ચૂંટણી પહેલા મની લોન્ડરિંગને લઈ એક્શનમાં ATS, 96 લોકોની ધરપકડ
ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા આતંકવાદ વિરોધી સ્ક્વોડ (ATS)એ મોટી કાર્યવાહી કરી છે. ATSના દરોડામાં અત્યાર સુધીમાં 96 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. કુલ મળીને અત્યાર સુધીમાં 200 સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા છે. રાજ્યના ગૃહ મંત્રાલયના સૂત્રોના જણાવ્યા અનુસાર, આ આરોપીઓની હવાલા, ડ્રગ રેકેટ અને મની લોન્ડરિંગના કેસમાં ધરપકડ કરવામાં આવી રહી છે.
Gujarat ATS, in a joint operation with GST, carried out raids at 150 locations in districts like Surat, Ahmedabad, Jamnagar, Bharuch, and Bhavnagar. Investigations were being carried out over tax evasion and money trail on international routes: Sources
— ANI (@ANI) November 12, 2022
ATSની આગેવાની હેઠળના સંયુક્ત ઓપરેશનમાં, વિવિધ એજન્સીઓએ રાજ્યમાં 100 થી વધુ કંપનીઓના 200 જેટલા સ્થળો પર દરોડા પાડ્યા હતા. તેમજ લોકોની પૂછપરછ પણ કરવામાં આવી રહી છે. સૂત્રોએ જણાવ્યું હતું કે, ATS ઉપરાંત રાજ્ય ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ વિભાગ, અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ આ વ્યાપક ઝુંબેશમાં સામેલ છે. તેમણે કહ્યું કે અમદાવાદ, ભાવનગર અને જામનગર સહિત રાજ્યના અનેક જિલ્લાઓમાં 122 કંપનીઓ સામે આ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે.
મોટા ખુલાસો થવાની શક્યતા
સૂત્રોએ જણાવ્યું હતું કે અધિકારીઓ આ સંબંધમાં લગભગ 74 શંકાસ્પદ લોકોની પૂછપરછ કરી રહ્યા છે અને આ ઓપરેશનમાં મોટા પાયે ટેક્સ ગુનાઓનો પર્દાફાશ થવાની સંભાવના છે. સૂત્રોએ જણાવ્યું હતું કે તાજેતરમાં રાજ્યમાં ઈનપુટ ટેક્સ ક્રેડિટનો છેતરપિંડી કરવા માટે નકલી બિલ જારી કરવાના ઘણા કિસ્સાઓ સામે આવ્યા છે. આ પહેલાATSએ દિલ્હીમાંથી એક અફઘાન નાગરિકની ધરપકડ કરી હતી. જેમની પાસેથી ડ્રગ્સ મળી આવ્યું હતું.