એજ્યુકેશનગુજરાતટોપ ન્યૂઝ

ગુજરાત બોર્ડના ધોરણ 10નું પરિણામ જાહેર; સુરતનું સૌથી વધુ તો પાટણનું સૌથી ઓછું પરિણામ

Text To Speech

અમદાવાદઃ ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવેલી ધોરણ 10ની પરીક્ષાનું પરિણામ જાહેર થઈ ગયું છે. આજે વહેલી સવારે 7.20 વાગ્યાની આસપાસ જ પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. આ પરિણામ બોર્ડની વેબસાઈટ www.gseb.org પર જાહેર કરવામાં આવ્યું છે. સુરત જિલ્લાનું સૌથી વધુ 75.64 ટકા અને પાટણ જિલ્લાનું સૌથી ઓછું 54.29 ટકા પરિણામ આવ્યું છે. આ વખતે છોકરાઓ કરતાં છોકરીઓએ 11.74 ટકા વધુ પરિણામ મેળવ્યું છે.

આ વર્ષે ધોરણ 10 બોર્ડનું 65.18 ટકા પરિણામ આવ્યું છે. વિષયવાર રિઝલ્ટની વાત કરવામાં આવે તો, સ્ટાન્ડર્ડ ગણિતનું 92.63 ટકા પરિણામ, બેઝિક ગણિતનું 69.53 ટકા પરિણામ, ગુજરાતી ભાષાનું 82.15 ટકા પરિણામ, અંગ્રેજી પ્રથમ ભાષાનું 94.73 ટકા, જ્યારે બીજી ભાષાનું 80.30 ટકા પરિણામ આવ્યું છે.

આ ઉપરાંત A1 ગ્રેડ 12,090 વિદ્યાર્થીઓએ મેળવ્યો છે. રાજ્યની 121 સ્કુલનું પરિણામ શૂન્ય ટકા આવ્યું છે. જ્યારે 1,007 શાળાઓનું પરિણામ 30 ટકાથી ઓછું આવ્યું છે.

2020માં ધો. 10નું 60.64% રિઝલ્ટ આવ્યું હતું
કોરોનાકાળમાં લોકડાઉનના 75 દિવસ બાદ 9મી જૂન 2020ના દિવસે ધોરણ 10નું પરિણામ જાહેર કર્યું હતું. 2020માં 10મા ધોરણનું 60.64 ટકા પરિણામ જાહેર થયું હતું. 2019માં ધોરણ 10નું 66.97 ટકા પરિણામ હતું. 2020માં દાહોદ જિલ્લાનું સૌથી ઓછું પરિણામ હતું. તો 174 શાળાઓનું શૂન્ય ટકા પરિણામ હતું. 100 ટકા પરિણામ ધરાવતી 291 શાળાઓ હતી. 2020માં અંદાજે 10.80 લાખ વિદ્યાર્થીઓએ રાજ્યભરમાંથી પરીક્ષા આપી હતી.

GSEB બોર્ડ SSC માર્કિંગ સ્કીમ મુજબ વિદ્યાર્થીએ લાયક ગણવામાં આવતા તમામ વિષયોમાં ઓછામાં ઓછો ‘D’ ગ્રેડ મેળવવો જરૂરી રહેશે. વિષયોમાં ગ્રેડ ‘E1’ અથવા ગ્રેડ ‘E2’ મેળવનારા વિદ્યાર્થીઓએ પૂરક પરીક્ષાઓ દ્વારા તેમને ફરીથી પરીક્ષા આપવાની રહેશે. A1 ગ્રેડ મેળવવા માટે વિદ્યાર્થીઓએ 90 ટકાથી વધુ માર્ક્સ મેળવવાના રહેશે.

ધોરણ 12 સાયન્સનું 72.2 ટકા પરિણામ
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12 સાયન્સનું પરિણામ જાહેર કરાયું હતું. આ વર્ષે 72.2 ટકા પરિણામ આવ્યું છે. સૌથી વધુ પરિણામ રાજકોટ જિલ્લાનું 85.78 ટકા, જ્યારે સૌથી ઓછું દાહોદ જિલ્લાનું 40.19 ટકા આવ્યું છે. લાઠી કેન્દ્રનું સૌથી વધુ 96.12% અને સૌથી ઓછું લીમખેડા કેન્દ્રનું 33.33% પરિણામ આવ્યું છે.ધોરણ 12 સાયન્સમાં A1 ગ્રેડમાં 196 અને A2 ગ્રેડમાં 3306 વિદ્યાર્થી પાસ થયા છે, જ્યારે ગુજરાતી માધ્યમનું પરિણામ 72.4 ટકા આવ્યું છે.

ધોરણ 12 સાયન્સનું 86.91 ટકા પરિણામ
ગુજરાત બોર્ડનું ધોરણ 12 સાયન્સનું પરિણામ જાહેર થઈ ગયું છે.આ વર્ષે 86.91 ટકા પરિણામ આવ્યું છે. આ વખતે ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં કુલ 4 લાખ 22 હજાર કરતાં વધુ વિદ્યાર્થીઓ નોંધાયા છે. આ વખતે ડાંગ જિલ્લાનું સૌથી ઊંચું પરિણામ 95.41 ટકા અને વડોદરા જિલ્લાનું સૌથી ઓછું 76.49 ટકા પરિણામ આવ્યું છે. જોકે છેલ્લાં 12 વર્ષની સરખામણીએ એટલે કે વર્ષ 2010થી વર્ષ 2022ના સમયગાળામાં પરિણામની ટકાવારી જોઈએ તો વર્ષ 2022નું પરિણામ અગાઉનાં તમામ વર્ષો કરતાં વધારે નોંધાયું છે. વર્ષ 2010થી અત્યારસુધીના પરિણામમાં હવે વર્ષ 2022ના પરિણામની ટકાવારીએ રેકોર્ડ સર્જ્યો છે.

Back to top button