ગુજરાતટોપ ન્યૂઝ

ગુજરાત ATSનું રાજકોટમાં મોટું ઓપરેશન, અલકાયદા સાથે સંકળાયેલા 3 લોકોની ધરપકડ, જાણો કેવી રીતે થયો પર્દાફાશ?

Text To Speech

ગુજરાત ATS ને વધારે એક મહત્વપુર્ણ સફળતા મળી છે.રાજ્યમાં અલકાયદાના આતંકી નેટવર્કનો પર્દાફાશ થયો છે. ગુજરાત ATSએ રાજકોટમાંથી ત્રણ શંકાસ્પદ લોકોની ધરપકડ કરી છે. અને તેમની પાસેથી હથિયારો પણ કબજે કરવામાં આવ્યા છે. આ ઈસમો પાસેથી અલ કાયદાની પત્રિકાઓ પણ મળી આવી છે. તેઓ ગુજરાતમાં અલકાયદાનો પ્રચાર-પ્રસાર કરવાનું કામ કરતા હતા.

ગુજરાત ATSએ રાજકોટમાં મોટું ઓપરેશન પાર પાડ્યું

પ્રાપ્ત વિગતો મુજબ ગુજરાત ATSએ રાજકોટમાં મોટું ઓપરેશન પાર પાડ્યું છે શહેરના સોની બજારમાં કારીગર તરીકે રહેતાં અને અલકાયદા સાથે સંકળાયેલા ત્રણ લોકોની ATSએ ધરપકડ કરી લીધી છે. જાણકારી મુજબ ATSને બાતમી મળી હતી કે રાજકોટના સોની બજારમાં છેલ્લા છ મહિનાથી કારગીર બનીને રહેતાં ત્રણ શખ્સો આતંકી સંગઠન અલકાયદા સાથે સંકળાયેલા છે આ બાતમીને આધારે ગુજરાત એટીએસએ ગુપ્ત ઓપરેશન કરી ત્રણ શખ્સોને ઝડપી લીધા હતા.

આ પણ વાંચો : મહિનાના પહેલા દિવસે જ રાહતના સમાચાર, કોમર્શિયલ LPG સિલિન્ડરના ભાવ ઘટ્યા, જાણો નવો ભાવ

ats-humdekhengenews

ATSએ પકડેલા આતંકીઓને લઈને થયા ખુલાસા

તપાસમાં જાણવા મળ્યું છે કે ATSએ પકડેલા આ શખ્શોના નામ અમન, અબ્દુલ શુકુર અને સૈફ નવાઝ છે. અને તેઓ મુસ્લિમ કારીગરોને ભારત વિરૂદ્ધ ભડકાવવાનું કામ કરતા હોવાની આશંકા સેવાઈ રહી છે. તેઓ પશ્ચિમ બંગાળના છે. ATSએ તેમની ધરપકડ કરી ત્યારે તેમના મોબાઈલમાંથી આ મોડ્યૂલની વિચારધારા ફેલાવવા માટેનું સાહિત્ય અને મેસેજ મળી આવ્યા હતા અને તેઓ છેલ્લા 6થી 9 મહિનાથી રાજકોટમાં રહેતા હતા. અને અલકાયદા સાથે કનેક્શન ધરાવતા હતા. અને તેઓ પાસેથી હથિયાર પણ મળ્યુ છે જે લોકલ વ્યક્તિ પાસેથી ખરીદ્યાની માહિતી સામે આવી છે.

કોઈને શંકા ન જાય તે માટે મજૂરી કામ કરતા હતા

ATSએ પકડેલા આ શખ્શો કોઈને શંકા ન જાય તે માટે મજૂરી જેવું કામ કરતા હતા. તેઓ ગોલ્ડ પોલિશનું કામ કરતા હતા . અને પડદા પાછળ રહીને આ મોડ્યૂલની વિચારધારા ફેલાવવાનું કામ કરતા હતા. હાલ ATSએ આ ત્રણેય આતંકી કઈ જગ્યાએ આતંકી પ્રવૃત્તિ કરવાના હતા અથવા કોઈને મદદ કરી રહ્યા હતા તેની સઘન પૂછપરછ કરી રહી છે. અને વધુ માહિતી મેળવવાનો પ્રયાસ કરી રહી છે. જાણકારી મુજબ ત્રણેય શખ્સોને અમદાવાદ લાવવામાં આવશે.

 આ પણ વાંચો : ઓગસ્ટ મહિનામાં ગુજરાતમાં પડશે ભારે વરસાદ, અંબાલાલ પટેલની મોટી આગાહી

Back to top button