ગુજરાતટોપ ન્યૂઝ

વિધાનસભામાં સત્ર શરૂ થતાં જ કોંગ્રેસના ધારાસભ્યોનો હોબાળો, 10 થી વધુ સભ્યો સસ્પેન્ડ

Text To Speech

ગુજરાત વિધાનસભાનું આજથી બે દિવસનું ટુકું સત્ર શરૂ થયું છે. 14 મી વિધાનસભાનું આ છેલ્લું સત્ર છે. ત્યારે ટૂંકી મુદતના સત્રને લઈ કોંગ્રેસ આક્રમક મૂડમાં છે. આ સત્ર શરૂ થતાં પહેલા જ તોફાની બનવાના એંધાણ હતા. સત્રમાં મોંઘવારી, ડ્ર્ગ્સ, વિવિધ આંદોલનો સહિતના મુદ્દે કોંગ્રેસ સરકારને ઘેરવાનો પ્રયાસ કરશે. વિધાનસભાની કાર્યવાહી શરૂ થતા તે પહેલા કોંગ્રેસે વિરોધ નોંધાવ્યો છે. સૂત્રોચ્ચાર કરી વેલ સુધી આવેલા કોંગ્રેસના ધારાસભ્યોને એક દિવસ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા.

ક્યા ધારાસભ્યો સામે એક્શન લેવામાં આવી ?

કોંગ્રેસના ધારાસભ્યો દ્વારા વેલમાં આવી સૂત્રોચાર અને વિરોધના મુદ્દે ધારાસભ્ય જીગ્નેશ મેવાણી, પરેશ ધાનાણી, ગેનીબેન ઠાકોર, પ્રતાપભાઈ દુધાત,અમરીશ ડેર, બાબુભાઈ વાજા વિજયભાઈ, પુનાભાઈ ગામીત, ચંદનજી ઠાકોર, ઇમરાન ખેડાવાળા અને અન્ય વિડિયો ગ્રાફિ થયેલા ધારાસભ્યોને અધ્યક્ષ દ્વારા એક દિવસની કાર્યવાહીમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

શું લગાવવામાં આવ્યા આરોપ ?

વિધાનસભાની કાર્યવાહી શરૂ થતા તે પહેલા કોંગ્રેસ દ્વારા હોબાળો કરવામાં આવ્યો. કોંગ્રેસના ધારાસભ્યો દ્વારા પ્લે કાર્ડ અને બેનર સાથે દેખાવ કરવામાં આવ્યો છે. વિધાનસભા વેલમાં આવી ગયેલા કોંગ્રેસના ધારાસભ્યને સસ્પેન્ડ કરવાની દરખાસ્ત મુકવામાં આવી હતી. આ દરખાસ્તને અધ્યક્ષ નિમાબેન આચાર્ય દ્વારા મંજૂર કરવામાં આવી છે. વેલમાં ધૂસી આવેલા તમામ ધારાસભ્યોને એક દિવસ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા. સસ્પેન્ડ થયેલા ધારાસભ્યોને સાર્જન્ટ દ્વારા ગૃહ બહાર લઈ જવામાં આવ્યા હતા.

આ પણ વાંચો : સરકાર સામે વનવિભાગના કર્મચારીઓનો વિરોધ યથાવત

વોકઆઉટ બાદ ગૃહમાં પરત આવેલા ધારાસભ્યો મુદ્દે સરકારના મંત્રી જીતુ વાઘાણીએ અધ્યક્ષને રજૂઆત કરી હતી અને પરત આવેલા ધારાસભ્યો મુદ્દે ધ્યાન દોર્યું હતું જેમ વિધાનસભાના અધ્યક્ષ ડો નીમાબેન આચાર્યએ સસ્પેન્ડ કરતાં જણાવ્યું કે હાઉસની કાર્યવાહીને ડિસ્ટર્બ કરવા બદલ હું વેલમાં આવેલ ધારાસભ્યોને સસ્પેન્ડ કરું છું અને ત્યારબાદ વીડિયોમાં જોઈને બાકીના સભ્યોને સસ્પેન્ડ કરીશું, અને આજની કાર્યવાહીમાં દૂર કરવામાં આવશે.

આ પણ વાંચો : રાજકોટ-સુરતમાં માલધારીઓનો અનોખો વિરોધ, હજારો લીટર દૂધ તાપીમાં પધરાવી દીધું; તો રાજકોટમાં દૂધ રસ્તા પર ઢોળી દીધું

Back to top button