અમદાવાદઃ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ તિસ્તા સેતલવાડને ગુજરાત ATSએ ક્રાઇમ બ્રાન્ચને સોંપી છે અને ક્રાઇમ બ્રાન્ચે તેની ધરપકડ કરી છે. ઉલ્લેખનીય છે કે, ગઈકાલે તેની મુંબઈથી ગુજરાત ATSએ અટકાયત કરી હતી અને મુંબઈથી અમદાવાદ લાવવામાં આવવા નીકળી હતી.
શું હતો સમગ્ર મામલો?
ગુજરાતમાં થયેલા 2002ના રમખાણો બાદ પીડિતોને ન્યાય અપાવવાના બહાને અલગ અલગ NGOમાં વિદેશી રૂપિયા આવ્યા હતા, જે રૂપિયાનો ઉપયોગ કરવાને બદલે તિસ્તા સેતલવાડે અંગત ઉપયોગ કર્યો હોવાનું બહાર આવ્યું હતું. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે તિસ્તાની સાથે જોડાયેલા NGOની તપાસ કરી હતી. જેમાં તેણે મોંઘા ચપ્પલ, બેગ અને પોતાની અંગત વસ્તુઓ ખરીદી હતી. ત્યાર બાદ તિસ્તા સેતલવાડે ઝાકિયા જાફરીની સાથે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. જે અરજીમાં સહી ખોટી હોવાની શંકાના આધારે ગુજરાત એટીએસની ટીમ તિસ્તા સેતલવાદના મુંબઈ સ્થિત ઘરે પહોંચી છે, જે વિગત વિશ્વનીય સૂત્રો પાસેથી મળી છે. તો ગુજરાતના પૂર્વ ડીજીપી આર બી શ્રીકુમારને અમદાવાદમાં ક્રાઈમ બ્રાન્ચ બોલાવ્યા હતા અને પ્રાથમિક પુછપરછ પછી તેમની ધરપકડ કરી હતી.
કોવિડ ટેસ્ટ બાદ આર બી શ્રીકુમારની ધરપકડ થશે
ક્રાઈમ બ્રાન્ચના ડીસીપી ચૈતન્ય માંડલિકે જણાવ્યું હતું કે, કલમ 120 બી હેઠળ ખોટાં પૂરાવા ઊભા કરવાનો રોલ હોય તેમ લાગે છે. સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર હાલ ગુનો દાખલ કરી સમન્સ પાઠવ્યા બાદ પૂર્વ ડીજીપી આર બી શ્રીકુમારને પુછપરછ માટે બોલાવ્યા હતા. કોવિડ ટેસ્ટ કરાવ્યા બાદ તેમની ધરપકડ કરવામાં આવી હતી.
સેતલવાડને લઈને ATSની ટીમ અમદાવાદ રવાના
સૂત્રો તરફથી મળતી વિગત અનુસાર તિસ્તા સેતલવાડ સામે આર.બી શ્રીકુમાર અને સંજીવ ભટ્ટ સામે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાઈ છે. જેને પગલે ગુજરાત ATSની 2 ટીમ મુંબઈ પહોંચી હતી. સેતલવાડના નિવાસેથી તેમની અટકાયત કરીને તેમને શાંતાક્રૂઝ પોલીસ સ્ટેશન લઈ જવાયા હતા. ત્યારબાદ ATSની ટીમ સેતલવાડને લઈને અમદાવાદ રવાના થઈ છે. તો બીજી ટીમે સેતલવાડના ઘરે તપાસ કરી રહી છે.
તિસ્તા સેતલવાડે એફિડેવિટમાં છેડછાડ કરી હોવાની શંકા
જાણીતા એક્ટિવિસ્ટ તિસ્તા સેતલવાડની હાલ ગુજરાત પોલીસ દ્વારા પુછપરછ કરવા પહોંચી હતી, મુંબઈમાં આવેલા તિસ્તા સેતલવાડના ઘરે ગુજરાતી એસ.ટી.એસના ત્રણ અધિકારીઓ પણ હતા. સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે તિસ્તા સેતલવાડ દ્વારા એફિડેવિટમાં છેડછાડ કરી હોવાની, તેમજ જાકિયા જાફરી સાથે થયેલી એક અરજીમાં તેણે બોગસ સહી કરી હોવાનું કારણ છે.
રોડ મારફતે તિસ્તાને અમદાવાદ લવાશેઃ અધિકારી
ATSના ડીઆઈજી દીપેન ભદ્રને જણાવ્યું હતું કે, અમે તિસ્તાની ધરપકડ કરી છે, જેને રોડ મારફતે અમદાવાદ લાવવામાં આવશે. એટીએસની ટીમ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. તિસ્તા સામે ફરિયાદ ક્રાઇમ બ્રાન્ચમાં થઈ છે એટલે અમે તેમને સોંપી દઈશું.