- અત્યાર સુધીમાં 230 ફાર્માસ્યૂટિકલ કંપનીઓએ MOU કર્યા
- વાઈબ્રન્ટ ગુજરાત 2024 માટે રાજ્ય સરકાર એક્ટિવ
- ગુજરાતની ફાર્મા ઇન્ડસ્ટ્રીનું કદ રૂ. 2 લાખ કરોડ થઇ જશે
ગુજરાત દેશનું ફાર્માસ્યુટિકલ હબ છે. જેમાં ફાર્મા કંપનીઓ 15 હજાર કરોડથી વધુનું રોકાણ કરશે. અત્યાર સુધીમાં 230 ફાર્માસ્યૂટિકલ કંપનીઓએ MOU કર્યા છે. દેશ-વિદેશની ફાર્મા કંપનીઓનું રાજ્યમાં રોકાણ કરવા માટે આકર્ષણ વધ્યું છે. ગુજરાતની કંપનીઓની સાથે દેશ અને વિદેશની કંપનીઓ પણ સામેલ છે.
આ પણ વાંચો: અંકલેશ્વરમાં એપાર્ટમેન્ટમાં છત ધરાશાયી, બર્થ ડે પાર્ટીમાં આવેલ મહેમાનોમાં નાસભાગ
વાઈબ્રન્ટ ગુજરાત 2024 માટે રાજ્ય સરકાર એક્ટિવ
ગુજરાત દેશનું ફાર્માસ્યુટિકલ હબ છે અને દેશ વિદેશની કંપનીઓ સીધી અને પરોક્ષ રીતે રાજ્યમાં પોતાની હાજરી ધરાવે છે. વાઈબ્રન્ટ ગુજરાત 2024 માટે રાજ્ય સરકાર એક્ટિવ થઇ છે અને અલગ અલગ સેક્ટરમાંથી ગુજરાતમાં રોકાણ આવે તે માટે અલગ અલગ રાજ્યોની કંપનીઓ સાથે વાત કરી રહી છે. ફૂડ એન્ડ ડ્રગ કંટ્રોલ એડમિનિસ્ટ્રેશન (FDCA)ના જણાવ્યા મુજબ આવનારી વાઈબ્રન્ટ સમિટ માટે અત્યાર સુધીમાં 230 કંપનીઓએ ગુજરાત સરકાર સાથે મેમોરેન્ડમ ઓફ્ અન્ડરસ્ટેન્ડિંગ (MOU) કર્યા છે. આમાં ગુજરાતની કંપનીઓની સાથે દેશ અને વિદેશની કંપનીઓ પણ સામેલ છે.
આ પણ વાંચો:કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહનો આજે જન્મ દિવસ, ઠેર ઠેર ઉજવણી
ગુજરાતની ફાર્મા ઇન્ડસ્ટ્રીનું કદ રૂ. 2 લાખ કરોડ થઇ જશે
ભારતની ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રીઝનું વાર્ષિક ટર્નઓવર આશરે રૂ. 4 લાખ કરોડ છે જેમાં ગુજરાતનો શેર રૂ. 1.42 લાખ કરોડ છે. ફાર્મા ઇન્ડસ્ટ્રીના લોકોના જણાવ્યા પ્રમાણે ગુજરાતના ફાર્મા ઉદ્યોગનું કદ 2026 સુધીમાં રૂ. 2 લાખ કરોડને આંબી જવાની ધારણા છે. ફૂડ એન્ડ ડ્રગ ઓથોરિટીએ 2022-23 દરમિયાન 139 નવા પ્લાન્ટ્સ શરુ કરાવના પ્રોજેક્ટ્સને મંજુરી આપી હતી. હાલ રાજ્યમાં 4000થી વધુ ફાર્મા પ્રોડક્શન યુનિટ્સ આવેલા છે.