ગુજરાતટોપ ન્યૂઝબજેટ-2023

ગુજરાત બજેટ 2023-24 : અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતોના વિભાગ માટે કુલ ₹ 2165 કરોડની જોગવાઇ

Text To Speech

ગુજરાત બજેટ 2023-24 : રાજ્યમાં પાત્રતા ધરાવતાં કુટુંબોની અન્ન સલામતી સુનિશ્ચિત કરી તેમને પોષણક્ષમ આહાર મળી રહે તે માટે રાહત દરે અનાજ અને અન્ય આવશ્યક ખાદ્યસામગ્રી પૂરી પાડવા સરકાર પ્રતિબદ્ધ છે. પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના દ્વારા NFSA કુટુંબોને છેલ્લા ત્રણ વર્ષમાં વિનામૂલ્યે અનાજ પૂરું પાડી કોરોનાના કપરા કાળમાં સરકાર ગરીબો માટે મદદરૂપ થયેલ છે. અન્ન સુરક્ષા, પોષણ અને નાગરિક પુરવઠાની યોજનાઓના સુદ્રઢ અમલીકરણ માટે ગત વર્ષે જોગવાઇમાં 24 % નો વધારો સૂચવેલ હતો. આગામી વર્ષ માટે વિભાગની જોગવાઇમા 42% જેટલો ધરખમ વધારો.


• જાહેર વિતરણ વ્યવસ્થા અંતર્ગત 71 લાખ રેશનકાર્ડ ધારક NFSA કુટુંબોને અન્ન વિતરણ કરવા 617 કરોડની જોગવાઇ
• ઉજ્જવલા યોજના અંતર્ગત સમાવેશ કરી રાજ્યના અંદાજે 39 લાખ કુટુંબોને રાંધણગેસ સિલિન્ડરનું વિતરણ કરવામાં આવેલ છે. આ પરિવારોને દર વર્ષે બે રાંધણગેસ સિલિન્ડર વિના મૂલ્યે રિફિલિંગ કરી આપવા 500 કરોડની જોગવાઇ
• જાહેર વિતરણ વ્યવસ્થા અંતર્ગત NFSA કુટુંબોને તુવેર દાળ રાહત દરે આપવા માટે 277 કરોડની જોગવાઈ
• જાહેર વિતરણ વ્યવસ્થા અંતર્ગત ખાદ્યતેલનું વિતરણ કરવા 128 કરોડની જોગવાઇ
• NFSA કુટુંબોના આહારમાં પ્રોટીનની માત્રા વધારવા માટે કુટુંબદીઠ દર માસે 1 કિ.ગ્રા. ચણા વિતરણ રાહતદરે રાજ્યના 75 તાલુકાઓમાં કરવામાં આવે છે. આ કાર્યક્રમનો વ્યાપ વધારી હવે સંપૂર્ણ રાજ્યમાં અમલ કરવામાં આવશે. જે અંતર્ગત 87 કરોડની જોગવાઇ
• સૂક્ષ્મ પોષક તત્વોયુકત ડબલ ફોર્ટીફાઇડ મીઠા (આયર્ન + આયોડીનયુકત)ના વિતરણ માટે 68  કરોડની જોગવાઇ
• જાહેર વિતરણ વ્યવસ્થા અંતર્ગત અન્ન વિતરણને વધુ પોષણલક્ષી બનાવવા હાલમાં 14 જિલ્લામાં ફોર્ટીફાઇડ ચોખા(ફોલીક એસીડ + આયર્ન + વિટામીન બી-12 યુકત)નું વિતરણ કરવામાં આવે છે, જેનો વ્યાપ વધારી હવે રાજ્યના તમામ જિલ્લાઓમાં ફોર્ટીફાઇડ ચોખાનું વિતરણ કરવામાં આવશે. જેના માટે 60 કરોડની જોગવાઈ
• શ્રીઅન્ન(મિલેટ)ના વપરાશને પ્રોત્સાહન આપવા તેમજ આહારમાં તેનો સમાવેશ કરવા બાજરી, જુવાર, રાગી(નાગલી) વગેરેની જાહેર વિતરણ વ્યવસ્થાથી વિતરણ કરવામાં આવશે. આ હેતુસર જરૂરી જથ્થાંની ખરીદી ખેડૂતો પાસેથી કરવા પ્રોત્સાહન આપવા માટે 30 કરોડની જોગવાઇ

આ પણ વાંચો : ગુજરાત બજેટ : ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ માટે કુલ ₹ 8738 કરોડની જોગવાઇ

Back to top button