ગુજરાત બોર્ડની ધો.10-12ની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર, જૂઓ અહીં
- ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડની વાર્ષિક પરીક્ષાની તારીખો જાહેરાત થઈ ગઈ છે. આગામી માર્ચ મહિનામાં આ પરીક્ષાઓ લેવાશે. 11 માર્ચથી 26 માર્ચ 2024 દરમ્યાન પરીક્ષા.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડની વાર્ષિક પરીક્ષાઓ 11 માર્ચથી શરૂ થશે અને 26 માર્ચ સુધી ચાલશે. જેમાં ધો.10 ની પરીક્ષાઓ 11 માર્ચથી 22 માર્ચ અને ધો.12 સામાન્ય પ્રવાહની પરીક્ષા 11 માર્ચથી 26 માર્ચ સુધી ચાલશે. આ સાથે ગુજકેટની પરીક્ષાનો પણ ટાઇમ ટેબલ જાહેર કરવામાં આવ્યો છે, જેની 2 એપ્રિલ 2024ના રોજ પરીક્ષા શરુ થશે.
પુરો કાર્યક્રમ અહીં જોઈ શકાશે: ગુજરાત બોર્ડની ધો.10-12ની પરીક્ષાનો કાર્યક્રમ
નવી શિક્ષણ નીતિ : ધો.10-12 બોર્ડની પરીક્ષામાં કેવા ફેરફાર થશે ?
ગુજરાતના શિક્ષણ ક્ષેત્રે બોર્ડની પરીક્ષામાં કેટલાક મહત્વના ફેરફાર કરવામાં આવી રહ્યા છે. રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે રાજ્યના વિદ્યાર્થીઓના વિશાળ હિતમાં કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો કર્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારે જાહેર કરેલી નેશનલ એજ્યુકેશન પોલિસી 2020 અન્વયે આ નિર્ણયો મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં યોજાયેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં નવી શિક્ષણ નીતિમાં ફેરફાર કરવામાં આવ્યા હતા. વધુ વાંચો: નવી શિક્ષણ નીતિ : ધો.10-12 બોર્ડની પરીક્ષામાં કેવા ફેરફાર થશે ?