ગુજરાતટોપ ન્યૂઝ

ગુજરાત: ફુલ સ્પીડમાં વાહન હંકારતા ફૂડ ડિલીવરી કરતા કર્મચારીઓથી સાવધાન!

  • ફૂડ એપ હોવાથી અંદરોઅંદર હરણફાળ હરીફાઈ
  • મોડી ડિલીવર થાય તો ગ્રાહકો ફૂડ ડિલીવરી બોયને ઓછા રેટીંગ આપે છે
  • ફૂડ ડિલીવર બોય બેફામ ડ્રાઇવિંગ કરીને લોકોના જીવ જોખમમાં મૂકે છે

ફુડ ડિલિવરી બોય રેટિંગ વધારવાના ચક્કરમાં રસ્તા પર લોકોના જીવ જોખમમાં મૂકી રહ્યાં છે. જેમાં ફુલ સ્પીડમાં વાહન હંકારતા ફૂડ ડિલીવરી કરતા કર્મચારીઓથી સાવધાન રહેવાની જરૂર છે. ટ્રાફિકના નિયમોનું સરેઆમ ભંગ કરતા ડિલિવરી બોય પર નિયંત્રણ લાવવું જરૂરી છે. તથા ઈ-મેમો ન આવે એટલે વાહનની નેમપ્લેટ સાથે ચેડાં કરી સરેઆમ સિગ્નલો તોડી રહ્યાં છે.

આ પણ વાંચો: ગુજરાતના આ શહેરમાં ફેરિયાના નામે કંપની ખોલી કરોડોનું કૌભાંડ કર્યું 

ફૂડ એપ હોવાથી અંદરોઅંદર હરણફાળ હરીફાઈ

આધુનિક યુગમાં દરેક વસ્તુ હવે ઓનલાઇન ઘરે બેઠા બેઠા આસાનીથી મળી જાય છે. દિવસે ને દિવસે ટ્રાફિક વધતા કેટલાક લોકો ભીડભાડવાળી જગ્યાએ જવાનું ટાળીને પોતાની મનપસંદ હોટેલનું ભોજન ઘરેથી ઓર્ડર આપી મંગાવી લે છે. આમ ઓનલાઇન ઓર્ડર આપી ઘરે જમવાનું આસાનાથી મળી તો જાય છે. જોકે આવી એપ્લિકેશન મારફતે અનેક લોકોને રોજગારી પણ મળી રહી છે. હવે સ્વાભાવિક છે કે, અનેક ફૂડ એપ હોવાથી અંદરોઅંદર હરણફાળ હરીફાઈ પણ ચાલતી હોય છે.

ફૂડ ડિલીવર બોય બેફામ ડ્રાઇવિંગ કરીને લોકોના જીવ જોખમમાં મૂકે છે

ખાસ કરીને ગ્રાહકો સુધી ઝડપી અને ગરમાગરમ ભોજન પહોંચે તેવો તેમનો ટાર્ગેટ હોય છે. આ હરીફાઈ વચ્ચે સૌથી મોટો રોલ ફૂડ ડિલીવરી બોયનો જોવા મળે છે. કર્મચારીઓ જેટલું ઝડપી ફૂડ ડિલીવર કરે તેટલું તેમને ઈન્ક્રિમેન્ટ અને રેટિંગ બંને વધુ મળે છે. આમ રેટિંગ વધારવાના ચક્કરમાં કેટલાક ફૂડ ડિલીવર બોય બેફામ ડ્રાઇવિંગ કરીને લોકોના જીવ જોખમમાં મૂકે છે. કેટલાક ઈ-મેમો ન આવે એટલે નંબર પ્લેટ સાથે છેડછાડ કરીને બિન્દાસ્ત ટ્રાફિકના સિગ્નલ તોડે છે. જોખમી ડ્રાઈવિંગથી અકસ્માતનો ભોગ કોઈ નાગરિક ન બને તે માટે જાગૃત નાગરિકો દ્વારા આવા જોખમી ડ્રઇવિંગ કરીને ફૂડ ડિલિવરી કરતાં લોકો સામે પણ પગલાં લેવાય તેવી માગ કરી રહ્યા છે.

મોડી ડિલીવર થાય તો ગ્રાહકો ફૂડ ડિલીવરી બોયને ઓછા રેટીંગ આપે છે

ઘણાં કિસ્સાઓમાં ઓનલાઈન મંગાવેલા ફુડ પાર્સલ સમય કરતાં થોડા મોડાં ડિલીવર થાય તો ગ્રાહકો તે ફૂડ ડિલીવરી બોયને ઓછા રેટીંગ આપે છે. જો દિવસમાં કે પછી ફરજ દરમિયાન આવા કિસ્સાઓ વધે તો ફૂડ ડિલીવરી કરનાર લોકોના ઇન્સેન્ટીવ પર સીધો અસર પડતો હોય છે. જેના કારણે તેઓ રસ્તાઓ પર તેમજ સિગ્નલો પર બેફામ વાહનો હંકારીને વહેલી ડિલીવરી પહોંચાડવા મજબુર બને છે. એટલે તમને જે ટ્રાફિક દરરોજ નડે છે તે મોડી ફુડ ડીલીવરી કરનારા બોયને પણ નડયો હશે. ડિલીવરી બોયને રેટીંગ આપતા પહેલા ગ્રાહકોએ આટલુ વિચારવું જોઇએ.

Back to top button