ગુજરાતટોપ ન્યૂઝ

ગુજરાત ATSનો UPનાં મુઝફ્ફરનગરમાં સપાટો; 775 કરોડનું ડ્રગ્સ જપ્ત

Text To Speech

ગુજરાત એન્‍ટી ટેરરિઝમ સ્‍ક્‍વોડ (ATS), ગુજરાતમાં તો સપાટા બોલાવે જ છે અને લગભગ તમામ વખત ગુજરાતમાં ઘૂસાડવામાં આવતા હથિયારો અને ડ્રગ્સને ગુજરાતમાં એન્ટ્રી સાથે જ ઝડપી પાડતું હોય છે તે વિદિત છે, પરંતુ ગુજરાત એન્‍ટી ટેરરિઝમ સ્‍ક્‍વોડ (ATS) એ દિલ્‍હી અને ઉત્તર પ્રદેશ પોલીસની મદદથી મુઝફ્‌ફરનગરમાં એક દ્યરમાંથી 775 કરોડ રૂપિયાનું 155 કિલો હેરોઈન જપ્ત કર્યું છે. અહીં એટીએસ અધિકારીએ આ માહિતી આપી હતી.

પોલીસ અધિક્ષક (ATS) સુનિલ જોશીએ જણાવ્‍યું હતું કે ડ્રગ કેસના આરોપી રાજી હૈદર ઝૈદીની બહેનના મુઝફ્‌ફરનગરના દ્યરેથી રવિવારે ડ્રગ જપ્ત કરવામાં આવ્‍યું હતું, જેની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત અંદાજિત 775 કરોડ રૂપિયા છે. ATS અને નાર્કોટિક્‍સ કંટ્રોલ બ્‍યુરો (NCB) ની સંયુક્‍ત ટીમો દ્વારા 27 એપ્રિલે દિલ્‍હી અને ઉત્તર પ્રદેશના અલગ-અલગ સ્‍થળોએથી ધરપકડ કરાયેલા ચાર આરોપીઓમાંથી ઝૈદી એક છે.

ઉલ્લેખનીય છે કે, થોડા દિવસો પહેલા અરબી સમુદ્રના ગુજરાતનાં કિનારેથી 280 કરોડના હેરોઈન સાથે નવ પાકિસ્‍તાની નાગરિકો ઝડપાયા હતા. જોશીએ પત્રકારોને જણાવ્‍યું હતું કે, ‘ઝૈદીએ મુઝફ્‌ફરનગરમાં તેની બહેનના ઘરે હેરોઈન છુપાવ્‍યું હોવાની સૂચનાના આધારે, ATS અધિકારીઓએ દિલ્‍હી અને UP પોલીસની મદદથી દરોડા પાડ્‍યા અને 775 કરોડ રૂપિયા એકત્ર કર્યા. 155 કિલો હેરોઈન જપ્ત કરવામાં આવ્‍યું. અમે 55 કિલો રાસાયણિક પદાર્થ પણ જપ્ત કર્યો છે, જે માદક દ્રવ્‍યો બનાવવા માટે વપરાતો કાચો માલ હોવાની શંકા છે.

ભારતીય કોસ્‍ટ ગાર્ડ અને એટીએસએ 25 એપ્રિલે નવ ક્રૂ મેમ્‍બર્સને લઈને પાકિસ્‍તાની યાટને અટકાવી હતી. બોટમાંથી 280 કરોડની કિંમતનું 56 કિલો હેરોઈન જપ્ત કરવામાં આવ્‍યું હતું. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્‍યું છે કે કરાચી સ્‍થિત દાણચોર મુસ્‍તફા આ ગેંગ પાછળ છે અને આ કન્‍સાઈનમેન્‍ટ ઉત્તરના કોઈ રાજયમાં મોકલવાનું હતું. આ પછી, એટીએસ અને એનસીબીએ ઘણી ટીમો બનાવી અને 27 એપ્રિલે ઉત્તર પ્રદેશ અને દિલ્‍હીથી ચાર લોકોની ધરપકડ કરી. NCBએ મુઝફ્‌ફરનગરમાંથી 35 કિલો અને દિલ્‍હીના જામિયા નગરમાંથી 50 કિલો હેરોઈન પણ જપ્ત કર્યું છે. હાલ ઝૈદી NCB-દિલ્‍હીની કસ્‍ટડીમાં છે. જોશીએ કહ્યું કે હાલમાં ગુજરાત ATS પાસે ઝૈદીના ગુનાહિત પૃષ્ઠભૂમિ વિશે વધુ માહિતી નથી.

Back to top button