ગુજરાતટોપ ન્યૂઝબજેટ-2023

ગુજરાત બજેટ 2023-24 Live Update : નાણામંત્રીએ રુપિયા 3 લાખ 1 હજાર કરોડ રૂપિયાનું બજેટ રજૂ કર્યું, જાણો શું મહત્વની જાહેરાતો થઈ

15 મી વિધાનસભાનું આજે પ્રથમ બજેટ નાણાંમંત્રી કનુભાઈ દેસાઇ રજૂ કરવાના છે ત્યારે ગુજરાતના ઇતિહાસનું સૌથી મોટું બજેટ હોવાનું માનવામાં આવી રહ્યું છે ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા આ બજેટને અમૃતકાલનું બજેટ ગણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પાંચ ટ્રિલિયન ઇકોનોમિના સ્વપ્નને અનુલક્ષીને ગુજરાતનું આ બજેટ રજૂ કરવામાં આવી શકે છે સાથે ભાજપ સરકાર વિકાસની રાજનીતિની વાત કરતી હોય છે ત્યારે તે દિશામાં પણ સરકાર નાણાંની ફાળવણી કરી શકે છે.

Live Update :

12.34 pm : 

ડિફેન્સ અને એવીએશન ગેલેરી સ્થાપવા માટે રુ. કરોડ
સાયન્સ સિટીમાં સાયન્સ પાર્કના વિકાસ માટે રુ. 12 કરોડ
સ્પેસ મેન્યુફેક્ચરિંગ ક્લસ્ટરનો વિકાસ કરવા રુ.12 કરોડ
ઇલેક્ટ્રોનિક્સ ક્ષેત્રના ઉદ્યોગ માટે રુ.125 કરોડ
વિજ્ઞાન અને પ્રોદ્યોગિક માટે રુ. 2193 કરોડ

12.28pm :

અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતોના વિભાગ માટે કુલ રુ.2165 કરોડની જોગવાઇ

મહિલા અને બાળ વિકાસ વિભાગ માટે કુલ રુ.6064કરોડની જોગવાઇ

આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ માટે કુલ 15,182 કરોડની જોગવાઈ

12.11pm :

રાજ્યમાં 150 સ્થાયી પશુ દવાખાના ખોલાશે
આંગણવાડી બહેનોના વેતન અને સવલત માટે માટે 754 કરોડ
રાજપીપળા બિરસામુંડા યુનિવર્સીટી માટે 10 કરોડની જોગવાઈ
પ્રવાસન વિકાસ માટે 2077 કરોડ
શાળાઓની માળખાગત સુવિધા માટે 109 કરોડ
રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ માટે 568 કરોડની જોગવાઈ
પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ માટે કુલ 10743 કરોડની જોગવાઈ
શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ માટે 19685 કરોડની જોગવાઈ

12.10 pm :

ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ માટે કુલ ‌8738 કરોડની જોગવાઈ
માર્ગ અને મકાન વિભાગ માટે 20642 કરોડની જોગવાઈ
શ્રમ કૌશલ્ય વિકાસ ‌અને રોજગાર વિભાગ માટે 2538 કરોડની જોગવાઈ
આંતરમાળખાકીય સવલતો ઉભી કરવા 5 વર્ષમાં 5 લાખ કરોડનો ખર્ચ
બંદરો અને વાહન વ્યવહાર વિભાગ માટે કુલ 3514 કરોડની જોગવાઈ

12.07 pm :

અમદાવાદ, ભરૂચ, અમરેલી, પાટણ, મોડાસા સહિતના બસ સ્ટોપમાં એરપોર્ટ જેવી સુવિધા સાથેના બસ સ્ટોપ બનાવાશે

અમદાવાદ-મહેસાણા-પાલનપુર હાઈવે 6 લેન બનશે

અમદાવાદ બગોદરા હાઈવે 6 લેન બનશે

અનુસચુત જાતિના વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ માટે 376 કરોડ

સ્ટેચ્યુ ઓફ યુનિટી અને એકતા નગર માટે 565 કરોડ

આદિજાતિ વિકાસ વિભાગ માટે કુલ 3410 કરોડ જોગવાઈ

12.07 pm :
સરકારે મૂડી ખર્ચ વધારી 72509 કરોડ કર્યો
આરટીઈ યોજનાહેઠળ ભણતા વિદ્યાર્થીઓ માટે ધોરણ 8 પછી પણ 20 હજારનું વાઉચર
પાલક માતા પિતા યોજના હેઠળ 73 કરોડની જોગવાઈ
મિશન સ્કૂલ ઓફ 3109 કરોડની જોગવાઈ
આરટીઈ યોજનાહેઠળ ભણતા વિદ્યાર્થીઓ માટે ધોરણ 8 પછી પણ 20 હજારનું વાઉચર
પાલક માતા પિતા યોજના હેઠળ 73 કરોડની જોગવાઈ
દિવ્યાંગોને પેન્શન આપવા માટે 58 કરોડ
ઓનલાઈન શિક્ષણનો વ્યાપ વધારવા ઓનલાઈન લાઈબ્રેરી બનાવાશે

12.05 pm :
સાબરમતી નદી પર બેરેજ બાંધવા 150 કરોડની જોગવાઈ
ઈન્ફાસ્ટ્રક્ચર વિકાસ માટે 5 લાખ કરોડ
માનવ સંશાધન માટે 4 લાખ કરોડ
ગ્રીન ગ્રોથ માટે 2 લાખ કરોડ
ગરીબોના વિકાસ માટે 2 લાખ કરોડ

12.00 pm :

તમામ જિલ્લામાં વિજ્ઞાન કેન્દ્રની સ્થાપના કરવામાં આવશે
સાયન્સ સીટીને 250 કરોડના ખર્ચે આધુનિક બનાવવામાં આવશે
શિક્ષણ વિભાગ માટે 43651 કરોડ
રાજપીપળા બિરસામુંડા યુનિવર્સીટી માટે
ધોરણ 9માં ભણતી 2 લાખ એસસી વિદ્યાર્થીનીઓને સાયકલ આપવામાં આવશે

11.57 am :

મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના હેઠળ 390 કરોડની જોગવાઇ

ડિજિટલ લર્નિંગને પ્રોત્સાહન આપવા માટે 401 કરોડની જોગવાઇ

સરકારી શાળાઓમાં સુવિધા ઉભી કરવા 109 કરોડની જોગવાઈ

સૈનિક શાળા સમકક્ષ 10 રક્ષાશક્તિ સ્કૂલ શરૂ કરવા માટે 5 કરોડની જોગવાઇ

400 જ્ઞાન સેતુ ડે સ્કૂલ માટે 64 કરોડની જોગવાઇ

મિશન સ્કૂલ ઓફ એક્સલન્સ માટે 3109 કરોડની જોગવાઇ

6 હજાર પ્રાથમિક શાળામાં શાળા સહાયકો ઉપલબ્ધ કરાવવા 87 કરોડની જોગવાઇ

પ્રાથમિક શાળામાં આરટીઇ એક્ટ હેઠળ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ખાનગી શાળામાં અભ્યાસ માટે 50 કરોડની જોગવાઇ

સરકારી અને ગ્રાન્ટ-ઇન-એઇડ શાળાના શિક્ષકોને તબીબી સુવિધા માટે હેલ્થ કાર્ડ અપાશે.

11.49 am :

અનુસૂચિત જાતિ માટે ડો. સવિતા આંબેડકર આંતર જ્ઞાતિય લગ્ન સહાય માટે 20 કરોડની જોગવાઈ

સંકટ મોચન યોજના હેઠળ કુટુંબમા મોભીના અવસાનથી કુટુંબને સહાય માટે 20 કરોડની જોગવાઈ

11.45 am :

એરસ્ટ્રીપ-એરપોર્ટ અને એર કનેક્ટવિટી વધારવા માટે 215 કરોડની જોગવાઇ

11.42 am :

આઇકોનિક ટુરિસ્ટ સ્થળોના સંકલિત વિકાસ માટે 706 કરોડ રૂપિયાની જોગવાઇ

11.40am :

સામાજિક અને ન્યાય અધિકારીતા વિભાગ માટે રૂપિયા 5580 કરોડની જોગવાઈ

આદિજાતી વિકાસ વિભાગ માટે કુલ રૂપિયા 3410 કરોડની જોગવાઈ

શ્રમ, કૌશલ્ય અને રોજગાર વિભાગ માટે રૂપિયા 2538 કરોડની જોગવાઈ

11.40am :

સામાન્ય વહીવટ વિભાગ માટે એક હજાર 980 કરોડ રૂપિયાની જોગવાઇ

માહિતી અને પ્રસારણ વિભાગ માટે 257 કરોડ રૂપિયાની જોગવાઇ

મહેસુલ વિભાગ માટે 5 હજાર 140 કરોડ રૂપિયાની જોગવાઇ

કાયદા વિભાગ માટે 2 હજાર 14 કરોડ રૂપિયાની જોગવાઇ

11.37am :

અનુસૂચિત જાતિ અને વિકસતી જાતિના દસમા ધોરણ સુધીના વિદ્યાર્થીઓ માટે શિષ્યવૃત્તિ પેટે 376 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. એસસી,એસટી, લઘુમતી અને ઇડબલ્યુએસ ના વિદ્યાર્થીઓ માટે 334 કરોડની જોગવાઈ છે. તો અનુસૂચિત જાતિ અને વિકસતી જાતિના વિદ્યાર્થીઓને વિદેશમાં ઉચ્ચ અભ્યાસ માટે લોન માટે 84 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. અનુસૂચિત જાતિ અને વિકસતી જાતિની 2 લાખ વિદ્યાર્થીઓને વિના મૂલ્ય સાઇકલ આપવા 75 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.ક્લાઇમેન્ટ ચેન્જ વિભાગ માટે 937 કરોડ રૂપિયાની જોગવાઇ કરાઈ.

11.36am :

પાંચ પ્રવાસન સ્થળોનો વિકાસ કરવા માટે અંદાજે 8000 કરોડનો ખર્ચ કરાશે
સફેદ રણ, ધોળાવીરા, અંબાજી, સ્ટેચ્યૂ ઓફ યુનિટીનો સમાવેશ કરાયો

11.35am :

દ્વારકા ખાતે નવું એરપોર્ટ બનાવાશે
પાલક માતા-પિતા યોજના હેઠળ 72 કરોડની જોગવાઈ
ચોથો સ્તંભઃ કૃષિ ઉદ્યોગ અને સેવા માટે 5 વર્ષમાં 2 લાખ કરોડની જોગવાઈ
દિવ્યાંગ લગ્ન સહાય યોજના હેઠળ 7 કરોડની જોગવાઈ
કચ્છ નહેરના બાકી કામો 1085 કરોડની જોગવાઈ
ફિનટેક હબનું નિર્માણ કરાઈ

11.30am :

ગિફ્ટ સિટી ભારતનું આર્થિક નગરી બનવા જઇ રહ્યું છે

રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ માટે 568 કરોડની જોગવાઈ

પાણી પુરવઠા વિભાગ માટે છ હજાર કરોડ રૂપિયાની જોગવાઇ

વિજ્ઞાન અને પ્રોદ્યોગિક વિભાગ માટે 2 હજાર 193 કરોડ રૂપિયાની જોગવાઇ

કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ માટે 21 હજાર 605 કરોડ રૂપિયાની જોગવાઇ

ઉદ્યોગ અને ખાણ વિભાગ માટે આઠ હજાર 589 કરોડ રૂપિયાની જોગવાઇ

નવી એસઆરપી મહિલા બટાલિયનની ભરતી કરાશે

ગૃહ વિભાગ માટે 8574 કરોડની જોગવાઈ

11.28am :

માર્ગ અને મકાન વિભાગ માટે કુલ 20 હજાર 642 કરોડ રૂપિયાની જોગવાઇ

બંદરો અને વાહન વ્યવહાર વિભાગ માટે 3 હજાર 642 કરોડ રૂપિયાની જોગવાઇ

જળ સંપત્તિ વિભાગ માટે 9 હજાર 705 કરોડ રૂપિયાની જોગવાઇ

વન- પર્યાવરણ વિભાગ માટે 2 હજાર 63 કરોડની રૂપિયાની જોગવાઇ

11.27am :

રાજ્યમાં ગત વર્ષે વીજ વપરાશ 22000 મેગાવોટના પીક લોડ પર પહોંચ્યો હતો. આગામી 10 વર્ષમાં રાજ્યમાં વીજ વપરાશ 35000 મેગાવોટ થવાની શક્યતા છે. રાજ્યના કુલ વીજ વપરાશમાં રિન્યુએબલ એનર્જીની હિસ્સો વર્ષ 2030 સુધીમાં વધારીને 42 ટકા કરવાનો લક્ષ્યાંક છે

11.27am :

આદિજાતી વિભાગ માટે 3410 કરોડની જોગવાઈ
શ્રમ અને કૌશલ વિભાગ માટે 2538 કરોડની જોગવાઈ
શિક્ષણ માટે 43,651 કરોડની જોગવાઈ
સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ માટે 5580 કરોડની જોગવાઈ

11.26 am :

ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ માટે કુલ 8 હજાર 738 કરોડ રૂપિયાની જોગવાઇ

11.25 am :

ગુજરાત સરકારે શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ માટે 2538 કરોડની જોગવાઇ કરવામાં આવી. તે સિવાય શિક્ષણ વિભાગ માટે કુલ 43 હજાર 651 કરોડ રૂપિયાની જોગવાઇ કરવામાં આવી. આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ માટે 15182 કરોડ રૂપિયાની જોગવાઇ કરાઇ છે. મહિલા અને બાળ વિકાસ વિભાગ માટે 6 હજાર 64 કરોડની જોગવાઇ, અન્ન-નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતના વિભાગ માટે કુલ 2165 કરોડની જોગવાઇ, પંચાયત-ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ માટે કુલ 10 હજાર 743 કરોડની જોગવાઇ કરવામાં આવી છે

11.24 am :

નાણાં પ્રધાન કનુ દેસાઇએ વર્ષ 2023-24નું 3 લાખ 1 હજાર 22 કરોડનું બજેટ રજૂ કરી રહ્યા છે. બજેટમાં જણાવવામાં આવ્યુ કે શ્રમિક અન્નપૂર્ણા યોજનાનો વ્યાપ વધારાશે. કનુ દેસાઇએ જણાવ્યુ કે સરકારે મૂડી ખર્ચ વધારીને 72 હજાર 509 કરોડ રુપિયાની જોગવાઇ કરી છે.

11.20 am :

શ્રમિક અન્નપુર્ણા યોજનાનો વ્યાપ વધારાશે

આરોગ્ય સમીક્ષા કેન્દ્રો ઊભા કરાશે

11.19 am :

સગર્ભા મહિલાઓ,આંગણવાડી અને મધ્યાહ્નન ભોજનમાં પોષક ધાન્યોનો સમાવેશ કરાશે. ભોજનમાં જાડા ધાન્યોનો સમાવેશ કરાશે, આંગણવાડી અને મહિલાઓના ભોજનમાં આવા જાડા ધાન્યોનો ઉપયોગ કરાશે, વાજબી ભાવની દુકાનો પર આવા જાડા ધાન્યોનું વિતરણ કરાશે.

11.18 am :

વિમાની મર્યાદા પાંચ લાખથી વધારીને 10 લાખ કરાઈ

મહિલાઓ અને બાળકોની સુવિધાને સુચારું થાય તેનું ધ્યાન આપવામાં આવશે

11.16am :

નાણાંમંત્રી કનુભાઇ દેસાઇએ કહ્યું હતું કે વિકાસયાત્રાના પાંચ સ્તંભ પર સરકાર આગળ વધી રહી છે. ગરીબ અને સામાજિક વર્ગને સુવિધા અને સુરક્ષા આપવાનો અમારો પ્રથમ સ્તંભ છે. દેશના જીડીપીમાં ગુજરાતનો 8.36 ટકાનો ફાળો છે. સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ માટે 5580 કરોડની જોગવાઇ કરવામાં આવી હતી. ગુજરાત સરકારનું વર્ષ 2023-24નું ત્રણ લાખ એક હજાર કરોડ રૂપિયાનું બજેટ છે.

11.15am :

ધારાસભ્ય કાંતિ ખરડીના પ્રશ્નની સરકારે લેખિતમાં જવાબ આપતા કહ્યું કે છેલ્લા 2 વર્ષમાં બનાસકાંઠા જિલ્લામાં નર્મદા કેનાલોમાં 50 વાર ગાબડા પડ્યા છે. 2 વર્ષમાં થરાદ તાલુકામાં 8 જગ્યાએ, વાવમાં 24 જગ્યાએ કેનાલો તૂટી છે, સુઈ ગામ તાલુકામાં 9 જગ્યાએ, આને ભાભર તાલુકામાં 11 જગ્યાએ કેનાલો તૂટી છે. જેની મરામત માટે રૂ. 17.90 લાખ ખર્ચ થયાનો રાજ્ય સરકારે સ્વીકાર કર્યો છે.

11.12 am :

ગુજરાત રાજ્યનું વર્ષ 2023 – 24નું બજેટ વિધાનસભા ગૃહમાં રજૂ કરતાં નાણામંત્રી કનુ દેસાઈએ કહ્યું કે ગુજરાત દેશનું ગ્રોથ એન્જિન છે.

11.09 am :

ધારાસભ્ય ગૌતમ ચૌહાણના સવાલમાં સરકારે RTO કચેરી સુભાષ બ્રિજમાં 232 મંજૂર જગ્યા સામે 116 જગ્યાઓ ખાલી હોવાનો જવાબ રજૂ કર્યો છે. ARTO અમદાવાદ પૂર્વમાં 68 મંજૂર જગ્યા સામે 26 જગ્યા ખાલી છે. ARTO અમદાવાદ ગ્રામ્યમાં 40 મંજૂર જગ્યાઓ સામે 19 જગ્યા ખાલી છે. ભાવનગર RTOમાં 73 જગ્યાઓ સામે 27 જગ્યાઓ ખાલી છે.

11.04 am :

આણંદ જિલ્લામાં તલાટી કમ મંત્રીની ઘટ મામલે વિધાનસભામાં  સવાલ પૂછાયો હતો. વિવિધ તાલુકામાં તલાટી કમ મંત્રી ઓની ઘટ મામલે સરકારે ગૃહમાં જવાબ આપ્યો છે. સરકારે 31 જાન્યુઆરી 2023ની સ્થિતિએ આણંદના વિવિધ તાલુકાઓમાં 155 તલાટીઓની ઘટ હોવાની કબૂલાત કરી છે. વિવિધ તાલુકામાં નીચે પ્રમાણે તલાટીની ઘટ છે.

આણંદ – 19
ઉમરેઠ -13
બોરસદ – 31
આંકલાવ – 10
પેટલાદ – 24
સોજીત્રા -10
ખંભાત – 31
તારાપુર – 17
કુલ – 155

10.50 am :

કોંગ્રેસ ધારાસભ્ય ઇમરાન ખેડવાલાએ પ્રશ્ન પૂછ્યો કે અમદાવાદ જિલ્લા અને શહેરમાં મહિલાઓ વિરુદ્ધ કેટલા ગુના નોંધાયા છે. ત્યારે તેના જવાબમાં સરકાર દ્વારા કહેવામાં આવ્યું કે અમદાવાદ શહેરમાં 20 તથા જિલ્લામાં 74 કેસ દાખલ થયા છે. રાજ્યમાં તમામ પોલીસ સ્ટેશનમાં SHE ટીમ ઉભી કરવામાં આવી છે.

10.50 am : 

પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ ગુજરાતમાં આઇએએસ અધિકારીની કેટલી જગ્યા ખાલી છે તેવા પૂછેલા પ્રશ્નના જવાબમાં મુખ્યમંત્રીએ લેખીતમાં જવાબ આપ્યો કે, ગુજરાતમાં આઇએએસ અધિકારીની કુલ 56 જગ્યા ખાલી છે. રાજ્યમાં આઇએઅસની કુલ 313 જગ્યાઓ મંજૂર કરવામાં આવી છે, જે પૈકીની 56 જગ્યાઓ ખાલી છે. રાજ્યના 19 આઈએએસ અધિકારી કેન્દ્ર સરકારમાં ડેપ્યુટેશન પર છે.

10.47 am :

યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઈટની યાદીમાં સમાવિષ્ટ મોઢારાનું સૂર્યમંદિરનો બજેટ પોથીમાં સમાવેશ એ આપણા ગુજરાતના સાંસ્કૃતિક વારસાને પ્રદર્શિત કરે છે. મોઢેરા દેશનું પ્રથમ ચોવીસ કલાક અને સાતેય દિવસ સૌર ઉર્જાથી ચાલતું ગામ બન્યું છે, ત્યારે આ બાબતને ધ્યાનમાં લઈ, તેના સન્માન સ્વરૂપે પોથીમાં મોઢારાના સુર્યમંદિરનો સમાવેશ કરવામાં આવ્યો છે.

10.45 am : 

2022થી નાણામંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા ગુજરાતમાં સૌપ્રથમવાર બજેટને લાલ પોથીમાં લાવવાની પરંપરા શરૂ કરાઈ હતી. જે આ વર્ષે પણ જાળવી રાખી. ગત વર્ષે દેશમાં સૌપ્રથમવાર બજેટની પોથીમાં હસ્તકલાને સ્થાન આપવાની ગુજરાતની પરંપરા મુજબ આ વર્ષે પણ ગુજરાત બજેટ 2023-24ની પોથીમાં હસ્તકલા તરીકે ખાટલી ભરતકામ કરી, સંસ્કૃતિ, કલા અને વિકાસને જોડતો ઉત્તમ અભિગમ રજુ કરાયો. બજેટ બેગ પર ગુજરાત અંદાજપત્ર સહિતના લખાણ છે, મોઢેરા મંદિર તેમજ ગુજરાતના નકશામાં બજેટમાં સમાવિષ્ટ મુખ્ય ક્ષેત્રોના પ્રતીક ખાટલી ભરત થકી ગૂંથવામાં આવ્યા છે.

ગુજરાત બજેટ 2023 - Humdekhengenews

10.40 am : 

વિધાનસભામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે લેખિત જવાબમાં જણાવ્યુ હતું કે ગુજરાતમાં પેપર ફૂટવાની ઘટના અંગે કુલ 5 ફરિયાદ નોંધાઇ છે. છેલ્લા બે વર્ષમાં પેપર ફૂટવાની બનેલી ઘટનામાં 20 આરોપી પકડવાના બાકી છે. 5 ગુનામાં કુલ 121 ગુનેગારો સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. 121 પૈકી 101 ગુનેગારો પકડાયા હજુ 20 ગુનેગારો ફરાર છે.

10.35 am :

ગાંધીનગરમાં બિન ખેતી જમીન મુદ્દે માણસાના ધારાસભ્ય જયંતિભાઈ પટેલે મહેસૂલ વિભાગને સવાલ કર્યો હતો. સરકારે જવાબમાં કહ્યું હતું કે છેલ્લા બે વર્ષમાં 7883 અરજીઓ બિન ખેતી માટે કરાઈ છે. જેમાં ગાંધીનગર જિલ્લો 1970 અરજીઓ સાથે મોખરે છે. દહેગામમાં 372 કલોલમાં 1243 અને માણસામાંથી 225 અરજીઓ થઈ હતી. જૂનાગઢ જિલ્લામા જમીન રી-સર્વે ની કુલ ૬,૬૮૭ અરજીઓ પડતર છે.

10.25 am : 

ભારતને વિશ્વગુરુ બનાવવાની કલ્પનામાં બળ આપનાર બજેટ હશે: ઋષિકેશ પટેલ

આજે રજૂ થનારા બજેટ અંગે મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું, આ બજેટ 5 વર્ષનું વિઝન ડોક્યુમેન્ટ હશે. ભારતને વિશ્વગુરુ બનાવવાની કલ્પનામાં બળ આપનારું બજેટ હશે. દરેક વર્ગને રાહત આપનારું બજેટ હશે.

10.15 am : 

MLA અનંત પટેલે નિવેદન આપ્યુ

બજેટમાં આદિવાસી સમાજની અપેક્ષા અંગે MLA અનંત પટેલે નિવેદન આપ્યુ છે કે, આદિવાસી ખેડૂતોને પાણી અને વીજળી મળે, જમીન વિહોણાને જમીન સાથે આવાસ આપવામાં આવે, આદિવાસી વિસ્તારમાં વિજ્ઞાન પ્રવાહની શાળાઓ અને કોલેજો આપવામાં આવે, તેમજ આદિવાસી વિસ્તારની શાળાઓમાં જર્જરિત ઓરડા અને શિક્ષકોની ઘટ પૂર્ણ થાય.

ગુજરાત બજેટ 2023 - Humdekhengenews

10.10 am :

બજેટ અંગે ગેની ઠાકોરે આપ્યું નિવેદન

બજેટ અંગે ગેની ઠાકોરે નિવેદન આપ્યુ છે કે, દેશ અને રાજ્યમાં મોંઘવારીએ માજા મુકી છે. ઘરમાં ઝઘડાનું કારણ મોંઘવારી છે. ભાજપને 156 સીટો ગુજરાતની જનતાએ આપી છે, ત્યારે સરકાર જનતાની અપેક્ષા પર ખરી ઉતરે તેવી આશા છે. સરકાર કોઇ રાહત નહી આપે એ નક્કી છે, છતાં અપેક્ષા રાખી રહ્યા છીએ.

નાણામંત્રી કનુ દેસાઈ વિધાનસભા પહોંચ્યા, ટૂંક સમયમાં ગુજરાતનું આત્મનિર્ભર બજેટ રજૂ થશે,રુ. 2.50 લાખ કરોડથી વધુના બજેટનો અંદાજ

પ્રજાની અપેક્ષાને પૂર્ણ કરનારુ બજેટ રહેશ : સીએમ ભૂપેન્દ્ર પટેલ

વિધાનસભા પહોંચેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યુ હતુ કે, આ બજેટ પ્રજાની અપેક્ષાને પૂર્ણ કરનારુ બજેટ રહેશે. સાથે જ મુખ્યમંત્રીએ જણાવ્યુ હતુ કે આ બજેટ અમૃતકાળનું બજેટ છે.

10.00 am :

અનેક ક્ષેત્રોના વિકાસ માટેની તૈયારી

ગુજરાત વિધાનસભામાં વર્ષ 2023-24નું 24 ફેબ્રુઆરીએ સીએમ ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રજૂ થનારું બજેટ ઐતિહાસિક હશે. તેમજ આ બજેટનું કદ અત્યાર સુધીના બજેટ કરતા વધુ હોવાનું અનુમાન છે. આ ઉપરાંત ગુજરાત સરકારે આ વર્ષના બજેટમાં અનેક ક્ષેત્રોના વિકાસ માટે મોટું બજેટ ફાળવવાની પણ તૈયારી કરી છે. જેમાં સરકાર આ વર્ષે રાજ્યમાં પ્રવાસનના વિકાસ પર ભાર મૂકીને તેની માટે બજેટની વધુ ફાળવણી કરવામાં આવી શકે છે.

શિક્ષણ ક્ષેત્રે આધુનિકરણ લાવવા માટે ગુજરાત સરકાર બજેટમાં મોડલ સ્કૂલો વધુને વધુ બનાવવા માટે વિશેષ જોગવાઈ કરી શકે છે. બજેટમાં મોંઘવારીનો માર પ્રજાને ના પડે તે માટે સંપૂર્ણ પ્રયાસો કરવામાં આવી શકે છે. તો સરકાર વેટમાં વધારો કરી શકે છે. જો કે રાહતની વાત એ પણ થઈ શકે કે સરકાર એક્સાઈઝમાં ઘટાડો પણ કરી શકે છે તેવી જાણકારી મળી રહી છે.

9.55 am :

બુલેટ ટ્રેન માટે વધુ રકમની ફાળવણી થઈ શકે છે

ગુજરાત સરકાર છેલ્લાં 15 વર્ષથી પુરાંતવાળું બજેટ રજૂ કરે છે. નાણામંત્રી તરીકે કનુ દેસાઈએ રૂપિયા 668.09 કરોડની પુરાંતવાળું બજેટ વર્ષ 2022-23 માં રજૂ કર્યું હતું. તેવી જ રીતે ચાલુ વર્ષે પણ પુરાંતવાળું બજેટ રજૂ કરે તેવી શકયતા છે. આ ઉપરાંત આ વર્ષના બજેટમાં સ્ટાર્ટઅપ, મહિલા સશક્તિકરણ, યાત્રાધામ વિકાસ, સહકારી ક્ષેત્રનો વિકાસ, કોસ્ટલ હાઇવેનું નિર્માણ, બુલેટ ટ્રેન માટે વધુ રકમની ફાળવણી કરવામાં આવી શકે છે.

9.50 am :

ટુરીઝમ વિભાગને અલગ ડીપાર્ટમેન્ટ જાહેર કરી શકે છે

મળતી માહિતી મુજબ પ્રવાસન વિભાગને અલગ વિભાગનો દરજ્જો મળી શકે તેવી શક્યતાઓ છે. જેની ગુજરાતના આગામી બજેટમાં જાહેરાત થશે. ટુરીઝમ વિભાગને અલગ ડીપાર્ટમેન્ટ જાહેર કરી શકે છે. અત્યાર સુધી ઉદ્યોગ વિભાગ અંતર્ગત પ્રવાસન વિભાગનું સ્થાન છે. અલગ વિભાગ બનવાથી તેનો ઝડપી વિકાસ શક્ય બનશે. તેમજ આ વિભાગને 2000 કરોડથી વધુ રુપિયાનું બજેટ ફાળવવામાં આવી શકે છે.

મળતી માહિતી પ્રમાણે રાજ્ય સરકાર ગુજરાતના 33 જિલ્લામાં પ્રતિ જિલ્લા દીઠ 75 ખેડૂતોને પ્રાકૃતિક ખેતી માટેની મહત્ત્વની યોજનાઓ જાહેર કરશે. આમ વધુમાં વધુ ખેડૂતો એ પ્રાકૃતિક ખેતીમાં જોડાય તે માટે આ ખાસ વ્યવસ્થા કરવામાં આવશે.

Back to top button