કચ્છ - સૌરાષ્ટ્રટોપ ન્યૂઝ

Rajkot : ગુજરાત ATSનું મોટું ઓપરેશન, 214 કરોડનું હેરોઈન ડ્રગ્સ ઝડપાયું

Text To Speech

રાજકોટ-જામનગર હાઇવે પર પડધરી ગામ પાસે ગતરાત્રે આ સમગ્ર કાર્યવાહી કરવામાં આવી હતી. આ ઓપરેશનમાં ATS દ્વારા અંદાજિત 31 કિલો હેરોઈન જપ્ત કરવામાં આવ્યું છે. આ કાર્યવાહીમાં ATSએ ત્રણ આરોપીઓની પણ અટકાયત કરી છે. ગુજરાત ATSએ રાજકોટમાં મોટું ઓપરેશન પાર પાડીને કરોડોનું ડ્રગ્સ જપ્ત કર્યું છે. જેમાં રાજકોટમાંથી રૂ.214 કરોડની કિંમતનો 31 કિલો ડ્રગ્સ ઝડપાયો છે. તેમજ રાજકોટ શહેર પોલીસની ક્રાઈમ બ્રાન્ચને આટલા મોટા જથ્થામાં ડ્રગ્સની ગંધ પણ ન આવી તેને લઈને પણ સવાલો જાહેરમાં ચર્ચાઈ રહ્યા હતા. થોડા દિવસો પહેલા, એટીએસે એક વ્યક્તિની શંકાના આધારે દાણચોરીના આરોપમાં દિલ્હીમાંથી એક નાઈજિરિયન નાગરિક ઝડપાયો હતો અને તેની અટકાયત કરી હતી, તેણે તાજેતરમાં દરિયાઈ માર્ગે હેરોઇનની દાણચોરી કરી હતી. પૂછપરછ દરમિયાન, તેણે ખુલાસો કર્યો હતો કે ડ્રગનું કન્સાઈનમેન્ટ રાજકોટ જિલ્લાના પડધરી તાલુકામાં એક જગ્યાએ રાખવામાં આવ્યું હતું. એટીએસની ટીમે સ્થળ પર તપાસ કરતાં 31 કિલો હેરોઈન મળી આવ્યું હતું.

આ પણ વાંચો : અમરેલીમાં ગૌ હત્યાના ગુનામાં આરોપીને 10 વર્ષની સખત કેદની સજા
ATS - Humdekhengenewsગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી દારૂની જેમ ડ્રગ્સનો પણ વારંવાર જથ્થો ઝડપાઈ રહ્યો છે. અમદાવાદ સહિત મોત શહેરોમાં દિવસેને દિવસે વધી રહેલા ડ્રગ્સના ચલણનું આ પરિણામ છે. શુક્રવારે ફરી એકવાર ગુજરાત ATSને ડ્રગ્સ કબજે કરવામાં મોટી સફળતા મળી છે. ગુજરાત ATSની ટીમે રાજકોટના ગામડાના જામનગર રોડ પરથી નશીલા પદાર્થોનો જંગી જથ્થો ઝડપ્યો છે. ગુજરાત ATSએ કુલ 31 કિલો ડ્રગ્સ રિકવર કર્યું છે. જેની અંદાજિત બજાર કિંમત 214 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે.

Back to top button