ગુજરાતટોપ ન્યૂઝબજેટ-2023

ગુજરાત બજેટ 2023-24 : બજેટમાં પ્રવાસન, યાત્રાધામ અને નાગરિક ઉડ્ડયન ક્ષેત્રે આટલા કરોડની ફાળવણી

આજે ગુજરાત વિધાનસભામાં આજે નાણામંત્રી કનુભાઈ દેસાઈ વર્ષ 2023-24 માટે બજેટ રજૂ કર્યું હતું. નાણાપ્રધાન કનુ દેસાઈએ રુપિયા 3 લાખ 1 હજાર 22 કરોડનું બજેટ રજૂ કર્યુ, આ બજેટમાં રાજ્યમાં પ્રવાસન ક્ષેત્રનો વ્યાપ વધારવા માટે હવે રાજ્ય સરકારે ખાસ ધ્યાન કેન્દ્રિત કર્યું છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી, કચ્છના સફેદ રણ જેવા ટુરીસ્ટ સ્પોટ આંતરરાષ્ટ્રિય પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. ત્યારે રાજ્યમાં પ્રવાસન પ્રવૃત્તિઓને વેગ આપી રોજગારીની નવી તકો ઊભી કરવા સરકારે અનેકવિધ પગલાઓ લીધેલ છે. આ ક્ષેત્રના વિકાસને વેગ આપવા આ વિભાગના બજેટ 346% નો વધારો કરવાની જાહેરાત કરી હતી.

આ પણ વાંચો : ગુજરાત બજેટ 2023-24 Live Update : નાણામંત્રીએ રુપિયા 3 લાખ 1 હજાર કરોડ રૂપિયાનું બજેટ રજૂ કર્યું, જાણો શું મહત્વની જાહેરાતો થઈ

બજેટ - Humdekhengenews

પ્રવાસનના વિકાસની હરણફાળને વેગવંતી બનાવવા માટે 2077 કરોડની જોગવાઇ

આઇકોનિક ટુરિસ્ટ સ્થળોના સંકલિત વિકાસ માટે706 કરોડની જોગવાઇ.
ધાર્મિક, હેરીટેજ, એડવેન્‍ચર અને ઇકો ટુરિઝમ અંતર્ગત આવતા પ્રવાસન સ્થળોના વિકાસ માટે `૬૪૦ કરોડની જોગવાઇ.
એરસ્ટ્રીપ/એરપોર્ટનો વિકાસ કરવા તેમજ એર કનેક્ટિવિટી વધારવા માટે `૨૧૫ કરોડની જોગવાઈ.
અંબાજી-ધરોઇ બંધ પરિક્ષેત્રને વિશ્વ કક્ષાના પ્રવાસી અને યાત્રાધામ વિકાસ માટે 300કરોડની જોગવાઇ.
રાજ્યમાં આવેલ જુદા જુદા યાત્રાધામોના વિકાસ અને યાત્રિકોની સગવડો વધારવા માટે `૯૪ કરોડની જોગવાઇ.
હેરિટેજ અને સિનેમેટિક પ્રવાસન નીતિ માટે 33કરોડની જોગવાઇ.
કર્લી જળાશય વિસ્તારને પર્યટન સ્થળ તરીકે વિકાસ કરવા માટે 25કરોડની જોગવાઇ.
ધોળાવીરા, ધરોઈ, નડાબેટ, કડાણા ડેમ, શિવરાજપુર વગેરે સ્થળોએ ટેન્ટ સિટી વિકસાવવા માટે 20 કરોડની જોગવાઇ.
સ્વામી વિવેકાનંદ સર્કિટના વિકાસ માટે 120કરોડના આયોજન સામે 10 કરોડની જોગવાઇ.

સ્ટેચ્યુ ઓફ યુનિટી-એકતા નગર

એકતાનગર ખાતે વિવિધ કામગીરી માટે 565 કરોડની જોગવાઇ કરવામાં આવી છે. પ્રવાસીઓ માટે વિવિધ આકર્ષણો સાથે તેમની સગવડોમાં ઉત્તરોત્તર વધારો કરવામાં આવી રહેલ છે. એકતાનગર આજે વિશ્વના નોંધપાત્ર પર્યટન સ્થળ તરીકે ઉભરી રહેલ છે. આદિજાતિ સંસ્કૃતિ, પ્રકૃતિ અને પાણીના સંગમને વિશ્વ સમક્ષ પ્રદર્શિત કરી રોજગારીની વિપુલ તકોનું સર્જન કરવા આ વિસ્તારનો સંકલિત વિકાસ કરવાનું આયોજન છે. આગામી સમયમાં એકતાનગર ખાતે વિશ્વકક્ષાની ડ્રાઇવ ઇન સફારી અને વિવિધ પ્રકારના મ્યુઝિયમ પણ સ્થાપવામાં આવશે.

આ પણ વાંચો : ગુજરાત બજેટ 2023-24 : ઉદ્યોગ અને ખાણ વિભાગ માટે કુલ રુ. 8589 કરોડની જોગવાઇ

Back to top button