ગુજરાતટોપ ન્યૂઝ

ગુજરાત: નર્મદાના AAP ધારાસભ્ય ચૈતર વસાવાને લઈ મોટા સમાચાર

Text To Speech
  • જામીન છતા ચૈતર વસાવા આજે જેલમાંથી બહાર નહીં આવે
  • પત્નીને જામીન મળ્યા બાદ બન્ને સજોડે જેલમાંથી બહાર આવશે
  • ચૈતરના 39 દિવસ બાદ 1 લાખ રૂપિયાના શરતી જામીન મંજૂર

AAP ધારાસભ્ય ચૈતર વસાવાને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે. જેમાં જામીન મળવા છતા ચૈતર વસાવા આજે જેલમાંથી બહાર આવશે નહી. કારણ કે પત્નીને જામીન મળ્યા બાદ બન્ને સજોડે જેલમાંથી બહાર આવશે. ચૈતર વસાવાના 39 દિવસ બાદ 1 લાખ રૂપિયાના શરતી જામીન મંજૂર થયા છે.

આ પણ વાંચો: અમિત શાહ ગુજરાતમાં 2 દિવસના પ્રવાસે, જાણો સમગ્ર કાર્યક્રમ

પત્ની શકુંતલાની જામીન પર આવતીકાલે SCમાં સુનાવણી થશે

પત્ની શકુંતલાની જામીન પર આવતીકાલે SCમાં સુનાવણી થશે. જેમાં ગુનામાં 8 આરોપીઓમાંથી 5ને કોર્ટે જામીન આપી દીધા છે. ચૈતર વસાવા 14 ડિસેમ્બરે પોલીસ સમક્ષ હાજર થયા હતા. ટ્રાયલ પૂર્ણ ન થાય ત્યાં સુધી નર્મદા જિલ્લાની હદમાં પ્રવેશ નહીં. તથા ફરિયાદીને ધાક ધમકી આપી ફોડવાનો પ્રયત્ન કરી શકશે નહિ. જેમાં કોર્ટેની પરવાનગી સિવાય ચૈતર વસાવા ગુજરાત નહીં છોડી શકે. તથા ચાર્જશીટ ન થાય ત્યાં સુધી દર મહિને હાજરી પુરાવવી પડશે.

આ પણ વાંચો: અમદાવાદ: પોલીસ સ્ટેશનમાં ઘરઘાટીની નોંધણી કરાવી છતાં રૂ. 30.30 લાખ ચોરી કરી ફરાર 

પોલીસ સ્ટેશનમાં નિયમિત હાજરી પુરાવવાની રહેશે

પોલીસ સ્ટેશનમાં નિયમિત હાજરી પુરાવવાની રહેશે. વનકર્મીઓ પર હુમલાના કેસમાં ગુનો નોંધાયો હતો. નર્મદાના આપ ધારાસભ્યને જામીન મળ્યા છે. પણ જેલમાંથી આજે બહાર આવશે નહી. કમ કે એમની પત્ની શકુંતલા બેન આ મામલે હજુ જેલમાં છે. તેમની જામીનની સુનવણી સુપ્રીમ કોર્ટમાં 24 જાન્યુઆરી છે. પત્નીને જામીન મળ્યા બાદ ધારાસભ્ય ચૈતર વસાવા સજોડે જેલમાંથી બહાર આવશે. વન કર્મચારીઓને માર મારવા અને ધમકાવવાના ગુન્હામાં 14 ડિસેમ્બરથી આપ ધારાસભ્ય ચૈતર વસાવા જેલમાં છે

Back to top button