ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

ગુજરાતમાં ભાજપે જિલ્લા – શહેરના પ્રમુખોના નામની જાહેરાત કરી, જુઓ લિસ્ટ

Text To Speech

ગાંધીનગર, તા. 6 માર્ચ, 2025: ગુજરાતમાં ભાજપ દ્વારા જિલ્લા – શહેરના પ્રમુખોના નામની જાહેરાત કરવામાં આવી હતી. ગાંધીનગર, મહિસાગર, બનાસકાંઠા, નવસારી, સુરત, બોટાદ અને મહેસાણામાં ભાજપ પ્રમુખ રિપિટ કરવામાં આવ્યા હતા.કોઈ કારણોસર ગુજરાતમાં આઠ જિલ્લાના પ્રમુખના નામ આજે જાહેર નહીં થાય. આ 8 જિલ્લા પ્રમુખના નામ હોળી પછી જાહેર કરવામાં આવશે.


ભાજપ સંગઠન પ્રમુખ જિલ્લા/ મહાનગર

  • ગૌરવ રૂપારેલિયા – જૂનાગઢ મહાનગર
  • નીલ રાવ – નર્મદા પૂર્વ મહામંત્રી
  • ભરત રાઠોડ – સુરત જિલ્લો રિપિટ
  • દશરથ બારીયા – મહીસાગર
  • અતુલ કાનાણી – અમરેલી પૂર્વ જિલ્લા પ્રમુખ
  • ચંદુભાઈ મકવાણા – જૂનાગઢ જિલ્લો
  • કીર્તિ સિંહ વાઘેલા – બનાસકાંઠા રિપિટ
  • ભુરાલાલ શાહ – નવસારી રિપિટ
  • અનિલ પટેલ – ગાંધીનગર જિલ્લો રિપિટ
  • કૃણાલ શાહ – ભાવનગર શહેર
  • કિરીટ રાજગોર – મહેસાણા જિલ્લો રિપિટ
  • જયપ્રકાશ સોની – વડોદરા શહેર
  • વિનુભાઈ ભંડેરી – જામનગર જિલ્લો

નવા પ્રદેશ પ્રમુખનું નામ પણ થશે જાહેર

ભાજપે 8 શહેર અને 33 જિલ્લાના નવા જિલ્લા પ્રમુખોના નામ જાહેર કરવાની શરૂઆત કરી દીધી છે. આ સાથે ગુજરાત પ્રદેશના નવા પ્રમુખની પણ જાહેરાત થવાની સંભાવના છે. પીએમ મોદી આવતીકાલથી ફરી બે દિવસ ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે ત્યારે પ્રદેશ પ્રમુખના નામની જાહેરાત થાય તેવી શક્યતા છે.

આ પણ વાંચોઃ Video: શમીએ રોઝા ન રાખતાં મૌલવી થયો લાલઘૂમ, કહી આ વાત

Back to top button