ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા 14 માર્ચથી શરુ થઈ રહેલી ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાની હોલ ટીકિટ આજથી ડાઉનલોડ કરી શકાશે. બોર્ડની સત્તાવાર વેબસાઈટ Gseb.org પરથી પરીક્ષા આપનાર તમામ વિદ્યાર્થી તેમના પ્રવેશપત્ર મેળવી શકશે. ઉલ્લેખનીય છે કે, હાલ ધોરણ 12 સાયન્સની પ્રેક્ટિકલ પરીક્ષા ચાલી રહી છે જે આગામી 2 માર્ચે પુરી થશે.
શાળા દ્વારા હોલ ટીકિટ ડાઉનલોડ કરવાની રહેશે
મહત્વનું છે કે, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડની ધોરણ 10 અને 12ની પરીક્ષા 14 માર્ચથી શરૂ થવાની છે. બોર્ડની પરીક્ષા માટે આજથી ધોરણ 12 સાયન્સની હોલ ટિકિટ ડાઉનલોડ થવાની શરૂ થઈ છે. શાળા દ્વારા ટિકિટ ડાઉનલોડ કરીને સહી સિક્કા સાથે વિદ્યાર્થીઓને આપવામાં આવશે. ધોરણ 12 સાયન્સની પ્રેક્ટિકલ પરીક્ષા ચાલી રહી છે જે 2 માર્ચે પુરી થશે.
પ્રવેશપત્રમાં ભૂલ જણાય તો શું કરવું ?
ધો.12 સાયન્સની હોલ ટીકિટ શાળા દ્વારા ડાઉનલોડ કરી વિદ્યાર્થીનો ફોટો, સહી, વર્ગ શિક્ષકની સહી અને પ્રિન્સિપાલના સહી સિક્કાની પ્રક્રિયા બાદ વિદ્યાર્થીને આપવાની રહેશે. વિદ્યાર્થીએ પ્રવેશપત્રમાં આપવામાં આવેલી તમામ માહિતી એકવખત ચેક કરી લેવી જો તેમાં કોઈ ભૂલ અથવા લખાણમાં ખામી લાગે તો તરત આ અંગે બોર્ડની કચેરીએ રૂબરૂ જઈને જાણ કરવાની રહેશે.