ જણાવ્યું હતું.

Back to top button