ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

ગુજરાત: બ્રિટનનો કેદી સુરતની જેલ સજા પૂરી કરશે, જાણો સમગ્ર ઘટના

Text To Speech
  • આરોપીને મંગેતરની હત્યા કરવાના કેસમાં દોષી ઠેરવ્યો હતો
  • બ્રિટિશ એસ્કોર્ટ અધિકારીઓએ ગુજરાત પોલીસને કેદીનું પ્રત્યાર્પણ કર્યું
  • ટીમે દિલ્હી એરપૉર્ટ પહોંચી કેદી જીગુ કુમાર સોરઠીની કસ્ટડી સ્વીકારી

ગુજરાતના ઇતિહાસની આવી પહેલી ઘટના બની છે. જેમાં બ્રિટનનો કેદી હવે ગુજરાતની જેલમાં સજા પૂરી કરશે. તેમાં ગુજરાત પોલીસે સૌપ્રથમવાર વિદેશથી કોઈ આરોપીનું નહીં પરંતુ, કેદીનું પ્રત્યાર્પણ સ્વીકાર્યું છે.

બ્રિટિશ એસ્કોર્ટ અધિકારીઓએ ગુજરાત પોલીસને કેદીનું પ્રત્યાર્પણ કર્યું

ભારતીય કેદીને લઈ દિલ્હી એરપૉર્ટ આવેલા બ્રિટિશ એસ્કોર્ટ અધિકારીઓએ ગુજરાત પોલીસને કેદીનું પ્રત્યાર્પણ કર્યું હતું. મંગેતરની હત્યાના ગુનામાં સજા પામેલા કેદી જીગુ સોરઠીએ પરદેશને બદલે સ્વદેશની જેલમાં બાકી રહેતી સજા કાપવા યુકેની કોર્ટમાં અરજી કરી હતી. જેમાં આરોપી નહીં પરંતુ કેદીનું દિલ્હી એરપૉર્ટ ઉપર ગુજરાત પોલીસે પ્રત્યાર્પણ સ્વીકાર્યું હતું. ગુજરાત સરકારના હોમ ડિપાર્ટમેન્ટ કેદીના જાપ્તા માટે એસ્કોર્ટ અધિકારીઓની ટીમ નિયુક્ત કરી હતી.

આરોપીને મંગેતરની હત્યા કરવાના કેસમાં દોષી ઠેરવ્યો હતો

ટીમે દિલ્હી એરપૉર્ટ પહોંચી કેદી જીગુ કુમાર સોરઠીની કસ્ટડી સ્વીકારી હતી. ગુજરાત પોલીસ પ્રત્યાર્પણથી કેદીનો કબજો મેળવી ગુજરાત આવવા રવાના થઈ હતી. કેદીને દિલ્હીથી સીધો સુરતની લાજપોર જેલ લાવવામાં આવ્યો હોવાનું જેલના સૂત્રોએ જણાવ્યું હતું. વધુમાં, બ્રિટનની લેસ્ટર કોર્ટે આરોપી જીગુ સોરઠીને તેની મંગેતરની હત્યા કરવાના કેસમાં દોષી ઠેરવ્યો હતો. આ સાથે જ તેને આજીવન કેદની સજા ફટકારી હતી. કેદીએ યુકેની કોર્ટ સમક્ષ તેની બાકી રહેતી સજા ઇંગ્લૅન્ડની જેલને બદલે ભારતીય જેલમાં કાપવા માટે અરજી કરી હતી. બ્રિટન સરકારે કેદીના પરિવાર બાબતે ભારત સરકાર પાસેથી વિગતો માંગી હતી. કેદીનો પરિવાર ગુજરાતમાં રહેતો હોવાથી તેને ગુજરાતની જેલમાં ટ્રાન્સફર કરવા નિર્દેશ થયો હતો.

Back to top button