ગુજરાતમાં 2002 રમખાણઃ તીસ્તા સેતલવાડ પર સકંજો !
ગુજરાતમાં 2002માં થયેલા તોફાનો મામલે એક્ટિવિસ્ટ તીસ્તા સેતલવાડની મુશ્કેલીમાં વધારો થયો છે. ગુજરાત ATSની ટીમે મુંબઈમાંથી તીસ્તાની અટકાયત કરી લીધી છે. વિદેશી ફંડિંગ મામલે તિસ્તા સેતલવાડ પર કાયદાનો ગાળિયો વધુ કસાય તેવી પૂરેપરી શક્યતાઓ છે. NGOમાં વિદેશી ફંડિગ મુદ્દે તિસ્તા સેતલવાડ અટકાયત કરવામાં આવી છે. તીસ્તા સેતલવાડને સાંતાક્રૂઝ પોલીસ સ્ટેશને લઈ જવામાં આવ્યા છે. ફંડિંગના દુરુપયોગ મામલે તીસ્તાની પૂછપરછ કરવામાં આવશે.
#WATCH Mumbai: Gujarat ATS leaves Santacruz police station after detaining Teesta Setalvad pic.twitter.com/7qmyfIeyj5
— ANI (@ANI) June 25, 2022
ગુજરાત ATS સાથે મુંબઈ પોલીસની ટીમ પણ હાજર છે. હાલ આ સમગ્ર મામલે ATSની ટીમ દ્વારા હાલમાં કોઈ પ્રતિક્રિયા આપવાનો ઈનકાર કરવામાં આવ્યો છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, તીસ્તાને મુંબઈથી અમદાવાદ પણ લાવવામાં આવી શકે છે.
ઝાકિયા જાફરીની લાગણીનો દુરુપયોગ કર્યો : SC
સુપ્રીમ કોર્ટે કહ્યું કે તિસ્તા સેતલવાડે ગુજરાત રમખાણોના કેસમાં ઝાકિયા જાફરીની લાગણીનો દુરુપયોગ કર્યો હતો. કાર્યકર્તા તિસ્તા સેતલવાડે અરજદાર ઝાકિયા જાફરીની ભાવનાઓનો “અંતર્ગત હેતુઓ” માટે દુરુપયોગ કર્યો હતો. સુપ્રીમ કોર્ટે કહ્યું કે તિસ્તા સેતલવાડ પર વધુ તપાસની જરૂર છે કારણ કે તે આ કેસમાં ઝાકિયા જાફરીની લાગણીનો ઉપયોગ પોતાના ફાયદા માટે કરી રહી છે.
જસ્ટિસ એએમ ખાનવિલકરની આગેવાની હેઠળની ત્રણ જજોની બેન્ચે શુક્રવારે કહ્યું હતું કે ઝાકિયા જાફરીની અરજીમાં કોઈ યોગ્યતા નથી અને ગુજરાત મેજિસ્ટ્રેટ દ્વારા SITના અહેવાલને સ્વીકારતા 2012ના આદેશને યથાવત રાખ્યો છે.
Gujarat ATS detained and took activist Teesta Setalvad to Santacruz police station in Mumbai pic.twitter.com/X72wZ1pyee
— ANI (@ANI) June 25, 2022
રમખાણ પીડિતોના દાનની ઉચાપત
અગાઉ, ગુજરાત સરકારે કહ્યું હતું કે સેતલવાડ જેમણે પોતે રમખાણો પીડિતોના કલ્યાણ માટે દાનમાં આપેલા નાણાંની ઉચાપત કરી હતી, તે જાફરીની અરજી પાછળ હતો.ઝાકિયા જાફરીના પતિ અને કોંગ્રેસના ભૂતપૂર્વ સાંસદ એહસાન જાફરી ગોધરા ટ્રેનની ઘટનાના એક દિવસ પછી હિંસામાં માર્યા ગયેલા 68 લોકોમાં સામેલ હતા.
સાબરમતી એક્સપ્રેસના S-6 કોચને ગોધરા ખાતે સળગાવી દેવામાં આવ્યો હતો, જેમાં 59 લોકો માર્યા ગયા હતા અને 2002માં ગુજરાતમાં રમખાણો ભડક્યા હતા.
તીસ્તા સેતલવાડનો ભૂતકાળ
તીસ્તાએ 2019માં મહાકાળી માતાની તુલના ISISના આતંકવાદી સાથે કરતો ફોટો શેર કર્યો હતો. તસવીરમાં એક આતંકવાદીના હાથમાં સુદર્શન ચક્ર દેખાડાયું હતું.હિંદુ માન્યતા પ્રમાણે સુદર્શનને ભગવાન વિષ્ણુનું શસ્ત્ર માનવામાં આવે છે. બીજી તરફ મહાકાળી માતાના ચહેરા પર ISISના આતંકવાદીનો ચહેરો લગાવાયો હતો. તે વખતે ફોટો વાયરલ થઈ ગયો સેતલવાડ સામે વિરોધનો વંટોળ ભભૂકયો હતો.હંગામો થયો તો તીસ્તાએ તરત જ વિવાદીત ફોટો પ્રોફાઈલ પરથી હઠાવી લીધો અને માફી પણ માગી લીધી હતી. આ ફોટો કેસમાં ગુજરાતમાં ત્રણ સ્થળોએ પણ સેતલવાડ સામે પોલીસમાં ફરિયાદ થઈ હતી.