અમદાવાદ નિવૃત આઈપીએસ અધિકારીને બદનામ કરવાના મામલે મોટો ખુલાસો ગુજરાત ATS દ્વારા કરવામાં આવ્યો છે. જેમાં ગુજરાત ATSએ 5 લોકોની ધરપકડ કરી છે. જેમાં ભાજપ OBC મોરચાના સ્થાનિક નેતા મુખ્ય સુત્રધાર હોવા નું સામે આવ્યું છે. જેમાં સ્થાનિક ભાજપના નેતા ગાંડા ભાઈ કચરા પ્રજાપતિ (જી.કે પ્રજાપતિ)ની સંડોવણી હોવાનું સામે આવ્યું છે. ગાંધીનગર સેક્ટર 7 માં FIR દાખલ કરાઈ. તપાસ SOG પીઆઇ કરી રહેલ છે.
ગુજરાત ATS દ્વારા 4 દિવસની અંદર જ સમગ્ર તપાસ કરવામાં આવે છે. જેમાં પ્રારંભિક ધોરણે આ મામલે ભાજપ નેતા અને પત્રકારો સહિત કુલ પાંચ લોકોની સંડોવણી બહાર આવી છે. તેમજ માહિતી અનુસાર એક મહિલા પર બળાત્કારનું ખોટું સોગંદનામું કરાવીને કાવતરું ઘડ્યું હતું. જેમાં પત્રકારોના નામ આશુતોષ અને કાર્તિક જાની નામના ગાંધીનગર ના હોવાનું સામે આવ્યું છે.
આ મામલે તપાસ દરમિયાન DGP ને બદનામ કરવામાં માટે પત્રકારો એ 5 લાખ રૂપિયા લીધા હતા હોવાનું જાણવા મળી રહ્યું છે. હરેશ જાધવ, સુરતના છે અને તે પણ સરકારી અધિકારીઓ અને પદાધિકારીઓ સાથે સંકળાયેલો છે. આ ઘટનાની માહિતી મુજબ ભાજપ OBC મોરચાના નેતા જી.કે.પ્રજાપતિ ષડયંત્રના મુખ્ય સુત્રધાર હોવાનું સામે આવ્યુ છે.સ્થાનિક ભાજપના નેતા અને પત્રકારોએ મળીને આ કાવતરું રચ્યુ હોવાનો ભેદ ખૂલ્યો છે. જેમાં ખોટુ સોગંદનામું કરીને આખું ષડયંત્ર ઘડાયુ હતું. પૂર્વ DGP ને બદનામ કરવા માટે પત્રકારે 5 લાખ રૂપિયા લીધા હતા.
શું છે સમગ્ર ઘટના
પ્રાથમિક વિગતો મુજબ સ્થાનિક ભાજપના નેતાઓ અને પત્રકારોએ મળીને અધિકારીએ એક મહિલા સાથે ખોટું કામ કર્યું હોવાનું ખોટું સોગંદનામું કરાવવાનું ષડયંત્ર રચ્યું હતું. આ સાથે એફિડેવિટ વાયરલ કરવા માટે બે પત્રકારોએ પાંચ લાખ રૂપિયાની સોપારી લીધી હતી અને અખબારમાં પ્રકાશિત કરવા માટે બ્લેકમેલ કરીને પૈસા પડાવવાનું કાવતરું ઘડવામાં આવ્યું હોવાનો ઘટસ્ફોટ થયો છે.