ગુજરાત: મુન્દ્રા બંદરના સોપારી કાંડમાં થયા મોટા ખુલાસા
- સોપારીની આયાત પર 200 ટકા જેટલી તોતિંગ ડયુટી લાદવામાં આવેલી છે
- મિસ ડિકલેરેશન દ્વારા સોપારીના આયાતના પ્રયાસ થતા રહે છે
- શંકાના આધારે પ્લાસ્ટિકના દાણા હોવાનું જાહેર કરાયેલા છ કન્ટેનરને અટકાવાયા
ગુજરાતમાં મુન્દ્રા બંદરના સોપારી કાંડમાં મોટા ખુલાસા થયા છે. જેમાં મુન્દ્રા બંદરે છ કન્ટેનરોમાંથી પ્લાસ્ટિકના દાણાના બદલે સોપારીનો જથ્થો પકડાયો હતો. તેમાં મિસ ડિકલેરેશનના તાર કંડલા સ્પે.ઈકોનોમિક ઝોનના વેરહાઉસ સુધી લંબાયા છે. સોપારીની આયાત પર 200 ટકા ડયૂટીના પગલે મિસ ડિકલેરેશન કરીને બેફામ આયાત થતી હતી. પરિણામે મિસ ડિકલેરેશન દ્વારા સોપારીના આયાતના પ્રયાસ થતા રહે છે.
આ પણ વાંચો: યાત્રાધામ પાવાગઢ ખાતે દર્શનાર્થે આવતા ભક્તો માટે મહત્વના સમાચાર
સોપારીની આયાત પર 200 ટકા જેટલી તોતિંગ ડયુટી લાદવામાં આવેલી છે
જેલબ અલી પોર્ટથી વાયા દુબઈ થઈને ગત તા.3ના રોજ મુન્દ્રા બંદરે આવેલા છ કન્ટેનરને ડીઆરઆઈ દ્વારા રોકવામાં આવ્યા હતા. જેની શનિવારે રાત્રે તપાસ શરૂ કરવામાં આવતા પ્લાસ્ટિકના દાણાની આડમાં સોપારીનો જથ્થો આયાત કરવાના ષડયંત્રનો પર્દાફાશ થયો હતો. મિસ ડિકલેરેશનના મામલાના તાર કંડલા સ્પેશ્યિલ ઈકોનોમિક ઝોનના વેરહાઉસ સુધી લંબાયા હોવાનું પણ સૂત્રોમાંથી જાણવા મળી રહ્યું છે. નોંધનીય છે કે, સોપારીની આયાત પર 200 ટકા જેટલી તોતિંગ ડયુટી લાદવામાં આવેલી છે, પરિણામે મિસ ડિકલેરેશન દ્વારા સોપારીના આયાતના પ્રયાસ થતા રહે છે.
આ પણ વાંચો: વડોદરા-હરિદ્વાર ટ્રેનને પુનઃ શરૂ કરવા રેલવે મંત્રાલયમાં રજૂઆત
શંકાના આધારે પ્લાસ્ટિકના દાણા હોવાનું જાહેર કરાયેલા છ કન્ટેનરને અટકાવાયા
સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ, અમદાવાદ ડીઆરઆઈ દ્વારા શંકાના આધારે પ્લાસ્ટિકના દાણા હોવાનું જાહેર કરાયેલા છ કન્ટેનરને અટકાવાયા હતા. જે પૈકી ત્રણ કન્ટેનરની તપાસ કરવામાં આવતા તેમાંથી સોપારીનો જથ્થો મળી આવ્યો હતો. આ ઉપરાંત સૂત્રોના કહ્યા મુજબ, પકડાયેલો સોપારીનો જથ્થો કંડલા સ્પેશ્યિલ ઈકોનોમિક ઝોનના સુમિત ઈન્ડિયા પ્રા.લિ. નામના વેરહાઉસમાં જવાનો હતો. જો કે, તે પૂર્વે જ ડીઆરઆઈએ સોપારીનો જથ્થો ઝડપી લઈને કાર્યવાહી હાથ ધરી છે. 60 ફૂટની લંબાઈ ધરાવતા એક-એક કન્ટેનરમાંથી 24 ટન જેટલો સોપારીનો જથ્થો મળ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.