- હોટલના સીસીટીવીમાં વ્યક્તિ મોઢે રૂમાલ બાંધેલો નજરે પડયો
- નશાયુકત બિસ્કિટ ખવડાવી બેભાન કરી સોનાની ચેન અને રોકડની તફડંચી
- રાજકોટથી પાલનપુર જવા માટે મહાસાગર ટ્રાવેલ્સમાં બેઠા હતા
ગુજરાત રાજ્યમાં મુસાફરીમાં અજાણ્યો માણસ બિસ્કિટ આપે તો સાવધાન રહેજો. જેમાં જામનગરના વેપારીને નશાયુકત-બિસ્કિટ ખવડાવી રૂ.57હજારની મત્તાની ચોરીના બનાવની તપાસ રાજકોટ પહોંચી છે. તેમાં નશાયુકત બિસ્કિટ ખવડાવી બેભાન કરી સોનાની ચેન અને રોકડની તફડંચી કરી હતી.
આ પણ વાંચો: ગુજરાતમાં ઠંડીને લઇ હવામાન વિભાગની આગાહી
હોટલના સીસીટીવીમાં વ્યક્તિ મોઢે રૂમાલ બાંધેલો નજરે પડયો
હોટેલના સીસીટીવીમાં રૂમાલ બાંધેલો આરોપી નજરે પડતો હોવાથી ચૂડા પોલીસે વધુ તપાસ આદરી છે. વેપારીને બેભાન કરી સોનાની ચેન અને રોકડ સહિત રૂપીયા 57 હજારની મત્તાની ચોરી કરી હતી. મુળ જામનગરના વેપારી ગત તા. 17મી ઓકટોબરે રાત્રે રાજકોટથી પાલનપુર ટ્રાવેલ્સમાં જતા હતા. ત્યારે રાજકોટ-અમદાવાદ હાઈવે પર નવી મોરવાડ પાસે આવેલી આર.આર. હોટલે બસે હોલ્ટ કર્યો હતો. જેમાં બાજુમાં બેસેલા મુસાફરે નશાયુકત બિસ્કિટ ખવડાવી વેપારીને બેભાન કરી સોનાની ચેન અને રોકડ સહિત રૂપીયા 57 હજારની મત્તાની ચોરી કરી હતી. હોટલના સીસીટીવીમાં આ વ્યક્તિ મોઢે રૂમાલ બાંધેલો નજરે પડયો હતો. ત્યારે પોલીસ હવે રાજકોટ તરફ તપાસને લંબાવી છે.
રાજકોટથી પાલનપુર જવા માટે મહાસાગર ટ્રાવેલ્સમાં બેઠા હતા
જામનગરના ગોકુલનગરમાં રહેતા 38 વર્ષીય હરીદાસ પુંજાભાઈ ખાણદર દવા-બીયારણનો વેપાર કરે છે. તા. 17ના રોજ સાંજે તેઓ રાજકોટથી પાલનપુર જવા માટે મહાસાગર ટ્રાવેલ્સમાં બેઠા હતા. રાતના સમયે બસે રાજકોટ-અમદાવાદ નેશનલ હાઈવે પર ચુડા તાલુકાના નવી મોરવાડ પાસે આવેલી આર.આર.હોટલમાં હોલ્ટ કર્યો હતો. આથી બધા મુસાફરો નીચે નાસ્તો-પાણી કરવા ઉતર્યા હતા. અને પરત બસમાં બેઠા હતા. આ સમયે હરીદાસભાઈની બાજુમાં બેસેલા મુસાફરે બિસ્કિટ ઓફર કર્યુ હતુ. આ બિસ્કિટ હરીદાસભાઈએ ખાધા બાદ તેઓ સુઈ ગયા હતા.
વહેલી સવારે 6 કલાકે તેઓ પાલનપુર ઉતર્યા ત્યારે અર્ધબેભાન જેવી અવસ્થામાં હતા. ત્યારબાદ તેઓને પહેરેલ પોણા 2 તોલા વજનનો સોનાનો ચેન કિંમત રૂપીયા 49 હજાર અને ખીસ્સામાં રહેલ રોકડા રૂપીયા 8 હજાર ન હોવાની ખબર પડી હતી. આથી હરીદાસભાઈએ ચુડા પોલીસ મથકે અજાણ્યા મુસાફરે બેભાન કરી સોનાનો ચેન અને રોકડ સહિત રૂપીયા 57 હજારની મત્તાની ચોરી કર્યાની ફરિયાદ નોંધાવી હતી.