ગુજરાત ATSની તપાસમાં થયો મોટો ખુલાસો, દેશમાં ISનું સ્લીપર સેલ એક્ટિવ!
- ATSની તપાસમાં શ્રીલંકાની પોલીસ પણ જોડાઈ છે
- ચારેય આતંકીઓની ધરપકડ બાદ તેમના પરિવારોને જાણ કરી દીધી
- ATSની તપાસમાં અનેક ચોંકાવનારી વિગતો સામે આવી છે
ગુજરાત ATSની તપાસમાં મોટો ખુલાસો થયો છે. જેમાં દેશમાં ISનું સ્લીપર સેલ એક્ટિવ છે. તાજેતરમાં અમદાવાદ એરપોર્ટ પરથી પકડાયેલા 4 આતંકીઓ મામલે ખુલાસા થયા છે. તેમાં ફેબ્રુઆરીમાં ચારેયની આતંકી ટ્રેનિંગ ચાલુ થઇ હતી. 4 પૈકી બે આતંકીઓ 8 વખત ભારત આવી ચુક્યા છે. તથા ATSની તપાસમાં શ્રીલંકાની પોલીસ પણ જોડાઇ છે.
આ પણ વાંચો: ગુજરાતમાં ગરમીના પ્રકોપ વચ્ચે અંબાલાલ પટેલે કરી વરસાદની આગાહી
ATSની તપાસમાં અનેક ચોંકાવનારી વિગતો સામે આવી છે
અમદાવાદ એરપોર્ટ પરથી ISISના આતંકીઓ પકડવા મામલે ગુજરાત ATS દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. જેમાં ATS દ્વારા ચોંકાવનારા ખુલાસા કરવામાં આવ્યા છે. ATSની તપાસમાં અનેક ચોંકાવનારી વિગતો સામે આવી છે. આતંકીઓની તપાસમાં સામે આવ્યું છે કે દેશમાં અને ગુજરાતમાં ISISના સ્લીપર સેલ સક્રિય છે. તેમજ પકડાયેલ આતંકીઓ દેશમાં મોટો આતંકી હુમલો કરવાની ફિરાકમાં હતા. ATSને તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે ઝડપાયેલા 4 આતંકીઓ પૈકી 2 આતંકીઓ 8 વાર ભારત આવી ચૂક્યા છે. આતંકી મોહમ્મદ નુસરથ સોનાની સમગ્લિંગ કરે છે. મોહમ્મદ ફારીસ ડ્રગ્સની હેરાફેરી કરતો હોવાનું પણ સામે આવ્યું છે. તો સાથે સાથે, આતંકી મોહમ્મદ રસદીન સામે શ્રીલંકામાં 5 કેસ પણ નોંધાઈ ચૂક્યા છે. ચારેય આતંકીઓની ફેબ્રુઆરી મહિનાથી આતંકી ટ્રેનિંગ ચાલી રહી હતી. ચાર મહિના સુધી ટ્રેનિંગ લીધા બાદ આત્મઘાતી હુમલો કરવા ચારેને ભારત મોકલવામાં આવ્યા હતા. હુમલો કરવો એ ટ્રેનિંગનો છેલ્લો ભાગ હતો.
ચારેય આતંકીઓની ધરપકડ બાદ તેમના પરિવારોને જાણ કરી દીધી
વધુમાં ગુજરાત ATS દ્વારા જણાવવામાં આવ્યું છે કે ગુજરાત ATS એ ચારેય આતંકીઓની ધરપકડ બાદ તેમના પરિવારોને જાણ કરી દીધી છે. તો સાથે સાથે ATSની તપાસમાં શ્રીલંકાની પોલીસ પણ જોડાઈ છે. ATS ને આરોપીઓના મોબાઇલમાંથી શપથ લેતો વિડીયો અને અબુ પાકિસ્તાનીનો ફોટો પણ મળી આવ્યો છે. તો ગુજરાત ATSની તપાસમાં ઇઝરાયલ હમાસ યુદ્ધનું કનેક્શન પણ સામે આવ્યું છે. ISISના આતંકીઓ હમાસ અને પેલેસ્ટાઇનની ઘટના બાદ વધુ સક્રીય થયા હતા. આતંકીઓને કહેવામાં આવ્યું હતું કે ભારત અને અમેરિકા હમાસને મદદ કરી રહ્યું છે.
નાના ચિલોડા ખાતે અંદાજે 3 થી 4 દિવસ પહેલા જ હથિયારો મૂકવામાં આવ્યા
નાના ચિલોડા ખાતે અંદાજે 3 થી 4 દિવસ પહેલા જ હથિયારો મૂકવામાં આવ્યા હતા. નાના ચિલોડા આસપાસના CCTV ફુટેજની તપાસ પણ શરૂ કરી દેવામાં આવી છે. ગુજરાત અને અન્ય રાજ્યોમાં પણ ATS દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.ગુજરાત ATS દ્વારા જણાવવામાં આવ્યું છે કે પ્રોટોન મેલમાંથી ચેટ હિસ્ટ્રી મેળવી થોડી મુશ્કેલ છે. ATS એ ફોનમાંથી હિસ્ટ્રી રિકવર કરવા FSLમાં મોકલ્યો છે. બંને નવા ફોન લોયને અબુએ આપ્યા હતા. એક ફોનમાં પ્રોટોન મેઈલ તો બીજામાં સિગ્નલ એપ્લિકેશન હતી. જેનો ઉપયોગ વાત કરવા માટે કરતા હતા. બે મોબાઇલ ફોનથી ચેન્નાઈ એરપોર્ટેનું Wifi ઉપયોગમાં લીધું હતું. ગુજરાત ATS એ ચેન્નાઇ એરપોર્ટ અને અમદાવાદ એરપોર્ટ પાસેથી Wifi ડેટા મંગાવ્યા છે.