ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

ગુજરાત: રાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડ મુદ્દે મોટા સમાચાર

  • ગેમઝોન સંચાલક યુવરાજસિંહ સોલંકીએ કર્યો ધડાકો
  • સંચાલક યુવરાજસિંહ સોલંકીએ SIT સમક્ષ ખુલાસા કર્યા
  • ગુજરાત હાઇકોર્ટે રાજકોટ મનપા કમિશનરની ઝાટકણી કાઢી

રાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડ મુદ્દે મોટા સમાચાર સામે આવ્યા છે. જેમાં ગેમઝોન સંચાલક યુવરાજસિંહ સોલંકીએ ધડાકો કર્યો છે. સંચાલક યુવરાજસિંહ સોલંકીએ SIT સમક્ષ ખુલાસો કરતા જણાવ્યું છે કે ભાજપના કોર્પોરેટરે તોડ કરી ડીમોલેશન અટકાવ્યું હતું. જેમાં કોર્પોરેટરે 1.5 લાખનો તોડ કરી ડીમોલેશન અટકાવ્યું હતું.

આ પણ વાંચો: ગુજરાત: સુરતના 12 લાખ લોકોને પીવાનું પાણી નહીં મળે, જાણો શું છે કારણ 

ગુજરાત હાઇકોર્ટે રાજકોટ મનપા કમિશનરની ઝાટકણી કાઢી

ગુજરાત હાઇકોર્ટે રાજકોટ મનપા કમિશનરની ઝાટકણી કાઢી છે. જેમાં રાજકોટ મનપાની કડક શબ્દોમાં હાઇકોર્ટની ઝાટકણી છે. તેમાં ગુજરાત હાઇકોર્ટે જણાવ્યું છે કે રાજકોટ કમિશનરને સસ્પેન્ડ કેમ ના કર્યા. તમે નિર્દોષની હત્યા કરનાર આરોપી છો. લોકોના જીવ સાથે રમત રમીને બદલી, શરમ આવવી જોઇએ.

પ્રથમ વાર આગ લાગ્યા બાદ પણ કોઇ મજબુત પગલાં લીધા નહીં

રાજકોટ મનપા સામે હાઇકોર્ટનું અવલોકન છે. જેમાં હાઇકોર્ટે જણાવ્યું છે કે મનપા જાણતી હતી કે ગેમઝોન ગેરકાયદેસર છે. તેમ છતાં કોઇ પગલાં લીધા નહીં.આગ લાગવાની રાહ જોવાતી હતી ?. પ્રથમ વાર આગ લાગ્યા બાદ પણ કોઇ મજબુત પગલાં લીધા નહીં. મનપાના વકીલની ગુજરાત હાઈકોર્ટમાં રજૂઆત છે કે ગેમઝોન ગેરકાયદે હોવા અંગે નોટિસ આપી હતી. ફાયર NOC ન હોવા અંગે સમિતિની રચના કરાઇ. જેમાં હાઇકોર્ટે જણાવ્યું છે કે 1 વર્ષમાં મનપા કમિશનરે શું કર્યું. જો કામ કર્યું હોત તો નિર્દોષના જીવ ન ગયા હોય.

જવાબદાર અધિકારીઓ સામે હત્યાનો ચાર્જ લગાવવો જોઇએ

હાઈકોર્ટમાં અરજદારના વકીલની રજૂઆત છે કે જવાબદાર અધિકારીઓ સામે હત્યાનો ચાર્જ લગાવવો જોઇએ. જેમાં રાજ્ય સરકારે હાઇકોર્ટમાં એફિડેવિટ ફાઇલ કર્યું છે. ત્યારે ગુજરાત હાઇકોર્ટે રાજ્ય સરકારની ઝાટકણી કાઢી છે. તેમાં જણાવ્યું છે કે કાર્યવાહી કરી હોય તો અગ્રિકાંડ થયો નહોત. તેમાં સરકારે જણાવ્યું છે કે ઘટના બાદ જવાબદાર કર્મચારીને સસ્પેન્ડ કરાયા છે. રાજકોટ મનપાના કમિશનરની બદલી કરાઇ છે.હજુ તેમને પોસ્ટીંગ અપાયું નથી. કોર્ટનું સરકારના જવાબ પર અવલોકન છે. તેમાં હાઇકોર્ટે જણાવ્યું છે કે કમિશનરની બદલી માત્ર ગીફ્ટ કહેવાય એક્શન નહીં. હજુ કોઇ ઘટનાની રાહ જોવાઇ રહી છે ?.

Back to top button