ગુજરાત: નોટબંધી વખતે કરોડોની હેરફેર કરનારા ભજિયાવાલા પિતા-પુત્રની મુશ્કેલી વધશે
નોટબંધી વખતે કરોડોની હેરફેર કરનારા ભજિયાવાલા પિતા-પુત્રનો કેસ PMLA કોર્ટમાં રજૂ કરવામાં આવશે. જેમાં બેન્ક અધિકારીઓની સાઠગાંઠથી કરોડોની કિંમતની જુની નોટો બદલી હતી. ખાતેદારોના જ પાન-આધાર કાર્ડ મેળવી કાંડ કરતા મની લોન્ડરીંગનો કેસ કરવામાં આવ્યો છે. પીએમએલએ કેસ માટે ખાસ પ્રકારે વિશેષ ડેઝિગ્નેટેડ કોર્ટની રચના કરાયેલી છે.
આ પણ વાંચો: ગુજરાત: અર્બન બેન્કોએ કેન્દ્રીય નાણાવિભાગમાં કરી આ માગણી
ખાતેદારોના પાન કાર્ડ-આધાર કાર્ડ સહિતના દસ્તાવેજોથી કાંડ કર્યું
નોટબંધી દરમ્યાન જુદી જુદી બેંકોમાંથી બેંકના જ અધિકારીઓ-કર્મચારીઓ સાથે મળીને ખાતેદારોના પાન કાર્ડ-આધાર કાર્ડ સહિતના દસ્તાવેજો મેળવી તેના આધારે કરોડો રૂપિયાની નાણાં બદલી કાઢવાના કેસમાં સીબીઆઇએ સુરતના ભજિયાવાલા પિતા-પુત્ર વિરૂધ્ધ દાખલ કરેલો કેસ ડેઝિગ્નેટેડ પીએમએલએ કોર્ટમાં ટ્રાન્સફ્ર કરવા સ્પેશિયલ સીબીઆઇ કોર્ટે હુકમ કર્યો હતો.
આ પણ વાંચો: અમદાવાદમાં બે વર્ષ બાદ આજે T-20 યોજાશે, સ્ટેડિયમમાં બપોરથી મળશે પ્રવેશ
પિતા-પુત્ર કિશોર અને જીગ્નેશ ભજીયાવાલા વિરુધ્ધ કેસ
એન્ફેર્સમેન્ટ ડિરેકટોરેટ(ઇડી)ના આસીસ્ટન્ટ ડાયરેકટર ધર્મેન્દ્ર મીના તરફ્થી કરાયેલી અરજીમાં ઇડીના સ્પેશ્યલ કાઉન્સેલ સુધીર ગુપ્તાએ જણાવ્યું હતું કે, નોટબંધી દરમ્યાન મોટાપાયે ચલણી નોટો બદલવાના ચકચારભર્યા કૌભાંડમાં સીબીઆઇ દ્વારા સુરતના ભજિયાવાલા પિતા-પુત્ર કિશોર ભજિયાવાલા અને જીગ્નેશ ભજીયાવાલા વિરુધ્ધ કેસ દાખલ કર્યો હતો. જે આ કોર્ટમાં પડતર છે. પરંતુ આરોપીઓએ આચરેલો મનીલોન્ડરીંગ એકટ હેઠળનો શિડ્યુલ ઓફેન્સ છે અને કાયદાકીય જોગવાઇ ખાસ કરીને કલમ-44(1) (સી) મુજબ, આ કેસ પીએમએલએની ડેઝિગ્નેટેડ કોર્ટમાં ચાલી શકે છે.
આ પણ વાંચો: જુનિયર ક્લાર્ક પેપરલીકમાં આરોપીના મોબાઇલ ખોલશે મોટી પોલ
સીબીઆઇ સ્પેશિયલ કોર્ટે આ કેસના સંબંધિત તમામ દસ્તાવેજો રજૂ કર્યા
પીએમએલએ કેસ માટે ખાસ પ્રકારે વિશેષ ડેઝિગ્નેટેડ કોર્ટની રચના કરાયેલી છે અને શીડયુલ ઓફેન્સનો ટ્રાયલ આ કોર્ટમાં જ ચલાવી શકાય તેવી કાયદામાં સ્પષ્ટ જોગવાઇ છે ત્યારે સીબીઆઇ કેસને પીએમએલએની સ્પેશિયલ કોર્ટમાં ટ્રાન્સફ્ર કરવો જોઇએ. ઇડી તરફ્થી કરાયેલી દલીલો ગ્રાહ્ય રાખી સીબીઆઇ સ્પેશિયલ કોર્ટે આ કેસ અમદાવાદ રૂરલ કોર્ટમાં સ્થિત ડેઝિગ્નેટેડ પીએમએલએ કોર્ટમાં ટ્રાન્સફ્ર કરવા હુકમ કર્યો હતો. સીબીઆઇ સ્પેશિયલ કોર્ટે આ કેસના સંબંધિત તમામ દસ્તાવેજો પણ પીએમએલએ ડેઝિગ્નેટેડ કોર્ટમાં ટ્રાન્સફ્ર કરવા પણ ક્રિમીનલ બ્રાંચના સુપ્રિટેન્ડન્ટને હુકમ કર્યો હતો.