ગુજરાત: હેપી ન્યુ યર મેસેજથી સાવધાન, એક ક્લિકમાં મોબાઇલ થશે હેક
- મેસેજમાં આપેલી લિંક પર ક્લિક કરો નવા વર્ષની ફ્રી ગિફ્ટ મેળવો
- 2025નું નવું કેલેન્ડર અથવા ડાયરી મફત આપવાની ઑફર
- 2024માં સાયબર ફ્રોડની કુલ 12 લાખ જેટલી ફરિયાદો આવી
આજે પહેલી જાન્યુઆરી 2025નું નવું વર્ષ શરુ થયુ છે. જેમાં બધાના વોટ્સએપ પર હેપી ન્યુ યરના મેસેજનો મારો શરુ થઈ ગયો હશે. આ હેપી ન્યુ યરના મેસેજથી ખાસ બચવા જેવું છે. શક્ય છે કે તમને કેટલાય એવા મેસેજ મળશે, જેમાં વર્ષ 2025નું નવું કેલેન્ડર અથવા ડાયરી મફત આપવાની ઑફર કરવામાં આવી હોય. એમાં લખેલું હોય કે મેસેજમાં આપેલી લિંક પર ક્લિક કરો નવા વર્ષની ફ્રી ગિફ્ટ મેળવો.
ડાયરીની લાલચમાં તમે આ લિંક પર ક્લિક કરશો નહિ
સાયબર ફ્રોડ સાથે સંકળાયેલા નિષ્ણાતો ચેતવે છે કે ભૂલથી આ લિંક પર ક્લિક કરતા નહીં. હેપી ન્યુ યરના આ મેસેજ સાથે માલવેર લિંક હોઈ શકે છે. કેલેન્ડર અથવા ડાયરીની લાલચમાં તમે આ લિંક પર ક્લિક કરશો તો શક્ય છે કે તમારો મોબાઇલ હેક થઈ જાય, તેમાં વાયરસ પ્રવેશી જાય. આ વાયરસ દ્વારા તમારો ડેટા, તમારા બેન્ક અકાઉન્ટ જેવી સંવેદનશીલ વિગતો ચોરાઈ શકે છે. તમારો મોબાઇલ ફોન ખરાબ થઈ શકે છે.
2024માં સાયબર ફ્રોડની કુલ 12 લાખ જેટલી ફરિયાદો આવી
એક રિપોર્ટ અનુસાર, વર્ષ 2024માં ભારતીયોએ જુદા જુદા પ્રકારના સાયબર ફ્રોડમાં 11,333 કરોડ રૂપિયા ગુમાવ્યા છે. વર્ષ 2024માં સાયબર ફ્રોડની કુલ 12 લાખ જેટલી ફરિયાદો આવી હતી. તે પૈકીની 45 ટકા ફરિયાદોમાં તો ગુનેગારો કોલમ્બિયા, મ્યાનમાર અને લાઓસ જેવા દક્ષિણ એશિયાઈ દેશોમાં બેઠા હતા.
આ પણ વાંચો: ગુજરાતનું આ શહેર ઠંડુગાર બન્યુ, જાણો તાપમાનનો પારો કેટલે પહોચ્યો