
- ઉત્તરપ્રદેશ વિધાનસભામાં પહેલાથી જ આ પ્રકારની સિસ્ટમ કાર્યરત
- ગુજરાત વિધાનસભામાં MLAના સ્થાન પર લેપટોપ-ટેબલેટ ગોઠવાશે
- સપ્ટેમ્બર પૂર્વે 100 % ઈ-વિધાન માટે 15 સભ્યોની સમિતિ રચાઈ
ગુજરાત વિધાનસભા ઉત્તરપ્રદેશ વિધાનસભાની જેમ 100 ટકા ઓનલાઈન થશે. સપ્ટેમ્બરમાં બીજુ સત્ર મળે તે પહેલા અહી તમામ ધારાસભ્યોની બેઠકના સ્થાને ટેબલ ઉપર લેપટોપ કે ટેબલેટ ગોઠવવા હાઈ લેવલ કમિટીનું ગઠન કરવામાં આવ્યું છે.
આ પણ વાંચો: ગુજરાતમાં 7 સહિત દેશભરમાં 25 સ્થળે EDના દરોડા
સંસદીય કાર્યવાહી સામાન્ય નાગરિકોને ઓનલાઈન ઉપલબ્ધ કરાવવાની સિસ્ટમ તૈયાર
આ કમિટી ચારેક મહિનામાં વિધાનસભામાં ધારાસભ્યો તરફથી પૂછતા પ્રશ્નો, સરકાર તરફથી અપાતા જવાબો સહિત તમામ પ્રકારની વૈદ્યાનિક અને સંસદીય કાર્યવાહી સામાન્ય નાગરિકોને ઓનલાઈન ઉપલબ્ધ કરાવવાની સિસ્ટમ તૈયાર કરાવશે. લોકસભા- રાજ્યસભા સહિત ભારતના તમામ વિધાન મંડળોની કાર્યવાહી ઓનલાઈન થાય તે માટે પહેલાથી જ ધ નેશનલ ઈ-વિધાન એપ્લિકેશન (NeVA) મિશન મોડ પ્રોજેક્ટ ચાલી રહ્યો છે. અહી ગુજરાતમાં કંઈક અંશે તેનો અમલ થયો છે.
આ પણ વાંચો: અમદાવાદમાં IPL મેચના કારણે 4 દિવસ આ રસ્તાઓ પર વાહનો પ્રતિબંધ રહેશે
સપ્ટેમ્બર પૂર્વે 100 % ઈ-વિધાન માટે 15 સભ્યોની સમિતિ રચાઈ
પરંતુ, નાગરિકો સ્વંય ધારાસભ્યોને પોતાના મતક્ષેત્રોની બાબતો, રાજ્ય સરકારની નીતિ વિષયક બાબતો અંગે ધ્યાન દોરી શકે, સમસ્યા કે સૂચન રજૂ કરી શકે અને તેના આધારે વિધાનસભામાં સંવાદ મજબૂત થઈ શકે તે માટે 100 ટકા સિસ્ટમ ગોઠવાઈ નથી. આથી, અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના અધ્યક્ષસ્થાને હાઈ લેવલ અપેક્ષ કમિટીની રચના કરાઈ છે. આ કમિટી આગામી ચાર મહિનામાં ધારાસભ્યોની બેઠક સામેના ટેબલ ઉપર લેપટોપ કે ટેબલેટ ઈન્સ્ટોલ કરાવીને તમામને ઓનલાઈન સિસ્ટમની તાલીમ સહિતની કામગીરીનો પૂર્વાભ્યાસ કરાવશે. જેથી આવનારા સમયમાં નાગરિકોના સાચા પ્રશ્નો આધારિત વિધાનસભાનું સંચાલન બની રહશે એમ કહેવાય છે.
આ પણ વાંચો: અમદાવાદ: હાટકેશ્વર બ્રિજ કાંડના 4 આરોપીની મુશ્કેલી વધી
ઉત્તરપ્રદેશ વિધાનસભામાં પહેલાથી જ આ પ્રકારની સિસ્ટમ કાર્યરત
ઉત્તરપ્રદેશ વિધાનસભામાં પહેલાથી જ આ પ્રકારની સિસ્ટમ કાર્યરત છે. ઈ-વિધાનના 100 ટકા અમલ માટે રચાયેલી હાઈ પાવર સમિતિમાં મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લ, નાયબ દંડક કૌશિક વેકરિયા, વિપક્ષમાંથી કોંગ્રેસના શૈલેષ પરમાર અને આપમાંથી ચૈતર વસાવા ઉપરાંત સત્તાપક્ષમાંથી મનીષા વકીલ, પ્રવિણ માળી, હાર્દિક પટેલનો સમાવેશ થાય છે. અધ્યક્ષ ચૌધરીના અધ્યક્ષતાવાળી આ સમિતિમાં એક કેબિનેટ સહિત ત્રણ મંત્રીઓ, નાણા અને માર્ગ મકાન વિભાગના સચિવોને પણ આમંત્રિત સભ્ય તરીકે સામેલ કરાયા છે.