અમદાવાદઉત્તર ગુજરાતગુજરાતટોપ ન્યૂઝ

ગુજરાત સ્પોર્ટ્સ સ્ટાર્ટઅપ કોન્કલેવ યોજનાર પ્રથમ રાજ્ય બન્યું, હવે નવી સ્પોર્ટ્સ પોલીસી જાહેર થશે

Text To Speech

અમદાવાદ, 11 ડિસેમ્બર 2023, રમત-ગમત અને ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ અમદાવાદમાં આયોજિત ગુજરાત સ્પોર્ટ્સ સ્ટાર્ટઅપ કોન્કલેવને સંબોધતા જણાવ્યું કે, ગુજરાત અને ભારતભરના રમત-ગમત ક્ષેત્ર સાથે સંકળાયેલા આંત્રપ્રિન્યોર્સને પ્રોત્સાહન અને સમર્થન આપવાના ઉદ્દેશ સાથે ગુજરાત સમગ્ર દેશમાં આ પ્રકારની સ્પોર્ટ્સ સ્ટાર્ટઅપ કોન્કલેવનું આયોજન કરનાર પ્રથમ રાજ્ય બન્યું છે. દેશના વિવિધ સ્પોર્ટ્સ ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકોએ આ કોન્કલેવમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો છે.

25 લાખના આકર્ષક રોકડ પુરસ્કારો આપવામાં આવશે
રમત ગમત મંત્રીએ કહ્યું કે, આ કોન્ક્લેવ સ્પોર્ટ્સ સ્ટાર્ટઅપ ક્ષેત્રમાં ઈનોવેશનને પ્રોત્સાહિત કરવા માટેનું એક શ્રેષ્ઠ માધ્યમ બન્યું છે. આ કોન્ક્લેવમાં પિચબુક સ્પર્ધાના શોર્ટલિસ્ટેડ સ્ટાર્ટઅપ્સને રાજ્ય સરકાર તરફથી 25 લાખના આકર્ષક રોકડ પુરસ્કારો આપવામાં આવશે.જેનાથી સ્પોર્ટ્સ સ્ટાર્ટઅપ ક્ષેત્ર સાથે સંકળાયેલા આંત્રપ્રિન્યોર્સને ખૂબ પ્રોત્સાહન મળશે. ગુજરાત રાજ્ય સ્પોર્ટ્સના આવા વ્યાપક આયોજન કરવામાં એક પછી એક મોટી સફળતા હાંસલ કરી છે જેનું તાજું ઉદાહરણ તાજેતરમાં જ ગુજરાતમાં આયોજિત નેશનલ ગેમ્સ પણ છે. રાજ્ય સરકાર સ્પોર્ટ્સ પોલીસીમાં પણ મોટા ફેરફાર લાવી રહી છે. સ્પોર્ટ્સ ક્ષેત્રને અનુરૂપ ટૂંક સમયમાં નવી સ્પોર્ટ્સ પોલીસી પણ જાહેર કરવામાં આવશે.

નવા બદલાવ સાથે શક્તિ દૂત યોજના લોન્ચ કરવામાં આવશે
ખેલાડીઓને મળતી સુવિધાઓમાં પણ બદલાવ લાવવા રાજ્ય સરકાર તમામ પ્રકારના પ્રયાસો કર્યા છે. ખેલાડીઓને કોઈ પણ પ્રકારની નાની તકલીફ લઈને મંત્રી સુધી ન આવવું પડે અને તાત્કાલિક તેનું નિરાકરણ થઈ જાય તેવા પ્રકારનું આયોજન રાજ્ય સરકારે કર્યું છે. ખેલાડીઓ તરફથી આવેલા તમામ સજેશન અમે સ્પોર્ટ્સ વિભાગને મોકલ્યા છે અને તેના ઉપર કામ પણ હાલમાં ચાલી રહ્યું છે.અમે રાજ્યના બે લાખથી વધુ ખેલાડીઓને ઈ-મેલ મારફતે શક્તિ દૂધ યોજનામાં કેવા પ્રકારના બદલાવ કરવા જોઈએ એ માટેના સૂચનો મંગાવ્યા હતા. જેમાં 80 ટકાથી વધુ સૂચનોનો આ યોજનામાં અને પોલીસીમાં સમાવેશ કરવામાં આવ્યો છે. આવનારા સમયમાં નવા બદલાવ સાથે શક્તિ દૂત યોજના લોન્ચ કરવામાં આવશે.

આ પણ વાંચોઃ સાયન્સ સિટી ખાતે બાયોટેકનોલોજી પ્રી-વાઈબ્રન્ટ સમિટ યોજાઈ

Back to top button