- EDએ બુકી અનિલ જયસિંઘાણીની 3.40 કરોડની સંપત્તિ જપ્ત કરી
- 10 હજાર કરોડના ક્રિકેટ સટ્ટાકાંડમાં સંડોવાયેલા હોઈ 8 વર્ષથી વોન્ટેડ હતો
- બુકી અનિલ વિરુદ્ધ અલગ-અલગ રાજ્યોમાં કુલ 17 કેસ છે
એન્ફેર્સમેન્ટ ડિરેક્ટોરેટે PMLA એક્ટ હેઠળ મની લોન્ડરિંગ કેસમાં દસ હજાર કરોડના ક્રિકેટ સટ્ટાકાંડમાં સંડોવાયેલા મુંબઈના નામાકિત બુકી અનિલ જયસિંઘાણીની 3 કરોડ 40 લાખ રૂપિયાની સંપત્તિ જપ્ત કરી છે. અનિલ વિરુદ્ધ અમદાવાદની ગ્રામ્ય કોર્ટમાં ચાર્જશીટ પણ દાખલ કરવામાં આવી છે.
આ પણ વાંચો: બનાસકાંઠા જિલ્લામાં કોંગ્રેસને ઝટકો, એક સાથે કોંગ્રેસને 5 નેતા ગુમાવવાનો વારો આવ્યો
બુકી અનિલ વિરુદ્ધ અલગ-અલગ રાજ્યોમાં કુલ 17 કેસ છે
ઉલ્લેખનીય છે કે, નામાંકિત બુકી અનિલ જયસિંધાણીની મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસની પત્ની પાસેથી નાણાં પડાવવા અને બ્લેકમેલ કરવાના આરોપસર મુંબઈ પોલીસે ધરપકડ કરીને તલોજા જેલમાં મોકલી આપ્યો હતો. જેની જાણ અમદાવાદ એન્ફેર્સમેન્ટ ડિરેક્ટોરેટને થતા ટ્રાન્સફર વોરન્ટના આધારે ધરપકડ કરીને અમદાવાદ લાવ્યા હતા.
આ પણ વાંચો: અંબાલાલ પટેલે કરી આગાહી, ગુજરાતના આ વિસ્તારોમાં પડશે ધોધમાર વરસાદ
કેસ ગુજરાતના વડોદરામાં વર્ષ 2015માં નોંધાયેલી FIR સાથે સંબંધિત
આ કેસ ગુજરાતના વડોદરામાં વર્ષ 2015માં નોંધાયેલી FIR સાથે સંબંધિત છે. તપાસમાં સામે આવ્યું છે કે ક્રિકેટ સટ્ટાબાજીની સાથે અનિલ જયસિંઘાણીએ આ મિલકત છેતરપિંડીથી મેળવી હતી. જે બાદ EDએ વર્ષ 2015માં અનિલને સમન્સ મોકલ્યું હતું, પરંતુ PMLA એક્ટ સંબંધિત આ કેસમાં સહકાર ન આપતાં તેની વિરુદ્ધ બિનજામીનપાત્ર વોરંટ જારી કરવામાં આવ્યું હતું. આ સાથે, 2015માં EDના ગુજરાત યુનિટે પણ જયસિંઘાણીના બે ઘરો પર દરોડા પાડયા હતા અને તેમની સામે કેસ નોંધ્યો હતો, પરંતુ તે પછી તે પકડાયો ન હતો. આરોપી અનિલ 2015થી ફ્રાર હતો, ત્યારબાદ EDએ તેની આ વર્ષે એપ્રિલ મહિનામાં ધરપકડ કરી હતી.
આ પણ વાંચો: ગુજરાત: હળવદ APMC કૌભાંડ કેસમાં જશુ પટેલની મુશ્કેલીઓ વધશે
બુકી અનિલ વિરુદ્ધ અલગ-અલગ રાજ્યોમાં કુલ 17 કેસ
મુંબઈના બુકી અનિલ જયસિંઘાનીની ED દ્વારા 18 એપ્રિલ 2023ના રોજ ધરપકડ કરવામાં આવી હતી અને અમદાવાદની PMLA કોર્ટે તેની જામીન અરજી ફ્ગાવી દીધી હતી. આ પછી 9 જૂને EDએ અનિલ જયસિંઘાણીના ઘરે દરોડા પાડયા હતા અને 17 જૂને આરોપીની 3 કરોડ 40 લાખ રૂપિયાની સંપત્તિ જપ્ત કરવામાં આવી હતી. મહારાષ્ટ્રના ઉલ્લાસનગરમાં રહેતા અનિલ જયસિંઘાણી પ્રખ્યાત બુકી છે. બુકી અનિલ વિરુદ્ધ અલગ-અલગ રાજ્યોમાં કુલ 17 કેસ નોંધાયેલા છે. લગભગ 8 વર્ષથી ફરાર અનિલ જયસિંધાની એપ્રિલ મહિનામાં EDએ તેની ધરપકડ કરી હતી.