ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

ગુજરાત: ગૃહિણીઓનું બજેટ ખોરવાયુ, લીલી શાકભાજી સાથે બટાકાના ભાવમાં થયો વધારો

  • માર્કેટીંગ યાર્ડમાં બટેટાની આવક ઓછી થતી જોવા મળી
  • ડીસાનાં બટાકાની માંગ પણ વધુ હોવાને લીધે ભાવ આસમાને રહેવા પામ્યો
  • મોટા ગજાનાં વેપારીઓ નવા બટાકાનો સ્ટોક કરવામાં લાગ્યા

ગૃહિણીઓનું બજેટ ખોરવાયુ છે. જેમાં લીલી શાકભાજી સાથે બટાકાના ભાવમાં વધારો થયો છે. તેમજ ઉત્પાદન ઘટતા બટાકાના ભાવમાં વધારો થયો છે. તથા રીટેલ બજારમાં રૂપિયા 45ના કિલો બટાકા વેંચાઇ રહ્યા છે. કઠોળ, લીંબુ બાદ બટાકાનો વારો આવતાં ગૃહિણીઓનાં બજેટ ખોરવાયા છે. બજારમાં વધતી માંગની સામે ઉત્પાદન ઘટતા બટાકાના ભાવ વધારો થયો છે.

આ પણ વાંચો: ગુજરાતમાં પવનોની દિશા બદલાતા ઘટ્યું તાપમાન, જાણો કયા સૌથી વધુ રહી ગરમી 

માર્કેટીંગ યાર્ડમાં બટેટાની આવક ઓછી થતી જોવા મળી

બધા જ શાકમાં બટાકા સૌથી પ્રખ્યાત અને કદાચ બધા ઘરમાં સૌથી વધુ માનીતુ શાક છે. જેનું મુખ્ય કારણ તે દરેક શાકમાં ભળી જાય છે અને મોટા ભાગના શાક બટેકા સિવાય બનતાં નથી. ત્યારે હાલ છેલ્લા એકાદ મહિનાથી માર્કેટીંગ યાર્ડમાં બટેટાની આવક ઓછી થતી જોવા મળી રહે છે. આમ, ઉત્પાદન ઘટતાં અને તેની સામે માગ વધતાં ભાવમાં ઉછાળો જોવા મળ્યો છે. બટાકા બારેમાસ મળી રહે છે. પરંતુ ફેબ્રુઆરીથી માર્ચ મહિનામાં નવા બટાકાની આવક થતી હોય છે. જેમાં કાત્રી, વેફર કરવાના પણ બટાકા બજારમાં મળવા લાગે છે. ત્યારે હાલ માર્કેટીંગ યાર્ડમાં બટાકાની આવક નહીંવત અને વેંચાણ પણ નહીંવત જોવા મળી રહ્યું છે. જેનું મુખ્ય કારણ જોવા જઈએ તો સુત્રોમાંથી મળતી વિગતોનુસાર હાલ નવા બટાકાની આવક શરૂ હોય તેવા સમયે સ્ટોરેજ કરેલા જુનાં બટાકા બજારમાં વેચાણ થતાં હોય છે. જેથી મોટા ગજાનાં વેપારીઓ નવા બટાકાનો સ્ટોક કરવામાં લાગ્યા હોવાને લીધે રીટેલ બજાર સુધી બટાકા પહોંચવા દેતા નથી.

ડીસાનાં બટાકાની માંગ પણ વધુ હોવાને લીધે ભાવ આસમાને રહેવા પામ્યો

વર્ષ ભરનું સ્ટોરજ કરી ઉચા ભાવ વેંચાણ કરવાની લાલચે હાલ પોતાનાં કોલ્ડ સ્ટોરેજમાં સ્ટોક કરવાની ગતીવીધી થતી હોવાને લીધે આવક ઘટી જેની સામે ઉત્પાદમાં પણ થોડો ઘટાડો હોવાનું જણાઈ રહ્યું છે. જેથી બજારમાં નવા કે જૂનાં બન્નેમાંથી એક પણ પ્રકારનાં બટાકા હાલ બજારમાં જોવા નહીં મળતાં ગાયબ જ થઈ ગયાં છે. ગઈકાલે જૂનાગઢ યાર્ડમાં રૂ.22નાં કિલો લેખે બટાકાનું 442 ક્વિનટલ વેંચાણ નોંધાયું હતું. ગુજરાતમાં મુખ્યત્વે ડીસા અને હાલારમાં બટાકાનું વાવેતર કરવામાં આવે છે. જેની સામે માંગ પણ હાલ વધારે રહેતી હોવાને લીધે અન્ય રાજ્યોમાંથી પણ આયાત કરવાની જરૂર પડે છે. ત્યારે આ વર્ષે ઉત્પાદનમાં નોંધ પાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે. તો બીજ તરફ નવા બટેટાની આવક થતી હોવાને લીધે વેફર્સમાં નવા બટેટાનો ઉપયોગ થતો હોવાથી આ સમય દરમ્યાન નવા બટેટાની માંગ વધે છે. કારણ કે એક વખત બટાકાને કોલ્ડ સ્ટોરેજમાં રાખ્યા બાદ તેનો વેફર્સ બનાવામાં ઉપયોગ કરી શકાતો નથી. જેથી હાલ તાજા બાટાકાની આવક થતી હોય તેમાં પણ ડીસાનાં બટાકાની માંગ પણ વધુ હોવાને લીધે ભાવ આસમાને રહેવા પામ્યો છે.

Back to top button